Monday, December 21, 2009

Monday, Dec 21st, 2009, 6:43 pm [IST]

danik bhaskarદાદાજી, તમે અમારા રોલ મોડલ છો

Prashsti Mehta

ભૂખ્યા પેટે, ખાધા પછી, સવારે ઊઠીને, કામ કર્યા પછીની એમ જુદા જુદા સમયના ધબકારાની મનોમન નોંધ કરતો, સાજે-માંદે નાડી કેવી હોય એની સરખામણી કરતો. ચહેરાનો રંગ, આંખ, જીભ, અવાજ, નખ, હલનચલન બધાનું નિરીક્ષણ કરતો, સવાલો પૂછીને મારા નિદાનની સચ્ચાઇ માપતો અને ઘરમાં બધાંને દવા આપતો. આહાર-વિહારમાં ફેરફાર સૂચવતો અને એમને સાજા કરતો.’... ‘તમારા નિદાનમાં તમને આટલો બધો વિશ્વાસ અને ઘરનાં પણ માને?’...



family‘દાદાજી, છોકરી અને છોકરાનું એક-એક અર્થસભર, સરસ નામ કહો.’ અક્ષતે કહ્યું.



‘કેમ? કોના માટે?’ કહીને દાદાજી હસ્યા. જો કે એમને ખ્યાલ આવી ગયો હતો કે પૌત્ર એના ઘરે જન્મનારા બાળક માટે નામ પૂછે છે. એમણે કહ્યું, ‘આજકાલ તો બાળકનું નામ એના મમ્મી પપ્પા પાડે છે.’



‘દાદાજી, મારું નામ તમે જ પાડ્યું હતું. હવે તમારા પ્રપૌત્રનું નામ પાડવાનો અધિકાર તમારો જ છે. નામ તો વ્યક્તિત્વનો એક ભાગ છે. નામ વ્યક્તિની ઓળખ છે.’ અક્ષત બોલ્યો.



‘દાદાજી, પ્રપૌત્ર અને પ્રપૌત્રી બેઉનાં નામ સૂચવજો.’ સ્વાતિ બોલી.



દાદા બોલ્યા, ‘રાશિનું વળગણ નથી રાખવાનું ને? તો જો દીકરાનું નામ મરાલ પાડીશું. મરાલ એટલે માનસરોવરનો હંસ, જે નીરક્ષીરવિવેક જાણે છે અને સાચા મોતીનો ચારો ચણે છે. કેવું ઉદાત્ત એનું જીવન હોય.’



‘દાદાજી, અર્થ ખૂબ સરસ છે પણ આવું નામ ઝટ જીભે ચડે નહીં. બોલવામાં લોચા પડે કોઇ મરાલનું મલાડ કરી નાખે તો?’ સ્વાતિ બોલી.



‘બેટા, એ આપણો પ્રોબ્લેમ નથી. જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય એ શરૂઆતમાં લોચા મારે, પણ એક વાર અર્થ જાણે એટલે એ પણ બરાબર બોલતા શીખી જાય અને આપણે આપણા દીકરાને સ્વતંત્ર ઓળખ આપે, એ કયા કુટુંબનો છે એ સૂચવાય એવું નામ પાડવાનું હોય.’



‘દાદાજી, મરાલ નામ સાથે તમારા શુભાશિષ સંકળાયેલા છે એટલે જો દીકરો આવશે તો એનું નામ મરાલ જ રહેશે. દીકરોય જાણે કે દાદાજીનો આદેશ છે કે ક્યાંય અવિવેક નહીં આચરવાનો, ક્યારેય નીચા નહીં ઊતરવાનું પણ હવે છોકરીનું એક નામ કહો.’ સ્વાતિ બોલી.



‘છોકરીના નામની જરૂર નથી. તને છોકરો જ આવવાનો છે.’



‘આટલી બધી મક્કમતાથી કેવી રીતે કહેવાય? આપણે કંઇ જાતિ પરીક્ષણ નથી કરાવ્યું.’ અક્ષત બોલ્યો.



‘સ્વાતિની ચાલ, ઊઠબેસ, એની દેહાકૃતિના નિરીક્ષણથી સચોટપણે કહી શકાય. પહેલાંનાં વખતમાં વૈધો પ્રેગ્નન્ટ સ્ત્રીને જોઇને કહી આપતાં હતાં કે શું આવશે?



‘પણ દાદાજી, તમે ક્યાં વૈદ્ય...’



‘હા, બેટા મારાં નામની પાછળ વૈદ્યનું લેબલ નથી લાગ્યું પણ મને આરોગ્યશાસ્ત્રમાં રસ છે, તેથી મેં વૈદકના ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો છે. હું રોજેરોજ મારી, મારાં ભાઇબહેનોની, મારાં બા-બાપુજી અને તારાં દાદીની નાડી તપાસતો.



ભૂખ્યા પેટે, ખાધા પછી, સવારે ઊઠીને, કામ કર્યા પછીની એમ જુદા જુદા સમયના ધબકારાની મનોમન નોંધ કરતો, સાજે-માંદે નાડી કેવી હોય એની સરખામણી કરતો. ચહેરાનો રંગ, આંખ, જીભ, અવાજ, નખ, હલનચલન બધાનું નિરીક્ષણ કરતો, સવાલો પૂછીને મારા નિદાનની સચ્ચાઇ માપતો અને ઘરમાં બધાંને દવા આપતો. આહાર-વિહારમાં ફેરફાર સૂચવતો અને એમને સાજા કરતો.’



‘તમારા નિદાનમાં તમને આટલો બધો વિશ્વાસ અને ઘરનાં પણ માને?’



‘બેટા, મારો વિશ્વાસ બુદ્ધિયુક્ત અને તર્કસંગત વિશ્વાસ છે. હું પહેલા નિદાન કરીને પછી એને પોષે એવા લક્ષણો નથી શોધતો, પણ લક્ષણો જોઇને ઝીણવટપૂર્વક વિચારીને નિદાન કરું છું. માણસના આરોગ્ય સાથે તુક્કા દોડાવીને પ્રયોગ ન થાય કે ઉભડક નિદાન ન કરાય, એ હું જાણું છું. મને આપણા આયુર્વેદનો અભ્યાસ છે અને તેથી આ આત્મવિશ્વાસ છે.’



‘દાદાજી, તમારા જેવો આત્મવિશ્વાસ અમારામાં આવે એવો આશીર્વાદ આપો.’ સ્વાતિ બોલી.



‘બેટા, આશીર્વાદ તો છે, પણ પુરુષાર્થ તમારે કરવાનો છે. તો તમે ધારી સફળતા મેળવી શકશો. વિદ્યા પ્રાપ્ત કરવા તમારે ફાલતુ પ્રવૃત્તિઓ છોડવી પડે. એકાગ્રતાથી દિલ રેડીને અભ્યાસ કરવો પડે. તો તમે ધારો એ વિષયમાં પારંગત થઇ શકો.’

Wednesday, December 9, 2009

danik bhaskarહર ક્ષણે આદર, હેતનો અહેસાસ થવો જોઇએ

Prashasti Mehta

એનો અર્થ એવો નહીં કે તેઓ કહે એ આંખો મીંચીને હું કરું કે જીવનના કોઇ પણ નિર્ણય લેતી વખતે એમને પૂછું. અમારી વચ્ચે એક વણલખી સમજ છે કે એમને ઉચિત લાગે એ તેઓ કરે અને મને ઉચિત લાગે તે હું કરું. મારા ખાતર એમણે જે કંઇ કર્યું છે તેથી તેઓ ખુશ છે, એમ કરવામાં એમને આનંદ છે. એને તેઓ ત્યાગ કે ભોગના નામથી નવાજતાં નથી. નિરપેક્ષ ભાવે તેમણે કર્યું છે. એ જ રીતે તેઓ મારી પાસેથી કોઇ ત્યાગ કે ભોગની અપેક્ષા નથી રાખતા...



‘આજે તારી વર્ષગાંઠ છે અને તેં કેમ પપ્પાજીને પ્રણામ ન કર્યા?’ શ્રાવણીએ એના પતિ સુલયને પૂછ્યું.



‘અમારા ઘરમાં વાંકા વળીને પગે લાગવાનો રિવાજ નથી. ડેડીએ મને હેપી બર્થ-ડે કહ્યું અને ભેટ્યા એમાં આશીર્વાદ, શુભેચ્છા વ્યક્ત ન થયાં? મને તો ભેટવાનું જ વધારે ગમે. પપ્પા વ્હાલથી ભેટે ત્યારે થાય કે આશીર્વાદ મળ્યા.’



શ્રાવણી બોલી, ‘બે હાથ જોડીએ પછી વડીલ આપણને છાતીસરસા ચાંપીને ભેટે જ છે, પણ નીચા નમીને પ્રણામ કરવા એ આપણા સંસ્કાર છે. એમાં નમ્રતા અને વિનય સૂચવાય છે.’



‘શ્રાવણી, એ તારી માન્યતા છે, કારણ કે તું હમણાં જ ભારતમાંથી આવી છે. હજુ મોડર્ન બનતા તને વાર લાગશે, જ્યારે હું તો અમેરિકામાં જન્મ્યો છું. હું અમેરિકનની જેમ બોલું છું, એની જેમ વિચારું અને વર્તુ છું. મારી માન્યતાઓ અને સંસ્કાર અમેરિકન સંસ્કૃતિના રંગે રંગાયેલા છે. આટલા દિવસોમાં તું જાણી ગઇ હોઇશ કે મને મારાં ડેડ અને મોમ માટે બહુ ભાવ છે, એમના સુખે સુખી થાઉ છું અને એમને દુ:ખી કરવા મને ન ગમે.



એનો અર્થ એવો નહીં કે તેઓ કહે એ આંખો મીંચીને હું કરું કે જીવનના કોઇ પણ નિર્ણય લેતી વખતે એમને પૂછું. અમારી વચ્ચે એક વણલખી સમજ છે કે એમને ઉચિત લાગે એ તેઓ કરે અને મને ઉચિત લાગે તે હું કરું.



મારા ખાતર એમણે જે કંઇ કર્યું છે તેથી તેઓ ખુશ છે, એમ કરવામાં એમને આનંદ છે. એને તેઓ ત્યાગ કે ભોગના નામથી નવાજતાં નથી. નિરપેક્ષ ભાવે તેમણે કર્યું છે.



એ જ રીતે તેઓ મારી પાસેથી કોઇ ત્યાગ કે ભોગની અપેક્ષા નથી રાખતા. કોઇનુંય શોષણ ન થવું જોઇએ, અન્યાય ન થવો જોઇએ, ગેરસમજ ન થવી જોઇએ, તો જ સંબંધમાં મીઠાશ અને સૌંદર્ય જળવાઇ રહે.’ શ્રાવણી સાંભળી રહી. એને યાદ આવ્યું કે સુલય લગ્ન કરવા આવ્યો ત્યારે લગ્ન પછી આશીર્વાદ લેતી વખતે વાંકો વળી પ્રણામ કરતો હતો, પણ ચરણસ્પર્શ કરતો નહોતો.



સુલયનાં મમ્મી-પપ્પાએ શ્રાવણી બધાંને પગે લાગે એવું થવા નહોતું દીધું. સુલયના પપ્પા બોલ્યા હતા, ‘ન્યૂલી મેરિડ ચિલ્ડ્રન માટે અમારા સદાકાળ સતત આશીર્વાદ હોય. બે હાથ જોડીને માથું નમાવો એમાં પૂજ્યભાવ પ્રગટ થાય, પણ એવું ન કરો તો સ્વાભાવિક લાગે.’



સુલયનાં મામા બોલ્યા હતા, ‘ના ભાઇ, આપણને તમારી વાત કબૂલ નથી, નાનાએ વડીલોનો ચરણસ્પર્શ કરવો જ જોઇએ. ફિલ્મો અને સિરિયલોમાં આપણા ભારતીય રિવાજનો કેટલો મહિમા કરે છે? કેટલો વિનય દેખાય છે એમાં.’



ત્યારે પપ્પાજી બોલ્યા હતા, ‘વિનય દેખાય છે કે એનો દેખાડો થાય છે? વિનય દેખાડાની ચીજ નથી. એનો અહેસાસ થવો જોઇએ. તમારા આંખ, ચહેરો, શરીર, ઊભા રહેવાની અને બોલવાની રીતથી એ પ્રગટ થાય છે. વિનય મનમાં રહેવો જોઇએ. યોગ્ય સમયે વ્યક્ત થવો જોઇએ.



શ્રાવણીને એના સસરાની વાત ગમી હતી. જો કે શ્રાવણીનો ઉછેર પરંપરાગત માનસિકતા ધરાવતા પરિવારમાં થયો હોવાથી તે જે પ્રથાને આજ સુધી અનુસરતી હતી, એને છોડી શકતી નહોતી. તેથી જ તેણે સુલયને ટોક્યો હતો, પણ મનથી એને આ ઘરની વિચારસરણી ગમે છે. વિનય, હેત, પ્રેમનો અહેસાસ હર પળે થવો જોઇએ. એ ભાવને બોલકો શું કામ બનાવવાનો? એથી એ ક્યારેક નાટકીય લાગે છે.

