નિર્બંધ જિંદગીએ સર્જેલી હોનારત
Prashasti Mehta
Monday, October 12, 2009 19:17 [IST]
છૂટ છે, આ વિકસતિ, સમૃદ્ધ અમેરિકામાં છોકરા-છોકરીને મન મૂકીને હળવા-મળવાની સંપૂર્ણ છૂટ છે. સદાચારના નામે કોઇ પ્રતિબંધ નથી. દીકરી તેર વર્ષની થાય એટલે એના મનપસંદ પાત્ર સાથે એક રાત શું, રાતોની રાતો સ્વેચ્છાએ પસાર કરી શકે છે.મા-બાપ જો એને રોકે કે ટોકે તો મા-બાપ વિરુદ્ધ ફરિયાદ કરીને એમને આરોપીના પિંજરામાં ખડા કરી શકે છે. વ્યકિતગત સ્વાતંત્ર્યના નામે સંતાનો પોતાના પરંપરાગત સંસ્કાર ભૂલી જાય છે.
આવું જ બન્યું એષા સાથે. ૧૪ વર્ષની એષા ત્રણ વર્ષ પહેલાં એના મા-બાપ અને ભાઇ સાથે કાયમ માટે અમેરિકા વસવા આવી છે. ત્રણ વર્ષના વસવાટે એને અમેરિકન બનાવી દીધી. મા-બાપ કહે એમ નહીં, પણ પોતાનું મન કહે એમ કરતી એ થઇ ગઇ છે. કાચી ઉમર અને અમર્યાદ સ્વતંત્રતા. એષા બહેકી ગઇ. સાહસ અને રોમાન્સના નામે એ નવા અનુભવ કરવા ઉત્સુક રહેતી.
એષા ડીન નામના ૧૯ વર્ષના ઇટાલિયન છોકરાના પરિચયમાં આવી. મુગ્ધાવસ્થા અને વિજાતીય પાત્રનો સંગ, મધુર સ્પંદનો જાગ્યા હશે અને બેઉ બેડરૂમ સુધી ઢસડાઇ ગયા. હવે એષામાં ભારતીય સંયમ અને ચારિત્રના ખ્યાલ જાગી ઊઠયા, પણ એ છટકી શકી નહીં. ડીન માટે કદાચ એ વિજયની ઘડી હશે, પણ એષાનું તો બધું હણાઇ ગયું. ડીને એષાનો ગભરાટ જોઇને ધમકી આપી, ‘હું કંઇ પણ કરી શકું છું. મારી વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારીશ તો તારા વિનાશ માટે તૈયાર રહેજે.’
એષા ઘરે ગઇ. એની મા દીકરીની હાલત જોઇ સમજી ગઇ. એણે પૂછ્યું તો એષા રડી પડતાં બોલી, ‘મારો કોઇ વાંક નથી, કોઇ વાંક નથી.’ મા એને ગાયનેકોલોજીસ્ટ પાસે લઇ ગઇ અને સારવાર લીધી. ડીન હવે મન ફાવે ત્યારે એષાને ફોન કરતો અને એષા ફફડી ઊઠતી. હવે એની કોઇ સલામતી ન હતી. એષાનાં મા-બાપે પોલીસમાં ફરિયાદ કરી.
કેસ ચાલ્યો. ડીન ગુનેગાર ઠર્યો, પણ જજે એને પ્રોબેશન પર છોડયો. જજ મનોચિકિત્સકના મંતવ્યમાં માને છે કે આવા ગુનેગારોને જેલમાં પૂરવા કરતાં છૂટથી હરવા-ફરવા દઇએ, તો એમના મનમાં પરિવર્તન આવે છે. આવેગ અને આવેશથી વર્તવાના બદલે એમનું મન સ્થિર અને દ્દઢ બને છે. સાચા-ખોટાનું વિવેકભાન જાગે છે અને તેઓ સારા નાગરિક બને છે.
એષાનાં મા-બાપ કકળતા હૈયે અને આંસુભર્યા અવાજે આજીજી કરતાં રહ્યાં કે ડીનને છૂટો ના મૂકો, પણ જજે એમનું સાંભળ્યું નહીં. કોર્ટના ઘણા જજ અને મનોચિકિત્સકો આવા પ્રયોગો કરે છે. એ જો કે સફળ નથી થતા અને કંઇકેટલીય મુગ્ધાઓ, કિશોરીઓ, બાલિકાઓ પાયમાલ થઇ જાય છે. છતાં પ્રયોગો બંધ નથી થયા.
એષાએ એક વાર મોલમાં આખલાની જેમ છૂટથી ફરતા ડીનને જોયો અને જાણે એનો શ્વાસ જ થંભી ગયો. મહામહેનતે એની મા એને ઘરે લઇ ગઇ. એષા ભણવામાં પાછળ પડી ગઇ છે. મુકત પંખીની જેમ નાચતી, ગાતી, કૂદતી એષા સાવ કરમાઇ ગઇ છે. એ ઘરમાં એકલી રહી શકતી નથી. સતત ફફડયા કરે છે.
સ્કૂલવાળા કહે છે, ‘એષાને મનોચિકિત્સક પાસે લઇ જાઓ. એના મનને મજબૂત કરવામાં મનોચિકિત્સક એને સહાય કરશે. એષાએ આ આખો બનાવ ભૂલી જવો જોઇએ.’ સ્કૂલવાળાની વર્તણૂક એવી છે કે એષા અને એનાં મા-બાપની નૈતિક હિંમત મરી ગઇ છે. એષા પોતાના જાતને ગુનેગાર માનવા માંડી છે, આપઘાત કરવાની એની મનોવૃત્તિ જોર પકડતી જાય છે
No comments:
Post a Comment