Monday, November 30, 2009

આપણે વિશ્વનાગરિક છીએ - Divya Bhaskar Daily Gujarati News Paper Ahmedabad Surat Baroda Rajkot News Gujarat Mumbai

આપણે વિશ્વનાગરિક છીએ - Divya Bhaskar Daily Gujarati News Paper Ahmedabad Surat Baroda Rajkot News Gujarat Mumbai

આપણે વિશ્વનાગરિક છીએ

Prashasti Mehta

‘આપણે આપણો દેશ છોડીને આ વિદેશની ભૂમિ પર સ્થાયી થયાં છીએ, પણ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, જીવનશૈલી બધું જ આપણી સાથે અહીં આવ્યું છે. ઘરમાં આપણે ભારતીય ભોજન જમીએ છીએ, આપણી પ્રથા અનુસાર ડિનર પછી રાતે હિન્દી મૂવી જોઇએ છીએ, હિન્દી ગીતો સાંભળીએ છીએ. અરે! આપણી સવાર આપણા ભજનથી શરૂ થાય છે. બ્રેકફાસ્ટમાં ચા સાથે ખાખરા અને પૂરી-ભાખરી ખાઇએ છીએ. આપણા ઉત્સવો પણ ઉજવીએ છીએ, તે સાથે આપણે એ ભૂલવું ન જોઇએ કે આપણે કાયદેસર રીતે અમેરિકન નાગરિક બન્યા છીએ...



woman bhaskarતૃપ્તાએ ક્રિસમસ ટ્રી શણગારીને એવી રીતે ઘરમાં મૂક્યું હતું કે કાચની બારીમાંથી બહારના લોકોને પણ દેખાય. રાત પડેને ટ્રી રોશનીથી ઝગમગી ઊઠતું.



ડિસેમ્બરની પચીસમીએ બહાર જતી વખતે તૃપ્તાએ પ્રમથને પૂછ્યું, ‘સ્વિચઓફ કરી દઇશું.’ પ્રમથ બોલ્યો, ‘તૃપ્તા, આપણે ત્યાં જેમ દિવાળીના દીવા એવું અહીંયા ક્રિસમસ ટ્રી, આનંદ ઉલ્લાસ અને મંગલ આસ્થાનું પ્રતીક. આપણે ઘરમાં ન હોઇએ તો ય આ દિવસોમાં તો રોશનીથી ક્રિસમસ ટ્રી દીપી ઊઠવું જોઇએ.’



તૃપ્તા કંઇ બોલી નહીં એટલે પ્રમથને લાગ્યું કે કદાચ તૃપ્તા એના વિચાર સાથે સંમત નથી. એ બોલ્યો, ‘તૃપ્તા, જીવનને વધારે સમૃદ્ધ કરવા આપણે આ પારકા દેશમાં આવ્યા છીએ, પણ હવેથી આ દેશ આપણો જ છે, આપણે આ દેશનાં છીએ એવું બતાવવા આ દેશના તહેવારો આપણે મન દઇને ઉમંગથી ઉજવવા જોઇએ.



તો જ આ દેશના લોકોને આપણા માટે સદભાવ જાગે અને આપણી સાથે ઐક્ય અનુભવે અને આપણે અહીંના મુખ્ય પ્રવાહમાં સમરસ થઇ શકીએ. તેઓ આપણી સાથે આત્મીયતા અનુભવે.’



‘તો આપણી સંસ્કૃતિ?’ તૃપ્તાએ પૂછ્યું.



‘આપણે આપણો દેશ છોડીને આ વિદેશની ભૂમિ પર સ્થાયી થયાં છીએ, પણ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, જીવનશૈલી બધું જ આપણી સાથે અહીં આવ્યું છે. ઘરમાં આપણે ભારતીય ભોજન જમીએ છીએ, આપણી પ્રથા અનુસાર ડિનર પછી રાતે હિન્દી મૂવી જોઇએ છીએ, હિન્દી ગીતો સાંભળીએ છીએ.



અરે! આપણી સવાર આપણા ભજનથી શરૂ થાય છે. બ્રેકફાસ્ટમાં ચા સાથે ખાખરા અને પૂરી-ભાખરી ખાઇએ છીએ. આપણા ઉત્સવો પણ ઉજવીએ છીએ, તે સાથે આપણે એ ભૂલવું ન જોઇએ કે આપણે કાયદેસર રીતે અમેરિકન નાગરિક બન્યા છીએ.



આપણે અહીંની પ્રજાથી અલગ છીએ, એમનાં તહેવારો ઉત્સવો આપણને સ્પર્શતા નથી એવું કદી ન બતાવવું જોઇએ. એમના તહેવારોને ઉલ્લાસથી ઉજવવાના.



હા, આપણે એમની જેમ દારૂ પીને રાતભર નાચતા કે બૂમો પાડી નવા વર્ષના આગમનને વધાવતા નથી, પણ આપણા અમેરિકન મિત્રો અને પરિચિતોને મેરી ક્રિસમસ, હેપી ન્યૂ યરના કાર્ડ્ઝતો મોકલીએ જ છીએ. આપણે સૌ ઉત્સાહ-ઉમંગથી એવું કરીએ છીએ એ વાત તેઓ એપ્રિસિએટ કરે જ છે ને!



આપણા દાંડિયારાસમાં એમને બોલાવીએ તો તેઓ આવે જ છે ને! આમ ઉત્સવો આપણને એકબીજાની નજીક લાવે છે, હવે આપણે માત્ર ભારતીય નથી, પણ વિશ્વનાગરિક છીએ. વિશ્વની બધી સંસ્કૃતિઓને આવરી લેતી એક ગ્લોબલ સિવિલાઇઝેશન આકાર લઇ રહી છે. એને આપણે ઉમંગથી વધાવવાની છે, મનોમસ્તિષ્ક ખુલ્લાં રાખવાનાં છે.’



‘પણ એમ કરવામાં આપણે આપણી સંસ્કૃતિ, સંસ્કાર ભૂલી નહીં જઇએ? આપણે ભારતીયતા ખતમ થઇ જાય એ મને ના ગમે.’ તૃપ્તા બોલી.



‘ભારતીયતા એવી નિર્માલ્ય નથી કે નષ્ટ થઇ જાય. એનું જે સારું છે એ આપણા લોહીમાં ભળી ગયું છે અને પરદેશના ચિંતકો અને સમાજશાસ્ત્રીઓ આપણા ઉત્તમ અંશો અપનાવવાનું એમના શ્વેત સમાજને કહી રહ્યા છે. તે પ્રમાણે એમનું જે સારું છે, સુંદર છે એ આપણે સ્વીકારીને વધારે સમૃદ્ધ થવાનું છે.’

Monday, November 23, 2009

માતૃપ્રેમની અદભૂત કથાની ડોક્યુમેન્ટરી

Prashasti Mehta

ડોક્ટરે વધારે ઇન્વેસ્ટિગેશન કરાવ્યું તો નિદાન થયું, એઇડ્સ. ગીલફેરો અને એનો પતિ રોનાલ્ડ થથરી ઊઠ્યા. એઇડ્સ તો મટે જ નહીં, એ તો દર્દીને ખતમ કરે. હા, એચઆઇવી પોઝિટિવ હોય તો થોડા વર્ષો ખેંચી શકાય, પણ આ એઇડ્સ તો મોતનું જ રૂપ, ધસમસતું આવે. ગીલને એઇડ્સ થયો શી રીતે? તો કહે બ્લડ ટ્રાન્ફ્યુઝનમાં એવું દૂષિત લોહી આવી ગયું હતું.એઇડ્સનું નામ સાંભળીને તો ગીલ પડી ભાંગી, પણ એ જ ક્ષણે એનામાં ક્યાંથી હિંમત આવી ગઇ. હૃદયમાં ઊઠેલો બધો હાહાકાર શમી ગયો...



Womanડેવિડ બાઇન્ડર એક સંનિષ્ઠ પત્રકાર. પોતાના વ્યવસાયને સંપૂર્ણ સમર્પિત. કોઇ વિષયમાં એને રસ પડે તો છેક એના મૂળ સુધી પહોંચે. માનવીય ભાવ, ભાવનાવાળા વિષયોનું એને વિશેષ આકર્ષણ. એણે ગીલફેરો નામની અશ્વેત મહિલાની વાત સાંભળી અને એ છેક ભીતર સુધી હલી ગયો.



ગીલફેરોની સત્તાવીસ વર્ષની ઉંમર. એ ચાર બાળકની મા હતી. પ્રેમાળ પતિ, સુખી કુટુંબજીવન હતું. એને મોંમાં ચાંદી પડી, દવા કરી, પણ મટી નહીં. એનું વજન ઊતરતું જાય, ડાયરિયા થઇ ગયો. ખાવાનું પચે નહીં. દવા ચાલુ હતી, છતાં શરીરમાં નવી નવી તકલીફો ઊભી થવા માંડી.



ડોક્ટરે વધારે ઇન્વેસ્ટિગેશન કરાવ્યું તો નિદાન થયું, એઇડ્સ. ગીલફેરો અને એનો પતિ રોનાલ્ડ થથરી ઊઠ્યા. એઇડ્સ તો મટે જ નહીં, એ તો દર્દીને ખતમ કરે. હા, એચઆઇવી પોઝિટિવ હોય તો થોડા વર્ષો ખેંચી શકાય, પણ આ એઇડ્સ તો મોતનું જ રૂપ, ધસમસતું આવે. ગીલને એઇડ્સ થયો શી રીતે? તો કહે બ્લડ ટ્રાન્ફ્યુઝનમાં એવું દૂષિત લોહી આવી ગયું હતું.



એઇડ્સનું નામ સાંભળીને તો ગીલ પડી ભાંગી, પણ એ જ ક્ષણે એનામાં ક્યાંથી હિંમત આવી ગઇ. હૃદયમાં ઊઠેલો બધો હાહાકાર શમી ગયો. ગીલ ખૂબ સમજદાર અને વિચારશીલ મહિલા હતી. એને થયું મોત તો મારા દ્વારે ઊભું છે, ઘરનું દ્વાર પણ એણે ખોલી નાખ્યું છે. ગમે ત્યારે એ આવીને મને દબોચી શકે છે.



એનું આવવું નિશ્વિત છે, તો એના વિશે શું વિચારવાનું? એ રોકાવાનું તો છે જ નહીં પણ મારા આ ચાર ભૂલકાંનું શું? હજી તો એમને મારી જરૂર છે. બાળકના વિકાસમાં સૌથી મોટું યોગદાન માનું હોય છે. મા જે ધીરજ અને પ્રેમથી પોતાના બાળકને સમજે અને ઉછેરે એ વાત જ ન્યારી હોય છે.



બાળકને પ્રશિક્ષક માની જરૂર પડે, માનું સ્થાન કોણ પૂરી શકે? મા જેવી સમતાપૂર્ણ સાધના કોણ કરી શકે? કોઇ નહીં- તો પછી? મારી પાસે જે સમય છે, એમાં મારું જે શ્રેષ્ઠ છે એ મારા બાળકોને અને પતિને આપું. અને શરૂ થઇ એક અનુપમ કુટુંબ દાસ્તાન.



Woman bhaskarસ્નેહ અને સ્વાર્પણની કથા. ડેવિડ બાઇન્ડર એ ક્ષણે ત્યાં પહોંચી ગયો. એણે આ કુટુંબને કચકડે કંડારવાનું શરૂ કર્યું. માનો બાળકો માટેનો અનર્ગળ પ્રેમ-બાળકોને ગળે વળગાડીને એ અદભૂત માએ જીવનના પ્રેમ આનંદ અને ઉલ્લાસનો ભરપૂર પરિચય કરાવ્યો.



એનો ચહેરો પ્રેમની દીપ્તિથી ઝગમગતો હોય, હોઠ પર સ્મિત હોય અને આંખોમાં ભીનાશ વર્તાતી હોય. એણે બાળકોને વાર્તા કહી હસાવ્યા, ગીતો ગવડાવ્યા, સાથે સારું-ખોટું પારખવાની વિવેકબુદ્ધિ આપી. જીવનની વાસ્તવિકતાની વાતો કહી, વિપત્તિમાં રડવા નહીં બેસવાનું પણ ટટ્ટાર ઊભા રહેવાનું.



આપણી લડાઇ આપણે લડવાની, હારનો વિચાર જ નહીં કરવાનો. જીવનમાં અને વિશ્વમાં મંગલ તત્વો છે જ, આપણને એ મદદ કરે છે. માટે શ્રદ્ધાથી, પ્રેમથી જીવવાનું. એ બાઇ સંતાનો અને પતિને હિંમત આપતી ગઇ અને પોતેય રોગ સામે લડવાની હિંમત કેળવતી ગઇ.



ગીલના મૃત્યુ સુધી પત્રકાર રોજેરોજ ત્યાં જતો. એ કુટુંબ કેવું એક થઇને જીવે છે એના હજારો ફોટા પાડ્યા. ગીલના મૃત્યુ પછીય ત્યાં જતો, એ કુટુંબ ગીલ વગર કેવી રીતે જીવે છે એની ફિલ્મ ઉતારી. ગીલના આદર્શો, આશા, અપેક્ષા બધું સાકાર થતું હતું.



એના ફોટા લીધા. ગીલના મૃત્યુ પછી છ મહિના સુધી ડેવિડ ત્યાં જતો હતો. એ બધી વાત ફોટા સાથે દસ વર્ષ પછી ડેવિડે ‘લાઇફ’ મેગેઝિનમાં પ્રસિદ્ધ કરી, ત્યારે સેંકડો પ્રતિભાવ આવ્યા. કેનટુકી પ્રદેશના એક સજજને આ ચારે બાળકોને ખાનગી સ્કૂલમાં ભણવાનો ખર્ચ આપ્યો.



ડેવિડે એને મળેલા પ્રતિભાવોથી પ્રભાવિત થઇ એક ડોક્યુમેન્ટરી બનાવી- ‘કોલિંગ માય ચિલ્ડ્રન’- કુટુંબપ્રેમની આ કથા માની વિદાય પછી પણ એક થઇને જીવતાં કુટુંબના પ્રેમ અને ઝિંદાદિલીની કથાને આ વર્ષે સેક્સબરીના ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી તરીકે પ્રથમ ઇનામ મળ્યું છે.



આનું ડિજિટલ ટ્રાન્સફર મેં કર્યું હતું. પ્રેમના ઉજાસની આ વાતને દસ્તાવેજી રૂપ આપવામાં હું ફાળો નોંધાવી શકી એનું મને ગૌરવ છે.

Tuesday, November 17, 2009

સુખને પોકારો સુખ દોડી આવશે

Prashasti Maheta

એ વિચારતી ક્યારેક તો મારો પ્રિન્સ ચાર્મિંગ આવશે અને મારા જીવનને સુખથી ભરી દેશે. ત્યાં એ મિકેનિક જ્હોનના પરિચયમાં આવી. જ્હોને લગ્ન કર્યા નહોતા, જ્યારે ઇઝાબેલાએ ત્રણ ત્રણ વાર છૂટાછેડા લીધા હતા. એક દીકરીની મા હતી. જહોને એનો ભૂતકાળ ન જોયો અને લગ્ન કર્યા.બેઉ ધર્મની ઝંઝટમાં ન પડ્યા અને કોર્ટમાં જઇને લગ્ન નોંધાવી આવ્યા. ભાવવિભોર ઇઝાબેલા બોલી, ‘જ્હોન, મને વાઇનો રોગ છે, ડાયાબિટીસ અને હાઇ બી.પી. છે. આ બધાની દવા તું છે, તું ધારીશ તો મને જીવાડીશ, મારું જીવન તારા હાથમાં છે.’ ઇઝાબેલા જેવા જ પ્રગાઢ પ્રેમથી જ્હોન બોલ્યો, ‘તને સુખી કરવા હું પરણ્યો છું. દુ:ખી કરવા નહીં. આપણી વચ્ચે મારુંતારું ન જોઇએ.’



woman bhaskarઇઝાબેલા અઢી વર્ષની હતી ત્યારે એને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. વીજળીના આંચકાથી એ મરી તો ન ગઇ, પણ એને વાઇનો રોગ લાગુ પડ્યો. ગમે ત્યાં, ગમે ત્યારે તે પછડાય અને મોંએ ફીણ આવે. આ રોગના લીધે લોકો એને ગાંડી કહેતા હતા. વળી, ગમે ત્યારે એની યાદશક્તિ જતી રહેતી, ઘરેથી ક્યાંક જવા નીકળે, થોડે દૂર જાય પછી એને યાદ ન આવે કે ક્યાં જવાનું છે.



આવી ઇઝાબેલાએ ઓગણીસ વર્ષની ઉમરે લગ્ન કર્યા. રોબર્ટ સાથે લગ્ન કરી એ એક દીકરીની મા બની, પણ રોબર્ટ એને છોડીને જતો રહ્યો. ઇઝાબેલા રોબર્ટ પાછળ દોડી નહીં. હવે એનું અને પુત્રીના ભરણપોષણનું શું?



એણે થોમસ સાથે બીજા લગ્ન કર્યા. થોમસની સારી નોકરી હતી, એની કમાણી એ જ પતિ થવાની એની સૌથી મોટી યોગ્યતા. ઇઝાબેલાને હતું હવે વાંધો નહીં આવે, પણ બેઉના સ્વભાવ ગુસ્સાવાળા. વારંવાર ઝઘડા થાય. એક દિવસ થોમસ ઘર છોડીને જતો રહ્યો પછી પાછો આવ્યો જ નહીં.



ઇઝાબેલા એની પાછળ પણ ગઇ નહીં. જે જાણીને છોડી જાય એની સાથે સંબંધ શું બાંધવાનો? બે-બે વાર નિષ્ફળતાથી ઇઝાબેલા બેચેન બની ગઇ, પણ એકલી રહી શકે એમ નહોતી. એણે ટ્રક ડ્રાઇવર વિલિયમ સાથે ત્રીજા લગ્ન કર્યા. વિલિયમ સારું કમાતો હોવાથી ઇઝાબેલાને નિરાંત લાગી.



વિલિયમ વહેમીલો હતો. એ લાંબી ટૂર પર જાય પણ અદ્ધર જીવે. આ જાણ્યું એટલે ઇઝાબેલા કહે, ‘તને મારા પર વિશ્વાસ નથી તો તારી સાથે રહેવાનો શું અર્થ?’ એ જ ક્ષણે એણે વિલિયમનું ઘર છોડી દીધું.



મતભેદ થાય એટલે એ તત્ક્ષણ છૂટી થઇ જતી. ઇઝાબેલાએ ત્રણ ત્રણ વાર લગ્ન કર્યા બાદ પણ એ નિષ્ફળ જ ગઇ. છતાં એ ખૂબ આશાવાદી હતી. કોઇ પ્રેમાળ જીવનસાથી પોતાને મળશે જ એવો એનો ભરોસો હતો.



વાઇના રોગના લીધે એને સ્થિર જોબ પણ મળતી નહોતી. ક્યારેક એને આપઘાતના વિચાર આવતા. એણે જાણ્યું કે ઊંચાઇ પરથી પડતું મૂકું તો ઓછી પીડા થાય. એણે બત્રીસ માળનું એક મકાન નજરમાં રાખ્યું પણ એ જીવવા માગતી હતી. એણે સુખનાં સ્વપ્નાં જોવા માંડ્યા.



એ વિચારતી ક્યારેક તો મારો પ્રિન્સ ચાર્મિંગ આવશે અને મારા જીવનને સુખથી ભરી દેશે. ત્યાં એ મિકેનિક જ્હોનના પરિચયમાં આવી. જ્હોને લગ્ન કર્યા નહોતા, જ્યારે ઇઝાબેલાએ ત્રણ ત્રણ વાર છૂટાછેડા લીધા હતા. એક દીકરીની મા હતી. જહોને એનો ભૂતકાળ ન જોયો અને લગ્ન કર્યા.



બેઉ ધર્મની ઝંઝટમાં ન પડ્યા અને કોર્ટમાં જઇને લગ્ન નોંધાવી આવ્યા. ભાવવિભોર ઇઝાબેલા બોલી, ‘જ્હોન, મને વાઇનો રોગ છે, ડાયાબિટીસ અને હાઇ બી.પી. છે. આ બધાની દવા તું છે, તું ધારીશ તો મને જીવાડીશ, મારું જીવન તારા હાથમાં છે.’ ઇઝાબેલા જેવા જ પ્રગાઢ પ્રેમથી જ્હોન બોલ્યો, ‘તને સુખી કરવા હું પરણ્યો છું. દુ:ખી કરવા નહીં. આપણી વચ્ચે મારુંતારું ન જોઇએ.’



‘જહોન, મારે ભણવું છે. કોલેજની ડીગ્રી મેળવવી છે.’ એણે કહ્યું.



‘તારી બધી ઇચ્છા-આકાંક્ષા પૂરા કર. હું તારી સાથે છું.’



ઇઝાબેલા કોલેજમાં દાખલ થઇ. જહોને એની દવા કરાવી, અત્યારે એના બધા રોગ કાબૂમાં છે. ઇઝાબેલા દુ:ખી સ્ત્રીઓને કહે છે, ‘દુનિયામાં શુભ અને મંગલ તત્વો છે જ. આપણે પ્રયત્ન કરવાનો છે, ધીરજ અને સંયમથી પુરુષાર્થ કરવાનો છે, સુખ દોડતું આવશે.

Thursday, October 29, 2009

એણે સત્તા અને સંપત્તિ છોડ્યાં

Prashsti Maheta
Thursday, October 29, 2009 18:54 [IST]

Woman bhaskar‘હું લગ્ન કરવાનું મુલત્વી રાખીને સાઘ્વી બનું?’ જેના આવતા અઠવાડિયે લગ્ન છે, લગ્નની બધી તૈયારી થઇ ચૂકી છે, આમંત્રણ અપાઇ ચૂક્યાં છે એવી બાવીસ વર્ષની યુવતી લોરાએ રોબર્ટ કીનલીને પૂછ્યું. રોબર્ટ આશ્ચર્યથી જોઇ રહ્યો.



એ યુવતી જરાય બાલિશ નહોતી લાગતી. સંપૂર્ણ પરિપકવ, બુદ્ધિશાળી અને ઠરેલ લાગતી આ યુવતી પ્રશ્ન પૂછવા બાબતે એ પૂરી ગંભીર લાગતી હતી.



કોણ છે આ રોબર્ટ? જેને પરણવા જતી કોઇ યુવતી આવો સવાલ પૂછે? રોબર્ટ કોઇ સાઇકિયાટ્રિસ્ટ છે? કોઇ સમાજસુધારક છે?



ના, એ સાઇકિયાટ્રિસ્ટ નથી, સમાજસેવક કે સુધારક નથી. એ પાદરી છે. એ ઓગણચાલીસ વર્ષનો યુવાન છે. અમેરિકાની સુપ્રસિદ્ધ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એ ઊંચા પદ પર હતો, મોટો પગાર હતો. એના હાથમાં ઘણીબધી સત્તા હતી. ફાયનાન્સ અને એડમિનિસ્ટ્રેશન ખાતાનો એ ડીન હતો. ઊંચા સ્તર પરના નિર્ણયો એ લેતો હતો.



આવા રોબર્ટે પોતાના જીવનને લગતો એક બહુ મોટો નિર્ણય એણે લીધો હતો. પોતાના પદ, સત્તા અને સંપત્તિ છોડીને એ પાદરી બની ગયા હતા. સાદી, શાંત જિંદગી પસંદ કરી હતી.



આજે આખી માનવજાત ભૌતિક સુખસગવડો, ભોગ વિલાસ, સત્તા અને પ્રસિદ્ધિ પાછળ આંધળી દોટ મૂકે છે. ઘર, વતન, મા-બાપ, કુટુંબ છોડીને જ્યાં તક મળે ત્યાં દોડી જાય છે, ત્યારે આ રોબર્ટ એને મળેલું બધું ફગાવીને વિરુદ્ધ દિશામાં કેમ દોડ્યો?



એણે યુવાન પેઢીને નશામાં ખુવાર થતી જોઇ, મારામારી અને ગેંગવોરમાં મરતી જોઇ અને થયું આ આપણી સભ્યતા? આ સંસ્કૃતિ? આ નવી પેઢી સુખ અને સમૃદ્ધિના રાજમાર્ગ પર જવાના બદલે વિનાશના પંથે વળી છે. વિજ્ઞાનની પ્રગતિ અને ભૌતિક સુખોએ એમના હૃદયના દીવાને જ બુઝાવી નાખ્યો છે. તેમનું ભવિષ્ય શું રહેશે?



રોબર્ટના હૈયામાં અપાર વેદના જાગી. એ તો પ્રખર બૌદ્ધિક હતો. માત્ર વિચાર કરીને બેસી રહે એવો નહોતો. આપણા દેશના મહાવીર અને બુદ્ધ ભરયુવાનીમાં જ રાજપાટ, મહેલ, વૈભવ છોડીને દુ:ખમાં સબડતી માનવજાત માટે નીકળી પડ્યા હતા કલ્યાણનો માર્ગ શોધવા. એ જ રીતે રોબર્ટે સુખચેનભરી જિંદગી ફગાવી દીધી.



પાદરી બન્યો પણ ચર્ચના શાંત, સલામત, એકાંત ખૂણામાં બેઠો નહીં. એણે તો બોસ્ટનના તોફાની વિસ્તારમાં પોતાની નિમણૂક માગી.



રોબર્ટ માને છે કે આ કિશોરો, યુવાનો કાયદાના ડરથી, જેલના બંધનથી કે પોલીસના દંડાથી સીધા રસ્તે ના ચાલે. એમનું હૃદયપરિવર્તન થાય તો જ તેઓ આ વિનાશકારી માર્ગથી પાછા વળે અને એ કામ સિદ્ધ થાય. સમભાવ, સ્નેહ અને સહાનુભૂતિથી વ્યકિતગત રીતે એમને મળો, એમના પ્રશ્નો સાંભળો અને હેતથી ઉકેલો તો જ એ હિંસામાંથી પાછા વળે.



આ પેઢીને સાંભળવા અને સમજવા માટે ખૂબ સમય જોઇએ. મન પર બીજા કામની ચિંતા રાખીને પાર્ટ-ટાઇમ સેવા ના થાય. આ યુવાનો માટે આપણે આપણી જિંદગી ભૂલી જવી જોઇએ. એક વાર આવો નિર્ધાર થયો કે રોબર્ટને પોતાનો માર્ગ સાફ દેખાયો. કોઇ પ્રલોભન એને અટકાવી શક્યું નહીં.



રોબર્ટે લોરા સાથે આ બધી વાત કરી અને લોરા એના લગ્ન કાયમ માટે મુલત્વી રાખી નન બની ગઇ. આપણે ત્યાં જૈન સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય અને સેવા માટે લોકો જીવન સમર્પણ કરે જ છે ને!

Sunday, October 18, 2009

પ્રાપ્તિએ કર્યું લક્ષ્મીપૂજન

Prashasti Mehta
Saturday, October 17, 2009 20:00 [IST]
ધનતેરસે લક્ષ્મીપૂજન કરવાનું પ્રાપ્તિનાં સાસુએ કહ્યું, ત્યારે એ ઘડી ભર માટે તો વિચારમાં પડી ગઇ. જયારે એનાં સાસુને પ્રાપ્તિએ કરેલા લક્ષ્મીપૂજનની જાણ થઇ ત્યારે એમણે એવું તો શું કહ્યું કે પ્રાપ્તિ અભિભૂત થઇ ગઇ?

prapti.jpgઆગળ અભ્યાસ માટે પ્રાપ્તિએ અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. એના ઘરથી યુનિવર્સિટી ઘણી દૂર. વળી, જોબનું સ્થળ એની વિરુદ્ધ દિશામાં. તેથી પ્રાપ્તિનાં સાસુ કહે, ‘યુનિવર્સિટીની નજીક ઘર લઇ લો.

નહીંતર આવવા-જવાનો વખત બગડશે, પ્રાપ્તિ થાકીને લોથ થઇ જશે.’ પ્રાપ્તિ તો નવાઇ જ પામી ગઇ. કોઇ પણ મુશ્કેલીમાં સાસુ કેટલો ઝડપથી અને પ્રેમથી માર્ગ કાઢે છે! સાસુએ જ ઘર શોધી કાઢયું અને બોલ્યા, ‘રવિવારે સામાન ગોઠવીને રહેવા જતાં રહો, પણ ઘડો કોણ મૂકશે?’

આપણા ત્યાં એવી પ્રથા છે કે નવું ઘર શરૂ કરતાં પહેલાં કુંવારિકા પાણીથી ભરેલો ઘડો મૂકે. કુંવારી કન્યાનો હાથ શુકનિયાળ ગણાય, પણ અહીં તો કન્યા છે જ નહીં! પ્રાપ્તિ બોલી, ‘મમ્મી, તમે ઘડો મૂકો. તમારા આશીર્વાદભર્યા હાથ જેવા શુકન બીજા એકે નહીં.’ સાસુ પ્રાપ્તિ પર વારી ગયાં. શુભાશિષ વરસાવતાં એમણે ઘડો મૂકયો. થોડા મહિના પછી દિવાળી આવી. ધનતેરસે સાસુનો ફોન આવ્યો, ‘પ્રાપ્તિ, આજે સાંજે લક્ષ્મીપૂજન કરજે.’

પ્રાપ્તિ મુંઝાઇ. કેવી રીતે કરવાનું લક્ષ્મીપૂજન? કારણ કે એ એવા કુટુંબમાંથી આવતી હતી કે જયાં કોઇ ધાર્મિક અનુષ્ઠાન કે વિધિવિધાન થતાં નહીં, શુકન-મુર્હૂત જોવાતાં નહીં. એના લગ્ન સમયે એના ઘરે નહોતું ગણેશ સ્થાપન કર્યું કે નહોતી ગ્રહશાંતિ કરી. હા, લગ્નનો વિધિ તો સામા પક્ષની ભાવનાનો ખ્યાલ રાખીને જ કર્યોહતો.

બાકી પરંપરાગત કોઇ ક્રિયા નહોતી કરી. પ્રાપ્તિનાં મમ્મી પપ્પા કહેતાં કે, ‘દરેક ઘડી શુભ છે, હૃદયમાં શુભ, મંગળ ભાવ રાખો, શુભ શુભ વિચારો તો બધું કલ્યાણ જ થાય.’

ભાવનાશીલ પ્રાપ્તિ સાસુની ભાવનાને માન આપવા ઇરછતી હતી. તેથી એણે પાંચેક ચલણી સિક્કા લીધા અને ટેબલ પર ગોઠવી બે હાથ જોડી ઈશ્વરસ્મરણ કર્યું. એણે માત્ર પોતાના કુટુંબનું જ નહીં, પણ સમસ્ત જગતનું શુભ મંગલ થાવ, લક્ષ્મીદેવી પ્રસન્ન થાવ એવી પ્રાર્થના કરી.

રાત્રે એનો પતિ જય ઘરે આવ્યો ત્યારે પ્રાપ્તિએ પોતે લક્ષ્મીપૂજન કેવી રીતે કર્યું એ વાત કરી. ત્યારે જય બોલ્યો, ‘તારે મમ્મીને પૂછવું હતું ને કે લક્ષ્મીપૂજન કેવી રીતે થાય? અથવા તો એમને જ કહેવું હતું. આપણા બદલે એમણે કરી નાખ્યું હોત.’

‘જય, પૂજન દરેક ઘરે થવું જોઇએ એટલે મેં કર્યું અને ધાર કે મેં મમ્મીને પૂછ્યું હોત કે લક્ષ્મીપૂજન કેવી રીતે કરવું? તો એ સાંભળીને ક્ષર્ણાધ માટેય એમને આંચકો લાગ્યો હોત કે આ તો કેવી નાસ્તિક છે, લક્ષ્મીપૂજનની રીત નથી જાણતી અને ખરેખર, હું નાસ્તિક નથી.

બાહ્ય વિધિમાં હું માનતી નથી એટલે મને એ રીત કહી હોત તોય પૂરી શ્રદ્ધાથી હું કરી શકી ન હોત એટલે મેં એમને પૂછ્યું નહીં અને ધનતેરસે લક્ષ્મીપૂજનનો મૂળ હેતુ તો લક્ષ્મીદેવીનું સ્મરણ કરીને આશીર્વાદ માગવાનો છે. એ તો મેં પૂરી આસ્થાથી કર્યું છે.’

જયે આવી સાચુકલી, નિખાલસ પત્ની પોતાને મળી એ માટે ઈશ્વરનો આભાર માન્યો. પ્રાપ્તિએ બીજા દિવસે સાસુને મળીને બધી વાત કરી, ત્યારે તેઓ બોલ્યા, ‘તારી વાત સાચી છે, બાહ્ય વિધિ તો હૃદયમાંથી ભાવ પ્રગટે એવું વાતાવરણ ઊભું કરવા માટે છે, પણ હૃદયમાંથી બાહ્ય વિધિ વગર આવો સાત્વિક ભાવ ઉદ્ભવતો હોય તો બીજી ક્રિયાઓની જરૂર નથી.’ પ્રાપ્તિએ આવી સમજદાર સાસુ માટે ગૌરવ અનુભવ્યું.

Wednesday, October 14, 2009

આપ સમાન બળ નહીં

Prashasti Mehta
Saturday, October 03, 2009 20:12 [IST]

અત્યાર સુધી કાલિન્દી દરેક માટે ઘસાઇ હતી, પણ જ્યારે એને જરૂર પડી ત્યારે એની પડખે કોઇ નહોતું. એ સમયે કાલિન્દીને ખ્યાલ આવ્યો કે દુનિયા કેવી છે!



( સપનાની કેડીએ )

રમણીય સંઘ્યા ખીલી છે, ત્યારે હડસન નદીના શાંત કિનારે બેઠેલી કાલિન્દીના અજંપા અને ઉદ્વેગનો પાર નથી. એક જ વાત એના મનને કોરી ખાય છે કે મારાં બધાં સગાં કેમ આવા નઘરોળ અને કૃતધ્ની?



કાલિન્દી અમેરિકન સિટિઝન આશુતોષને પરણીને અમેરિકા આવી. પછી થોડા સમયમાં જ એના ભાઇ નૈષધને સ્ટુડન્ટ વિઝા પર અહીં બોલાવી લીધો હતો. નૈષધને અભ્યાસ, જોબ, લગ્ન, બધા જ પ્રસંગે કાલિન્દીએ ગજા બહારનો ઉપરવટ જઇને સાથસહકાર આપ્યો હતો. કોઇ પણ આશા કે અપેક્ષા વગર કાલિન્દીએ પોતાના ભાઇને મદદ કરી હતી.



પોતાના એકના એક ભાઇનું જીવન સુખમય બને એ માટે કાલિન્દીએ પોતાના ઘણા લાભ જતા કર્યા હતા. એ ભાઇને ત્યાં કાલિન્દી પોતાની બાર વર્ષની દીકરી અમૃતાને માત્ર એક અઠવાડિયા માટે મૂકવા ગઇ, ત્યારે નૈષધે શરમ-સંકોચ વગર કહી દીધું, ‘મારું ઘર અનાથાશ્રમ નથી.’



‘ઓહ, હજી તો હું જીવું છું અને મારો માજણ્યો એકનો એક ભાઇ, મારી દીકરીને અનાથ કહે? ફટ રે, ધૂળ પડી તારા જીવનમાં, નૈષધ.’ કાલિન્દી મનોમન કકળી ઊઠી. એને અને એના પતિને જાપાન જવું પડે એવું હતું. જાપાન ગયેલો કાલિન્દીનો દિયર અચાનક બેભાન થઇ ગયો હતો, કોમામાં સરી પડ્યો હતો. ત્યાંથી એને ખસેડાય એવું ન હતું.



જાપાનની હોસ્પિટલમાં એને દાખલ કર્યો હતો. કાલિન્દી આવી અણધારી કટોકટીના વખતે પતિ સાથે ગયા વગર રહે? કંપની તરફથી વિઝા, ટિકિટ બધાની વ્યવસ્થા તત્કાળ થઇ ગઇ હતી. હવે અમૃતાને પોતાના ઘરમાં એકલી ન રખાય માટે અમૃતાને લઇને કાલિન્દી નૈષધના ઘરે કેટલા વિશ્વાસથી ગઇ હતી, પણ નગુણા ભાઇએ ચોખ્ખી ના કહી દીધી. એક પળ માટેય એને પોતાની બહેનની તકલીફનો ખ્યાલ ન આવ્યો.



કાલિન્દીને યાદ આવ્યું કે નૈષધ લગ્ન પછી શરૂઆતના છ મહિના પત્ની સાથે એના ઘરે જ રહ્યો હતો. આ દેશમાં દરેક કામ અને વસ્તુની કમિંત હોય છે. કોઇના ઘરે મફત ન રહેવાય, પરંતુ વહાલસોયી કાલિન્દીને પૈસાની ગણતરી કદી ફાવી જ નથી, ગમી જ નથી. પૈસા કરતાં હેતભાવ એના માટે વધારે મૂલ્યવાન છે.



જાતથી અને પૈસાથી ઘસારો વેઠવામાં એ કદી પાછી નથી પડી. સાસરી પક્ષેય આવું જ મીંડુ છે. રજાઓમાં એ પોતાની દીકરીને લઇને ક્યાંય પિકનિક, પ્રવાસે જાય તો દેરાણીના બે સંતાનો રૂચિર અને આયેશાને કાયમ લઇ જાય. મોંઘી મોંઘી રાઇડ્સમાં ફેરવે. પિક્ચર કે હોટલમાં જાય ત્યારેય બંનેને લઇ જ જાય. એ દેરાણી રહોડ આઇલેન્ડ ગઇ ત્યારે અમૃતાને નહોતી લઇ ગઇ.



કાલિન્દીના નણદોઇને લોવેલના દવાખાનામાં જોબ મળી, ત્યારે કાલિન્દીએ નણદોઇ, નણંદને આખું વર્ષ પોતાના ત્યાં રાખ્યા હતા. પણ નણંદના હૈયે આભારની કોઇ લાગણી ન હતી. આજ સુધી કાલિન્દી આવી બાબતોને ગૌણ ગણીને ખંખેરી નાખતી. એ કહેતી, ‘જેને જે સૂઝે એમ કરે. હું કોઇનું કામ કરું છું, કોઇની પાસે કરાવતી નથી. મારો હાથ ઉપર રહે છે.’ એ માનતી હતી કે કાકામામાના સંતાનો વારંવાર હળેમળે તો એમની વચ્ચે હેતભાવ બંધાય.



દુ:ખ-સુખમાં આપણાં સગા હોય તો સારુ લાગે. તેથી એ કોઇ સગાંની ટીકા ન કરતી, અવગુણ ન જોતી, પણ આજે એણે અમૃતાને કહ્યું, ‘દીકરી, સૌ સ્વાર્થના સગાં છે, માટે આપણે આપણી અંદર જ તાકાત ઊભી કરવાની. આપ સમાન બળ નહીં. કોઇની પાસેથી કંઇ અપેક્ષા નહીં રાખવાની.’

Monday, October 12, 2009

નિર્બંધ જિંદગીએ સર્જેલી હોનારત

Prashasti Mehta
Monday, October 12, 2009 19:17 [IST]
maheta.jpgછૂટ છે, આ વિકસતિ, સમૃદ્ધ અમેરિકામાં છોકરા-છોકરીને મન મૂકીને હળવા-મળવાની સંપૂર્ણ છૂટ છે. સદાચારના નામે કોઇ પ્રતિબંધ નથી. દીકરી તેર વર્ષની થાય એટલે એના મનપસંદ પાત્ર સાથે એક રાત શું, રાતોની રાતો સ્વેચ્છાએ પસાર કરી શકે છે.

મા-બાપ જો એને રોકે કે ટોકે તો મા-બાપ વિરુદ્ધ ફરિયાદ કરીને એમને આરોપીના પિંજરામાં ખડા કરી શકે છે. વ્યકિતગત સ્વાતંત્ર્યના નામે સંતાનો પોતાના પરંપરાગત સંસ્કાર ભૂલી જાય છે.

આવું જ બન્યું એષા સાથે. ૧૪ વર્ષની એષા ત્રણ વર્ષ પહેલાં એના મા-બાપ અને ભાઇ સાથે કાયમ માટે અમેરિકા વસવા આવી છે. ત્રણ વર્ષના વસવાટે એને અમેરિકન બનાવી દીધી. મા-બાપ કહે એમ નહીં, પણ પોતાનું મન કહે એમ કરતી એ થઇ ગઇ છે. કાચી ઉમર અને અમર્યાદ સ્વતંત્રતા. એષા બહેકી ગઇ. સાહસ અને રોમાન્સના નામે એ નવા અનુભવ કરવા ઉત્સુક રહેતી.

એષા ડીન નામના ૧૯ વર્ષના ઇટાલિયન છોકરાના પરિચયમાં આવી. મુગ્ધાવસ્થા અને વિજાતીય પાત્રનો સંગ, મધુર સ્પંદનો જાગ્યા હશે અને બેઉ બેડરૂમ સુધી ઢસડાઇ ગયા. હવે એષામાં ભારતીય સંયમ અને ચારિત્રના ખ્યાલ જાગી ઊઠયા, પણ એ છટકી શકી નહીં. ડીન માટે કદાચ એ વિજયની ઘડી હશે, પણ એષાનું તો બધું હણાઇ ગયું. ડીને એષાનો ગભરાટ જોઇને ધમકી આપી, ‘હું કંઇ પણ કરી શકું છું. મારી વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારીશ તો તારા વિનાશ માટે તૈયાર રહેજે.’

એષા ઘરે ગઇ. એની મા દીકરીની હાલત જોઇ સમજી ગઇ. એણે પૂછ્યું તો એષા રડી પડતાં બોલી, ‘મારો કોઇ વાંક નથી, કોઇ વાંક નથી.’ મા એને ગાયનેકોલોજીસ્ટ પાસે લઇ ગઇ અને સારવાર લીધી. ડીન હવે મન ફાવે ત્યારે એષાને ફોન કરતો અને એષા ફફડી ઊઠતી. હવે એની કોઇ સલામતી ન હતી. એષાનાં મા-બાપે પોલીસમાં ફરિયાદ કરી.

કેસ ચાલ્યો. ડીન ગુનેગાર ઠર્યો, પણ જજે એને પ્રોબેશન પર છોડયો. જજ મનોચિકિત્સકના મંતવ્યમાં માને છે કે આવા ગુનેગારોને જેલમાં પૂરવા કરતાં છૂટથી હરવા-ફરવા દઇએ, તો એમના મનમાં પરિવર્તન આવે છે. આવેગ અને આવેશથી વર્તવાના બદલે એમનું મન સ્થિર અને દ્દઢ બને છે. સાચા-ખોટાનું વિવેકભાન જાગે છે અને તેઓ સારા નાગરિક બને છે.

એષાનાં મા-બાપ કકળતા હૈયે અને આંસુભર્યા અવાજે આજીજી કરતાં રહ્યાં કે ડીનને છૂટો ના મૂકો, પણ જજે એમનું સાંભળ્યું નહીં. કોર્ટના ઘણા જજ અને મનોચિકિત્સકો આવા પ્રયોગો કરે છે. એ જો કે સફળ નથી થતા અને કંઇકેટલીય મુગ્ધાઓ, કિશોરીઓ, બાલિકાઓ પાયમાલ થઇ જાય છે. છતાં પ્રયોગો બંધ નથી થયા.

એષાએ એક વાર મોલમાં આખલાની જેમ છૂટથી ફરતા ડીનને જોયો અને જાણે એનો શ્વાસ જ થંભી ગયો. મહામહેનતે એની મા એને ઘરે લઇ ગઇ. એષા ભણવામાં પાછળ પડી ગઇ છે. મુકત પંખીની જેમ નાચતી, ગાતી, કૂદતી એષા સાવ કરમાઇ ગઇ છે. એ ઘરમાં એકલી રહી શકતી નથી. સતત ફફડયા કરે છે.

સ્કૂલવાળા કહે છે, ‘એષાને મનોચિકિત્સક પાસે લઇ જાઓ. એના મનને મજબૂત કરવામાં મનોચિકિત્સક એને સહાય કરશે. એષાએ આ આખો બનાવ ભૂલી જવો જોઇએ.’ સ્કૂલવાળાની વર્તણૂક એવી છે કે એષા અને એનાં મા-બાપની નૈતિક હિંમત મરી ગઇ છે. એષા પોતાના જાતને ગુનેગાર માનવા માંડી છે, આપઘાત કરવાની એની મનોવૃત્તિ જોર પકડતી જાય છે

Monday, September 28, 2009


આ નવી પેઢી નસીબદાર છે

Prashasti Mehta
Monday, September 28, 2009 19:21 [IST]
Bookmark and Share

આદર્શ દીકરો અને ભાઇ બની રહેવાની લાલસામાં પત્ની અને પુત્રને પોતાના પ્રેમથી વંચિત રાખનારા અરુણભાઇને આજે તેમનું મહત્વ સમજાયું, ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું...



( સપનાની કેડીએ )



એંશી વર્ષના અરુણદાદા કહે છે, ‘અમેરિકા તો ખરેખર સ્વર્ગ છે. અહીં યુવાન દંપતી એકબીજા સાથે કેવું તાદાત્મ્ય અનુભવે છે? અને એમનાં સંતાનો સાથે એમના જેવડા જ થઇને કેવી સાહજિકતાથી નાચે છે, ગાય છે. હું તો વિસ્મય પામી જાઉ છું. મને ખૂબ આનંદ થાય છે, સાથે સાથે ઉદાસી પણ અનુભવું છું.



હું મારી પત્ની સાથે આવી મોકળાશથી, મિત્રભાવે જીવ્યો નથી. મારા સંતાનો સાથે રમ્યો નથી. અમારી પેઢી તો સ્વાભાવિકપણે, પોતાના મનથી જાણે જીવી જ નથી. અમે વડીલોની મર્યાદા અને સામાજિક વ્યવહારોમાં એવા બંધાયેલા રહ્યા કે અમારું જીવન, અમારી ઇચ્છા મુજબ જીવી શકાય એવો વિચાર પણ કદી આવતો નહીં. આદર્શ અને સંસ્કારના નામે, રિવાજ અને સભ્યતાના નામે, હૃદયમાં ઊઠતી સંવેદનાઓને બળજબરીથી ભીતરમાં દાટી દેતા. પોતાની જાતનો વિચાર કરવો એ તો જાણે અમારાથી ઘોર અપરાધ થઇ ગયો હોય એમ અમે કુંડિત થઇ જતા.



હા, કુટુંબને પ્રાધાન્ય આપવાના કારણે અમારા કુટુંબ સુગ્રથિત રહ્યાં. મા-બાપની સેવા કરવા માટે અને આજ્ઞાકારી બની રહેવા માટે આદર્શ દીકરાનું માન મળ્યું. તેથી મારે માટે હું ત્યારે ગૌરવ લેતો હતો, પણ આજે થાય છે કે મારી જિંદગી તો હું જીવ્યો જ નથી. યૌવનસહજ થનગનાટ મેં કદી અનુભવ્યો જ નહોતો.



અરે! મારી પત્નીને એના નામથી ‘શારદા’ કહીને બોલાવી નથી. એ બિચારી કદી મન ખોલીને મારી સાથે વાત કરી શકી નથી. એના માગ્યા વગર મેં કદી એને કોઇ વસ્તુ હોંશપૂર્વક ભેટ નથી આપી. રજાના દિવસે પિકનિક કે પિક્ચર હોય જ નહીં, ત્યારે તો માતા-પિતાને દર્શન કરાવવા લઇ જવાનાં હોય. કાં તો સામાજિક વ્યવહારમાં કોઇ સંબંધીના ઘરે જવાનું હોય.



એ વખતે પત્ની કરતાં અમારા લિસ્ટમાં કાકા, મામા, ફોઇ, માસી હંમેશાં આગળ, ટોપ પર રહેતાં. પત્ની ક્યારેક ડરતાં ડરતાં ફરિયાદ કરે તો હું શિખામણ આપતો કે મા-બાપની સેવા કરો તો સુખી થશો. હું મારાં ભાઇ-બહેન માટે ખર્ચા કરું ને પત્ની કંઇ કહે તો એને હું કહેતો, ‘ઉદાર બનો.’ કુટુંબ તરફ ફરજ બજાવવામાં હું એટલો અતિરેક કરતો કે પત્નીને ભયંકર અન્યાય કરી બેસતો.



આજે થાય છે કે હું આદર્શ દીકરો, આદર્શ ભાઇ બની શકયો, પણ પતિ તરીકે? પિતા તરીકે? શૂન્ય. આજે મને મારી એ ભૂલ સંતાપ આપે છે. પત્ની તો હયાત નથી કે બે હાથ જોડી એની માફી માગું, પણ દીકરાનેય મે તો લાડ નથી કર્યા. અત્યારે એને જોઉ છું તો એને છાતીસરસો ચાંપીને વહાલ કરવાનું મન થાય છે.



‘તો કરો ને વહાલ, એ ખુશ થશે.’ ‘અરે, એ મને ગાંડો જ સમજે છે. તમને ખબર છે એ મારી સાથે ખપપૂરતી જ વાત કરે છે. હા, મારી તબિયતની કાળજી રાખે છે. મારી બધી સગવડ સાચવે છે, પણ જાણે અમારી વચ્ચે એક અજાણ્યું વણદેખ્યું અંતર છે. હું એના જીવનનો એક ભાગ નથી, પણ જવાબદારી છું, જે એ આદરમાનથી નિભાવે છે. જો કે આવી ફરિયાદ હું ના કરી શકું કારણ કે એમાં વાંક મારો જ છે.



નાનપણમાં એ મારી પાસેથી કોઇ લાડ પામ્યો નથી. ક્યારેક જો એ તોફાન કરે તો એની મા કહેતી, તારા બાપા આવશે તો તને બરાબર ધોઇ નાખશે અને મારો દીકરો ડરનો માર્યોએક ખૂણામાં ભણવા બેસી જતો. હું પણ એવો મૂઢ હતો કે મેં ક્યારેય દીકરાના મનમાંથી ડર દૂર કરવા કદી પ્રયત્ન નથી કર્યો.



ત્યારે પતિ-પત્નીના અદ્વૈત કે સંતાન સાથેના આવા મુક્ત મૈત્રીસંબંધનો મને ખ્યાલ જ નહોતો. હું આવા મધુર સુખથી વંચિત જ રહ્યો છું. એટલે તો મારા દીકરાને કહું છું, ‘બેટા, જિંદગી માણો.’ મા-બાપને સાચવજો એ વાત સાચી પણ તેમની સાથોસાથ પત્ની અને બાળકોને પણ સાચવો. નહીંતર ભવિષ્યમાં મારી જેમ પસ્તાશો.’

Thursday, September 10, 2009

એક સેકન્ડ અને સોનાનો સંસાર નષ્ટ
Prashasti Mehta
Wednesday, September 09, 2009 20:15 [IST]
family-dispute.jpgપ્રેમલગ્નથી જોડાયેલાં, ઉચ્ચ ડિગ્રીધારી સુધીર અને પૂર્ણિમા ઉજજવળ ભવિષ્યનાં સ્વપ્ના સાકાર કરવા અમેરિકામાં વસ્યાં હતાં. ત્યાં એમના દીકરા શ્રીરાજનો જન્મ થયો અને દીકરાના સંપૂર્ણ વિકાસ પર પૂરું ઘ્યાન અને એને પૂરતો સમય આપી શકાય એ માટે પૂર્ણિમાએ ઊચા પગારની જોબ છોડી દીધી. પૂર્ણિમા શ્રીરાજને લઇને પાર્ક અને બીચ પર ફરવા જતી. ત્યાં એને જેમ્સનો પરિચય થયો. જેમ્સ ઉત્સાહથી થનગનતો, આનંદી, સૌમ્ય પુરુષ હતો.

એમનો પરિચય મિત્રતામાં પરિણમ્યો. ગાઢ, નિર્મળ મિત્રતા. સુધીરને પત્નીની આ મૈત્રી ખાસ રુચિ નહીં. અવારનવાર એમની વચ્ચે ઝગડા થવા માંડયા. એક વાર ઉશ્કેરાટમાં આવીને સુધીરે પોતાનાં સાનભાન ગુમાવીને પૂર્ણિમાને શૂટ કરી નાખી. બીજી જ ક્ષણે પોતે શું કર્યું, એનું એને ભાન થયું. પસ્તાવાથી એ ધેરાઇ ગયો. એણે પોલીસને ફોન કર્યો. પોતે તો હવે જેલમાં જશે પણ શ્રીરાજનું શું? એના અફસોસનો પાર નથી.

સુધીરે એની બહેન તન્વીને ફોન કર્યો. પોલીસ સુધીરને પકડીને લઇ જતી હતી ત્યારે તન્વી આવી પહોંચી. સુધીરે કહ્યું, ‘બહેન આજથી એ તારો.’ આટલું કહેતાં કહેતાં એનું ગળું રુંધાઇ ગયું, આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એનું સોનેરી સ્વપ્નું, એનો સોનાનો સંસાર એના હાથે જ નષ્ટ થઇ ગયો હતો. ક્રોધના આવેશમાં નહીં ધારેલી ટ્રેજડી બની ગઇ. તન્વી ભાઇના દીકરાને હૈયાસરસો ચાંપી ધેર આવી. તન્વીનો પતિ ઉમેશ કહે, ‘આને ઘરે લાવી એના કરતાં પોલીસને સોંપી દેવો હતો.’

‘હું હોઉ અને મારા હાથે જ મારા પિતાના ઘરના ચિરાગને પોલીસના હવાલે કરું?’ પૂર્ણિમા હેબતાઇ ગઇ હતી, પણ એનું મગજ બરાબર વિચારી શકતું હતું. ભાઇએ તો સાનભાન ભૂલીને એક સેકન્ડમાં પોતાની જિંદગીને પાયમાલ કરી નાખી હતી, પણ કર્તવ્યનિષ્ઠ અને પ્રેમાળ તન્વી પોતાની ફરજ શી રીતે ભૂલી શકે? એણે પતિને કહ્યું, ‘હું જાણું છું, હું અને તું બંને જોબ કરીએ છીએ. મને આપણી દીકરી અંગના માટે સમય કાઢવામાં મુશ્કેલી પડે છે, ત્યાં આની જવાબદારી કેવી રીતે ઉઠાવીશ? એ વિચાર મને પણ આવ્યો, પરંતુ અંગનાની સાથે સાથે શ્રીરાજ ઉછરી જશે.’

‘પણ શ્રીરાજનું બેકગ્રાઉન્ડ? એનો બાપ, તારો ભાઇ એક ખૂની. એની માનુ ખૂન થતું એણે એની નજરે જોયું છે. એના પપ્પા જે આટલું ભણેલો, પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ પામેલો એ ખૂની? સમાજ એને કઇ નજરે જોશે? કાલે પેપરમાં એના બાપ વિશે લાંબી લાંબી સ્ટોરીઝ છપાશે, ટીવીમાં આ બધું આવશે. શ્રીરાજના સબકોન્સિયસ માઇન્ડ પર એની કેવી અસર પડશે? ખૂની બાપનો દીકરો પણ કોને ખબર કેવો પાકશે?’ ઉમેશ બોલ્યે જતો હતો.

‘પ્લીઝ ઉમેશ, બંધ કર તારી આ શંકા-કુશંકા, આ ડર અને ભય વ્યકત કરવાને બદલે કંઇક તો સારું વિચાર. સમતોલ દ્દષ્ટિથી તું આખો બનાવ જો. મારા ભાઇ કમભાગી, કોણ જાણે કઇ દુર્ભાગી પળે એના હાથે જ એની પ્રાણપ્રિય પત્ની હણાઇ ગઇ. મારી ભાભી શુદ્ધ ચારિત્રની હતી પણ એ સ્વભાવને સુધીર ના સમજી શકયો. બેઉના માથે જીદ અને હુંપદ સવાર થઇ ગયાં હતાં અને સાલસ સુધીર અજાણતાં જ ખૂની બની ગયો. એ હું ય જાણું છું અને તું પણ આ વાત સારી રીતે જાણે છે.

આપણે શ્રીરાજને એનો બાપ ગુનેગાર નથી એમ સમજાવવાનું હોય, એના હૃદય અને મન પરથી એ આખા બનાવની છાપ ભૂંસવાની હોય કે એને ઘૂંટવાની હોય? શું શ્રીરાજને એના નસીબ પર છોડી દેવાનો?’ આટલું કહ્યા પછી તન્વીએ બે ઘડી શ્વાસ લીધો અને પછી મક્કમ સ્વરે પોતાનો નિર્ણય ઉમેશને જણાવ્યો, ‘તને વાંધો હોય તો હું શ્રીરાજને લઇને અલગ રહીશ, ઉમેશ. હું મારી ફરજ નહીં ભૂલું.’ કહીને તન્વી શ્રીરાજને લઇને અલગ થઇ ગઇ. દીકરી અંગના મમ્મી-પપ્પા વચ્ચે ઝૂલ્યા કરે છે.

Tuesday, September 1, 2009

મળી ગયું જીવનગીત

Prashasti Mehta
Tuesday, September 01, 2009 13:54 [IST]
સારા પગાર અને ઉચ્ચ હોદાની નોકરી છોડીને પણ ડોરીસ ખુશ હતી કેમ કે એની આગવી દુનિયામા જીવવા માટે એણે આ નિર્ણય લીધો હતો. નિજાનંદમાં મસ્ત રહેવા એ આટલી નિર્મોહી બની શકી હતી

mehta.jpgડોરીસ એક નાનકડા એપાર્ટમેન્ટમાં એકલી રહે છે. મેં પૂછ્યું, ‘એકલા જીવવાનો તને કંટાળો નથી આવતો?’ ‘એકલા જીવવાનું મેં પોતે જ પસંદ કર્યું છે. પછી કંટાળો શું કામ આવે?’ હસીને ડોરીસે જવાબ આપ્યો અને આગળ ઉમેર્યું, ‘વળી, હું કદી એકલી નથી હોતી. હું કાયમ મારી જાત સાથે વાત કરતી જ હોઉ છું.

મારા માટે આ નજરે દેખાય છે એ દુનિયા નહીં, પણ મારા મનમાં મેં રચેલી મારી દુનિયા સાચી દુનિયા છે. મને આ ઝાકઝમાળભર્યું, દોડધામભર્યું જીવન કદી ગમ્યું નથી. જો કે મને શું ગમે છે એ શોધી કાઢતાં વર્ષોવીતી ગયાં છે.’‘એવું કેમ?’ મેં નવાઇ પામતાં પૂછ્યું.

‘મારા ડેડી સામાન્ય કારીગર અને સાવ થોડું ભણેલા અને મારી મોમ એક વકીલની લાડકવાયી દીકરી. સુખસગવડમાં ઉછરેલી, એને એના પપ્પાની ધનદોલતનું બહુ ગુમાન. એ મને સતત ટોકયા કરે કે તું સામાન્ય રહેવા નથી જન્મી. તારે કરિયર બનાવવાની છે, ખૂબ કમાવાનું છે.

હું સારું ભણી, પાંચ આંકડાના પગારની મને જોબ મળી, પણ મોમને તો કોઇ જાતનો હરખ જ નહીં. એ તો મને અને ડેડીને તુરછ ગણે અને નિસાસા નાખે. આવા કલહકંકાસમાં એક દિવસ અચાનક મારા ડેડનું હાર્ટફેઇલ થઇ ગયું અને મોમ પણ બળાપામાં મૃત્યુ પામી. હુંય બેચેન બની ગઇ.

મને ના જોબ કરવી ગમે, ના જીવવું ગમે. હું સાઇકિયાટ્રિસ્ટ પાસે ગઇ. ત્રણેક વર્ષ મેં એમની દવા કરી પણ મને જીવવામાં રસ જ ના જાગ્યો. એ દરમિયાન હું જીવનલક્ષી સાહિત્ય વાંચતી હતી અને ત્યારે મને એક વાત સમજાઇ. મારે કોઇ મનોચિકિત્સક, દવા કે ગુરુની જરૂર નથી.

મારે કઇ રીતે જીવવું એ મારે નક્કી કરવાનું છે. મારા જીવનમાં વ્યાપેલા આ અંધકારને દૂર કરવા માટે મારે ભીતરમાં ડોકિયું કરવું જોઇએ અને અંદરથી મને સંભળાવા માંડયું કે મારી મોમે મારા માટે જે કરિયરની કેડી કંડારી છે એ મારા અંત:કરણને મંજૂર નથી. મારે કંઇ બનવું નથી, બહારથી કંઇ મેળવવું નથી. આજ સુધી મારી મોમને સંતોષ આપવા હું મથી પણ હવે એ હયાત નથી.

હું મુકત છું.મારું જીવનગીત મને મળી ગયું છે. મેં સારા પગારની પ્રતિષ્ઠિત જોબ છોડી દીધી. મોટું ઘર અને મોંઘું ફર્નિચર વેચી નાખ્યું. આ એપાર્ટમેન્ટ લીધો અને હવે અઠવાડિયામાં કેટલાક કલાક મન થાય ત્યારે કામ કરી લઉ છું અને જરૂર પૂરતું કમાઇ લઉ છું. બાકીનો વખત વાંચુ, ચિત્રો દોરું, સંગીત સાંભળું, કુદરતનું સાનિઘ્ય માણું છું.’

‘આવો નિર્ણય લેતા પહેલા મનોમંથન અનુભવ્યું હતું?’ મેં સીધેસીધું પૂછી લીધું. અમેરિકામાં એટલું ખરું કે લોકો નિખાલસ હોય છે. કશુંય છુપાવ્યા વગર મનના ઊડાણની વાત ખુલ્લા દિલે કરતા હોય છે. ડોરીસે જવાબ આપ્યો, ‘મને મારો માર્ગ મળી ગયો પછી મનોમંથન શાનું? મનને સંતોષ થાય, મન પ્રસન્ન રહે તે રીતે જીવું એમાં બીજાને શું?’

મેં બીજો પ્રશ્ન કર્યો, ‘તું ઊચા પદ પર હતી ત્યારે જેમની સાથે સંબંધો હતા, જે મિત્રો હતા એ આજે છે?’‘સપાટી પરના સંબંધો સરકી ગયા છે. જે કોઇક રહ્યા છે, એનુંય મને વળગણ નથી. હું તો નિજાનંદમાં મસ્ત રહું છું.’ એણે કહ્યું. આપણનેય ડોરીસ જેવું જીવન ગમે પણ એવું સ્વાભાવિકતાથી જીવવાની, એની જેમ બધું છોડવાની આપણામાં હિંમત છે? એના જેવી સરળતા, નિર્મોહીપણું આપણામાં છે?

ભારતીય સંસ્કાર કદી મરે નહીં

Prashasti Mehta
Monday, August 31, 2009 21:37 [IST]
indian.jpgસુહાબહેન જાણતા હતાં કે એમના પતિ સતીશભાઇ નિર્દોષ છે, તદ્દન નિર્દોષ, પણ એમના પર ગંભીર પ્રકારનો આરોપ મૂકાયો છે- એ આરોપને સાચો ઠેરવતી જુબાની પણ સાક્ષીઓએ કોર્ટમાં આપી છે. જયુરીએ એમને દોષી ઠેરવ્યા છે અને જજસાહેબે સજા ફરમાવી કે અમેરિકા છોડીને તત્કાળ ચાલ્યા જાય.

કેટકેટલા આશા અને અરમાન સાથે સતીશભાઇ અને સુહાબહેન એમની ચાર દીકરીઓ સાથે અમેરિકા આવ્યા હતા. મનમાં આશા હતી કે દીકરીઓ સારું ભણશે અને એમને અમેરિકાની સિટિઝનશિપના હિસાબે સારા વર મળશે અને જિંદગી સુખી થઇ જશે. અમેરિકા આવ્યા પછી દીકરા શાનનો જન્મ થયો હતો. સુહાબહેન કહેતા, ‘અમેરિકા તો અમારા માટે તીર્થભૂમિ છે. અમારા બધા અરમાન પૂરા થયા.’ ખૂબ સુખમાં દિવસો, વર્ષોપસાર થતા હતા.

ત્યાં એમના હરીફે દુશ્મનાવટમાં એક કાવતરામાં સતીશભાઇને ફસાવી દીધા. તરત ધરપકડ થઇ, પેપરમાં અહેવાલ આવ્યો અને બદનામી થઇ, સજા થતાં દેશ છોડવાની વેળા આવી. ઇન્ડિયામાં પણ એમની બદનામીનો વાતો પહોંચી ગઇ હતી. હવે શું મોં લઇને ઇન્ડિયા જવાનું? પણ અમેરિકા તો છોડવું જ પડશે. દીકરીઓ બોલી, ‘તમે જાવ, અમે તો અહીં જ રહીશું અને અમારી જિંદગી બનાવીશું.’

સુહાબહેને પૂછ્યું, ‘તમે એકલી રહેશો?’ ‘અમે કયાં એકલી છીએ? ચાર બહેનો છીએ અને નાનો ભાઇલો શાન છે. અહીં અમે સુરક્ષિત અને સલામત છીએ. અમે જોબ કરીશું અને તમને ડોલર મોકલીશું.’ મોટી દીકરી વીસ વર્ષની હતી. પછી અઢાર, સોળ અને ચૌદ વર્ષની અને શાન દસ વર્ષનો હતો. સુહાબહેન મૂંઝાઇ ગયાં. સંતાનોને પારકા દેશમાં મૂકીને જતાં જીવ ચાલે નહીં અને સતીશભાઇને પણ આવી શરમજનક પરિસ્થિતિમાં ઇન્ડિયા એકલા મોકલાય નહીં. ત્યાંય એમનું ઘ્યાન કોણ રાખે? દુ:ખમાં સૌ સ્વજનો, સગાં દૂર ભાગે.

સુહાબહેને દીકરીઓને સમજાવી, પણ દીકરીઓ બોલી, ‘અમે અમારું હિત જોઇએ કે તમારું? અમારી જિંદગી અહીં બનશે.’ સુહાબહેનને થયું દીકરીઓ પાકી અમેરિકન થઇ ગઇ છે. સ્વાર્થી, સ્વકેન્દ્રી, તેમને માબાપની કંઇ ફિકર નથી. કુટુંબ પર કેવી મોટી આફત આવી છે, એનો વિચાર જ નથી કરતી. સતીશભાઇ બોલ્યા, ‘આપણા કમભાગ્યનો કોઇ અંત નથી.

મને થાય છે હું ના હોઉ તો તમે બધાં શાંતિથી જીવી શકો. હું તમારી જિંદગીમાં મોટો અંતરાય છું. હું આપઘાત કરું, પછી તમારે કોઇ દ્વિધા નહીં રહે. પતિના શબ્દો સાંભળીને સુહાબહેન બોલ્યા, ‘આજ સુધી સુખમાં આપણે સૌ સાથે હતા. તમારી મહેનતના ફળ અમે ભોગવીઓ છીએ અને તમારા પર વિપત્તિ આવી તો હું ખસી જાઉ? ના, એવું ના બને. દીકરીઓ ભલે અહીં રહે. દીકરો પણ ભલે રહેતો. આપણે બે ઇન્ડિયા જઇશું.’

‘ના, અહીંનો સમાજ તો આપણે જોઇ લીધો ને? સંતાનોને એકલાં ના મૂકાય. મા તરીકે તારી ફરજ છે, તું અહીં રહે અને મને સૂઝે એ માર્ગે મને જવા દે. એમાં જ આપણા બધાનું હિત છે.’ સૂઝતો માર્ગ એટલે આપઘાત એ સુહાબહેન સમજી ગયાં.

એ રડવા માંડયાં. મોટી દીકરીથી માનું કલ્પાંત ના જોવાતાં એ બોલી, ‘મમ્મી તું અહીં રહેજે હું પપ્પા સાથે ઇન્ડિયા જઇશ. તું અમારી જરાય ચિંતા ના કરતી.’ મોટી દીકરી એના પપ્પાને લઇને ઇન્ડિયા આવી. સુહાબહેન બાકીના સંતાનો સાથે અમેરિકામાં છે. મોટી દીકરી પર અનેક જવાબદારી છે, પણ એ બધાંને હિંમત આપે છે.

Tuesday, August 18, 2009

જીવનના અંતે તો સમાજને કંઇક આપી જાઉ

જીવનના અંતે તો સમાજને કંઇક આપી જાઉ

Prashasti Mehta
Tuesday, August 18, 2009 22:13 [IST]
Bookmark and Share
mehta.jpgપ્રબુદ્ધભાઇએ બોસ્ટન ગ્લોબમાં કિલનિકલ રિસર્ચ નામની એક જાહેરખબર જોઇ. એ કંપનીને એમણે બનાવેલી દવાની ગુણવત્તા પારખવા એક તંદુરસ્ત માણસ કે જે બીજી કોઇ દવા ના લેતો હોય એની જરૂર હતી. આ પ્રયોગ, પરીક્ષણ માટે તેઓ દસ હજાર ડોલર એ માણસને આપવાની હતી, પણ એ માણસે એ કંપનીના નર્સિંગ હોમમાં દાખલ થવું પડે અને રાત દિવસ એમના ફાર્માસસ્ટિની નજર હેઠળ રહેવું પડે.

પ્રબુદ્ધભાઇએ ‘બોડી હંર્ટસ’ નામના પુસ્તકમાં વાંચ્યું હતું કે દવાની કંપનીઓ એમની નવી શોધાયેલી દવાના પ્રયોગ માટે ગરીબ લોકોનું શરીર ભાડે લે છે. આવી દવાઓની અસર સ્વાસ્થ્ય માટે જોખમરૂપ પણ નીવડી શકે અને કયારેક જીવલેણ પણ પૂરવાર થાય છે. થોડાક ડોલર માટે થઇને માણસનું અમૂલ્ય જીવન નષ્ટ થઇ જાય છે.

આ બધું જાણતા હતા છતાં પ્રબુદ્ધભાઇને પોતાનું શરીર પ્રયોગ માટે ધરી દેવાનું મન થયું. પ્રબુદ્ધભાઇ ઢળતી અવસ્થાએ અમેરિકા સેટલ થવા આવ્યા હતા. એમના જીવનની બધી જવાબદારીઓ પૂરી થઇ ગઇ હતી. એમની કોઇ આશા, અભિલાષા વણસંતોષાયેલી નહોતી રહી.

તેઓ અમેરિકામાં લગભગ નિષ્ક્રિય, પ્રવૃત્તિહીન જીવન ગાળતા હતા. એમને થયું, હું મારું પેટ ભરવા સિવાય અત્યારે કોઇ ઉધમ કરતો નથી. હું કોઇ જવાબદારીનું વહન કરતો નથી, ભવિષ્યમાં પણ મારા માટે કોઇ પ્રોજેકટ નિર્માણ થયો નથી. સવારથી સાંજ છાપાં વાંચું છું અને ટીવી જોઉ છું.

જિંદગીમાં કદીય આવી નિષ્ક્રિયતામાં દિવસો પસાર નથી કર્યા, તેથી મન ઉદાસ થઇ જાય છે અને અત્યારે મારી સામે આ એક કામ આવ્યું છે તો શું કામ એ હું હાથ પર ના લઉ?’ પ્રબુદ્ધભાઇ એમના દીકરા સાથે રહેતા હતા. એમણે દીકરાને આ અંગે વાત કરી તો દીકરાએ ઘસીને ના પાડી અને કહ્યું, ‘પપ્પા, તમે ડોલર માટે તમારી જાત દાવ પર લગાવો છો.’

‘બેટા, મને ડોલરનો કોઇ મોહ નથી, પણ મારી દ્દષ્ટિએ આ માનવતાનું કામ છે. હું તને કંઇ કામમાં આવતો નથી, તો દવાના પ્રયોગ માટે શું કામ હું મારું શરીર ના ધરી દઉ? કોઇકે તો પોતાનું શરીર ધરવું પડશે ને! તો નવી નવી દવાઓ શોધાશે અને માણસ રોગમુકત થશે.’‘પણ પપ્પા, આમાં તો તમારું જીવન જોખમમાં મૂકાઇ જાય. ના, હું તમને નહીં જવા દઉ.’

‘બેટા, કેટલાય વ્યવસાયો એવા હોય છે જેમાં જીવનું જોખમ હોય જ છે. પોલીસ, પાઇલટ, નેવીમાં કેપ્ટન, લશ્કરનો જવાન બધા જયારે એમના ખાતામાં જોડાય છે ત્યારે એમને ખબર હોય છે કે ગમે ત્યારે મોત સામે આવીને ઊભું થઇ જવાનું છે, તોય એ ડરતા નથી. એ તો યુવાન હોય છે, આખી જિંદગી એમની સામે પડી હોય છે, સંસાર પણ ભોગવ્યો નથી હોતો.

જયારે મેં તો જિંદગી ભરપૂર માણી છે. હવે આ એક નવો અનુભવ લેવાનું મન થયું છે. દીકરા આજ સુધી હું મારા અને મારા કુટુંબ માટે જીવ્યો, પણ મેં સમાજને શું આપ્યું? આજે મને એક તક મળી છે સમાજની ઉજજવળ, સલામત, નિરોગી આવતી કાલ માટે કંઇક કરવાની. તો મને સાહસ કરવા દે, કદાચ મારે જિંદગી ગુમાવવાની વેળા આવશે તો પણ પરમ સંતોષથી હું મરીશ.’

Sunday, August 16, 2009

તારું રક્ષણ તારે જ કરવાનું છે

તારું રક્ષણ તારે જ કરવાનું છે
Prashasti Mehta
[Photo]કોમ્પ્યૂટર એન્જિનિયર ધારીતા કંઇ કેટલાય રંગીન સ્વપ્ના અને અરમાન હૈયામાં ભરી ઋજુલ સાથે લગ્ન કરીને અમેરિકા આવી. સંયુકત કુટુંબ હતું, દરેક જણ જોબ કરે એટલે દરેકની જિંદગી દોડાદોડભરી હતી.

ધારીતાના મનમાં એક આદર્શ હતો, કે કુટુંબમાં દરેકની હું સ્નેહભરી ખૂબ કાળજી લઇશ, આદરમાનથી દરેકને સાચવીશ અને ઘરને સુખથી ભરી દઇશ. પણ આ શું? આ કુટુંબમાં કોઇને સ્નેહ કે આદરમાનનું તો મૂલ્ય નથી! એકબીજાની ઉપેક્ષા અને અવગણના કરવામાં જ દરેક જણ રાચે છે.

મહેણાં-ટોણાંથી વાતાવરણ ખદબદતું જ હોય. એમાં સૌથી વધારે ત્રાસ ભોગવે છે, ધારીતા. સ્વાર્થી અને ગુમાની સાસરિયાંના વાણી કે વર્તનમાં કયાંય મીઠાશનો અંશ નથી. ધારીતા જેમ જેમ નમ્રતા અને સમતા દાખવે છે તેમ તેમ એનું વધારે શોષણ થાય.

ધારીતા હેબતાઇ ગઇ. ‘આ શું? એકવીસમી સદીના બદલે હું ચૌદમી સદીમાં તો નથી આવી ગઇ ને, જયાં સ્ત્રી અને પશુ મારઝૂડ માટે સમાન પાત્ર ગણાતા હતા.’ ધારીતા થથરી ઊઠી, ‘હું શું કરું? કોને કહું? મારી માને કહું તો એ તો રડવા જ માંડે અને પપ્પા ગુસ્સાથી બહાવરા બનીને બોલી ઊઠે, ‘દીકરી તું પાછી આવી જા.’ અને મારે મારો સંસાર ભાંગવો નથી.’

એને વિદાય કરતી વખતે એની મમ્મીએ કહ્યું હતું, ‘દીકરી, અમે તને ખૂબ લાડમાં ઉછેરી છે, તે જે માગ્યું એ બધું આપ્યું છે, પણ હવે કદાચ એવું નહીં થાય. તારે મન મારવું પડશે, કડવા ઘૂંટડા ભરવા પડશે, પણ એ માટે તું કોઇને દોષી ના માનીશ. કોઇના પ્રત્યે ગુસ્સો કે રોષ ના રાખીશ. તારા વાણી-વર્તનમાંથી વિવેક અને મર્યાદાની કદી બાદબાકી ના કરીશ.’

માની શિખામણ યાદ કરીને ધારીતા બધા પ્રકારનો દુર્વ્યવહાર ચૂપચાપ સહન કરતી. એનું આરોગ્ય કથળ્યું. એક વખત એના પપ્પાના મિત્ર મળવા આવ્યા. ધારીતાનો નિસ્તેજ ચહેરો અને દૂબળું શરીર જોઇ આઘાત પામ્યા. એ કાકાએ ખૂબ પૂછ્યું, ત્યારે ધારીતા બોલી, ‘કાકા, મને ફરિયાદ કરવી કે રોદણાં રડવા નથી ગમતાં, પણ મને કંઇ સમજાતું નથી. મારા જ્ઞાન, સંસ્કારની કંઇ કમિંત નથી.’ ‘કમિંત નથી તો કમિંત કરાવતાં તને આવડવું જોઇએ.’ કાકા બોલ્યા.

‘એ શી રીતે? હું એમની સાથે ઝઘડો કરું? હું એવી નીચલી કક્ષાએ ઊતરી જાઉ?’ ‘ના દીકરી, પણ તને બુદ્ધ ભગવાનવાળી પેલી વાત ખબર છે ને? ચંડકૌશિક નાગ નમ્ર બની ગયો, તો બધા એના પર પ્રહાર કરવા માંડયા.

એ લોહીલુહાણ થઇ મરવા પડયો, ત્યારે ભગવાને એને કહ્યું કે તું ડંખ ના મારે પણ ફૂંફાડો તો મારી શકે! ધારીતા, તારી સૌજન્યતા જેને ના સમજાય એને એની ભાષામાં સમજાવવા જેટલી કુનેહ, આવડત તારામાં જોઇએ, નહીં તો તું પાયમાલ થઇ જઇશ. માટે પ્રભાવશાળી બન.

Monday, August 10, 2009

મમ્મીના પ્રેમીને સાચવતી દીકરી

પિતાના પ્રેમથી વંચિત પુત્રીને જો માતાના પ્રેમી તરફથી એ ભાવ, લાગણી મળી રહે તો જીવનના ઉત્તરાર્ધમાં એમને સાચવવાની પોતાની પણ ફરજ બની રહે છે

mummy.jpgપોતાના ટૂંકા પગારમાંથી ડોલી પાંચસો ડોલર એના અંકલને ઇન્ડિયા મોકલે છે, અંકલ એટલે કોણ? એના કાકા? એના મામા? એના ફૂઆ કે માસા? ના, આ અંકલ એના સગા નથી. આ અંકલ તો છે એની મમ્મીના લવર.

ડોલી આ અંકલની દીકરી નથી. ડોલીના પપ્પા તો વર્ષો પહેલાં કેન્સરમાં મૃત્યુ પામ્યા હતા. ડોલી ત્યારે પાંચ વર્ષની અને એનો ભાઇ શ્રીરાજ બે વર્ષનો હતો. ત્યાર પછી એની મમ્મીને આ અંકલનો સથવારો મળેલો. અંકલનો સ્વભાવ ખૂબ પ્રેમાળ અને ઉષ્મા ભર્યો. એમણે ડોલીના મમ્મીને ખૂબ સાચવેલા. અત્યારે તો ડોલીની મમ્મી અવસાન પામી છે અને અંકલ પણ વૃદ્ધ થયા છે.

એ અમદાવાદના કોઇ ફલેટમાં એકાંકી જીવન ગાળે છે. ડોલી અમેરિકામાં વસી છે, પણ એ અંકલને આંતરેદિવસે કોલ કરે છે અને કહે છે કે તમે જરાય અગવડ ના ભોગવશો. આનંદથી રહેજો.

ડોલીએ અંકલને કાર લઇ આપી છે ને ડ્રાઇવર પણ રાખી આપ્યો છે. તત્વા અકળામણથી ડોલીને પૂછે છે, ‘તું અહીં તંગી ભોગવે છે અને અંકલ ત્યાં મોજથી રહે છે. એમને કયાં ખબર છે કે એમને ડોલર મોકલવા તું બબ્બે જોબ કરીને તૂટી મરે છે. તું કેટલી તકલીફ વેઠે છે.

અંકલ પોતે કેમ કોઇ કામ નથી કરતાં?’ ‘તત્વા, આ ઉમરે અંકલ શું કામ કરે? હું જાતે એમની સેવા નથી કરી શકતી, પણ શકય એટલા એમને ચિંતામુકત તો રાખી શકું.’ ‘તારું એમણે શું હિત જોયું છે? એ તમારા ઘરમાં તમારી સાથે રહેતા હતા તેથી સમાજમાં બદનામી થઇ એટલે તો તારા લગ્ન ન થયા. છતાં તું એમને કેમ આટલા સાચવે છે?’

‘કારણ કે એ મારી મમ્મીનો પ્રથમ પ્રેમ છે. મારી મમ્મી એમને પરણવા પ્રાણપણે ઝંખતી હતી, પણ મારા નાનાજી નહોતા ઇચ્છતા, તેથી આ અંકલે એમના પ્રેમના સોગંદ ખાઇને મારી મમ્મીને નાનાજીની ઇરછા મુજબ પરણવા કહ્યું હતું. મારો અને મારા ભાઇનો જન્મ થયો પછી મારા પપ્પાનું કેન્સરમાં મૃત્યુ થયું.

પપ્પાની સારવારમાં મમ્મીએ બધી બચત વાપરી નાખી હતી. ખાલી હાથે મમ્મી અમને લઇને નાનાજીના ઘરે પાછી આવી. આઘાતના લીધે નાનાજી અને એમની પાછળ નાનીમા પણ મૃત્યુ પામ્યા. મમ્મી સાવ નોધારી અને એકલવાયી થઇ ગઇ. ત્યારે આ અંકલે અમારું પોષણ કર્યું અને લાડથી સાચવ્યા હતા.’

‘તો તારી મમ્મી એમને પરણી કેમ ન ગઇ?’ ‘કારણ કે મારા નાનાજીએ એક વાર નામરજી બતાવી હતી, એ વાતને તેઓ વળગી રહ્યાં.’ ‘તો લગ્ન વગર તેઓ સંબંધ રાખતા હતા?’ ‘બેઉ તાદાત્મ્ય અનુભવતા હતા, પણ પતિ-પત્નીનો સંબંધ ન હતો.’ ‘છતાં તમારી કેટલી બદનામી થઇ. તેં શું સુખ ભોગવ્યું?’

‘મારી મમ્મી અને અંકલે શું સુખ ભોગવ્યું છે? સમાજે એમને અપમાનિત જ કર્યા છે.’ ‘તો ય એમને અન્યોન્યનો સાથ તો મળ્યો હતો ને! જયારે તું સાવ એકાકી, સાથીવિહીન.’ ‘તત્વા, હું એકાંકી નથી, મારો સાથી છે. મારો સાથી લોહીમાંસનું જીવતોજાગતો માણસ નથી, પણ મારી કલ્પનાનો રાજકુમાર છે. રાતદિવસ એની સાથે મારો સંવાદ ચાલતો જ હોય છે. તેથી મારું હૈયું ભર્યુંભર્યું છે.’

દીકરા, ઊગતા સૂર્ય તરફ મીટ માંડ

વિદેશ જતા સંતાનોનો ઉત્સાહ અને તેમને હસીને વિદાય કરતા માતાપિતાના મનમાં ધરબાયેલા દર્દની દાસ્તાન

old-couple.jpgમયંકભાઇનો દીકરો પ્રત્યૂષ પરદેશ સેટલ થવાનો છે એ સાંભળી એમના મિત્ર સુબંધુભાઇ બોલી ઊઠયા, ‘અહીં પ્રત્યૂષને શું ખોટ છે કે પરદેશ જાય છે?’‘ત્યાં એને વધારે સારો ચાન્સ મળે છે.’ મયંકભાઇ બોલ્યા. ‘અહીં વર્ષે ૨૫ લાખ તો એને મળે છે, ઉપરાંત બીજી સગવડો, આનાથી કયો મોટો ચાન્સ જોઇએ છે?’ ‘ચાન્સ એટલે માત્ર પૈસા નહીં પણ એને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવા મળે.

એનો વિકાસ થાય અને સાથે સાથે એને કઇંક નવું ‘શીખવાનું મળે.’ ‘શીખવાનું હતું એટલું તો શીખી લીધું છે એટલે તો આટલી ઊચી પોસ્ટ પર છે, હવે શું શીખવાનું બાકી છે?’ ‘સુબંધુભાઇ, શીખવાની પ્રક્રિયા આખી જિંદગી ચાલ્યા જ કરે છે, નવા નવા પડકારો ઊભા થાય ને એને પહોંચી વળવાની મજા કંઇ ઓર છે.’ મયંકભાઇ બોલ્યા. ‘અને તમે બે અહીં એકલા રહેશો?’ તુચ્છકારથી સુબંધુભાઇએ કહ્યું.

એટલામાં મયંકભાઇના પત્ની શોભનાબહેન બોલ્યાં, ‘સુબંધુભાઇ, તમે જે કહો છો એ તમારી અમારા માટેની લાગણી છે, પરંતુ આ બદલાતા સમયને સમજવો જોઇએ. આ સ્પર્ધાના સમયમાં જેની પાસે ટેલેન્ટ હોય એ આગળ વધવા ઇરછે, આ નવી પેઢી તો આકાશનીય પેલે પાર જવાના મનસુબા સેવે છે, આપણું આ આકાશ એને નાનું પડે છે, એ ઊચે ને ઊચે ઊડવા ચાહે છે તો આપણે એને સાથ અને સહકાર જ આપવાનો.’ ‘એ આકાશમાં ઊડે ને તમે અહીં એકલતામાં સબડયા કરશો? તમને એકલા મૂકીને જવાનો નિર્ણય શી રીતે કરી શકે?’ ‘એણે અમને પૂછ્યું હતું. અમને છોડીને જતાં અચકાતો હતો ત્યારે અમે કહ્યું હતું કે તું ખુશીથી જા. અમે બધું મેનેજ કરી શકીશું. ’

‘મન મનાવવાની વાતો ના કરો મયંક, તારી ઉમર સાઇઠ ઉપરની થઇ, નિરાંતે બેસવાના દિવસો છે ત્યારે દોડાદોડી કરશો?’ ‘જિંદગીના પ્રારંભે હતા એટલા જ આનંદ ઉત્સાહ અત્યારે છે. અમે લાઇબ્રેરી જઇએ છીએ, વાંચીએ છીએ, અમારા રસના પુસ્તકો ઘરમાં છે, ખુશ રહીએ છીએ. અંદરથી જાણે અમે સમૃદ્ધ છીએ. અમે રોજ કસરત કરીએ છીએ જેથી શરીર, મન નિરોગી રહે.’ શોભનાબહેન બોલ્યાં.

‘ભાભી, આ બધું તમારું શાણપણ અકબંધ રહે એવું હું ઇચ્છું, પણ દીકરો, વહુ ને એનાં છોકરાં ઘર છોડીને જશે ત્યારે રડવાનું શરૂ થઇ જશે.’ ‘સુબંધુભાઇ, અમે નહીં રડીએ. હા, આંખ જરૂર ભીની થશે. અમે રડીએ તો દીકરો વહુ ઢીલાં પડી જાય. દીકરો અપરાધભાવ અનુભવે. દીકરા તરીકે ફરજ બજાવવામાં પોતે ઉણો ઊતર્યોછે, આવા વિચારથી એનું મન કોચવાયા કરે તો એ સંપૂર્ણ મનથી ત્યાં રહી ના શકે, એકાગ્રતાથી એની જોબ ના કરી શકે.

આવું બધું શું કામ થવા દેવાનું? આપણે દીકરાનાં મા-બાપ છીએ. એ નાનો હતો ત્યારે એની નાનામાં નાની ખુશીનો આપણે ખ્યાલ રાખ્યો છે અને અત્યારે એ દુભાય એવું શું કામ કરવાનું? આપણે એની પ્રગતિના આડે કદી નહીં આવવાનું.’ નક્કી કરેલા દિવસે પ્રત્યૂષ એના કુટુંબ સાથે પરદેશ ગયો ત્યાર પછી મયંકભાઇ અને શોભનાબહેન થોડાક ઉદાસ તો થઇ જતાં પણ તરત તેઓ સભાનપણે ઉદાસીનતાને ભગાડી મૂકતાં, અને સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતાં.

પ્રત્યૂષ ફોન કરે ત્યારે કહેતો, ‘મમ્મી, પપ્પા હું તમને મીસ કરું છું. મને આ જુદાઇ બહુ કઠે છે. મને તમારી ચિંતા થાય છે.’ ‘ઓ બેટા એવા રોતલ નહીં થવાનું, તું નકારાત્કમક વિચાર કરીશ તો તારું મન નિર્બળ થઇ જશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તું ચમકે એનો આનંદ અમને બહુ છે.

તું તારી સિદ્ધિઓનું લિસ્ટ બનાવ તારે શું છોડવું પડ્યું છે એનું નહીં. તારી નજર તારા ભવિષ્ય તરફ હોવી જોઇએ. દીકરા, આપણે તો નસીબદાર છીએ, જોને ટેલિફોન તથા ઇન્ટરનેટથી આપણે એકબીજાનો સંપર્ક કરી શકીએ છીએ બેટા, આપણે બધાંએ એકલાં રહેતાં શીખવું જ જોઇએ. રોદણાં નહીં રડવાનાં પણ જિંદગીને શ્રેષ્ઠ રૂપરંગ આપવા પ્રયાસ કરવાનો.’

આપણા દીકરાને આપણે જ ઉછેરીશું

સંતાનને જન્મ આપ્યા પછી ઉછેરવા માટે બેબીસીટરને સોંપી દેનારા માતા-પિતા કયારેય એ કેમ નહીં વિચારતાં હોય કે સંતાનનું ચારિત્ર્યઘડતર એમનાથી વધારે સારી રીતે કોણ કરી શકે?

child.jpgઅચ્યુતાને દીકરો આવ્યો. રજાઓ પૂરી થતાં એને જોબ પર જવાનો દિવસ આવ્યો ત્યારે પ્રશ્ન ઊઠયો, ‘મારા દીકરાને કોની પાસે મૂકીને હું જોબ કરવા જઇશ?’અરયુતા જોબ છોડી દે તો નિરંતરના પગારથી ઘર તો ચાલે, બચત ના થાય. હજી તો કેટલાય સાધન-સુવિધાઓ ખરીદવાં છે તેથી જોબ તો કરવી જ પડે. એના મનમાં ભાંજગડ ચાલે છે કે બેબીસીટિંગમાં તો બરાબર કાળજી લેવાતી નથી. એને મેથ્યુનો કિસ્સો યાદ આવી ગયો.

ડોકટર દંપતીએ એમના દીકરા મેથ્યુને સાચવવા વૂડવર્ડ નામની છોકરીને રાખી હતી. એ છોકરીથી મેથ્યુ પડી ગયો અને એની ખોપરીને ઇજા થઇ. મેથ્યુ કોમામાં સરી પડયો. કેટલી ટ્રીટમેન્ટ આપી, પણ એ બરયો નહીં. આ કિસ્સો યાદ આવતાં અરયુતાએ નિરંતરને કહ્યું, ‘હું દીકરાને બેબીસીટર પાસે નહીં મૂકું.’

નિરંતરે કહ્યું, ‘તો દીકરાને ઇન્ડિયા મોકલી દઇશું? ‘ના, એ મારી નજર સમક્ષ જ રહેશે. એને ઉછેરવા બીજાને સોંપી દઉ તો મા બન્યાનો અર્થ શું?’ ‘તો તું જોબ છોડી દે.’ નિરંતરે કહ્યું. ‘ના, હું ત્રીજી પાળીમાં એટલે કે નાઇટ શિફટમાં જોબ કરીશ.

તું દિવસે જોબ કરવા જઇશ ત્યારે હું એને સાચવીશ અને હું જાઉ ત્યારે તારે સાચવવાનો.’ ‘અરયુતા, રાત્રે તો એ સૂઇ રહેશે એટલે મને ખાસ તકલીફ નહીં પડે, પણ તું રાત આખી જોબ કરે ને દિવસે એને સાચવવાની તકલીફ તું વેઠી શકીશ? સતત મહિનાઓ અને વરસો સુધી ચાલતી આ પ્રક્રિયા છે. જોબ પર તું પહેલા કલાકે તું જેટલી ફ્રેશ હોય એટલી છેલ્લા કલાક સુધી રહી શકીશ? આ અમેરિકા છે. છૂટા કરી દેશે. કામમાં શિથિલતા સહન નહીં કરે.’

‘તું ચિંતા ના કર, હું પહોંચી વળીશ.’ અરયુતાએ જવાબ આપ્યો અને ખરેખર એ દીકરાને સાચવતી અને જોબ પણ કરતી. એક વાર નિરંતરે અરયુતાને પૂછ્યું, ‘કયાંથી આવે છે તારામાં આટલી તાકાત?’ ‘મારી મમ્મી પાસેથી. એણે મને કે.જી.માં મૂકી જ નહોતી. એણે એક ડાયરી રાખી હતી, એમાં રોજનો મારો પ્રોગ્રેસ લખતી. નિરંતર, સંતાનને આપણે જન્મ આપીએ પણ એનું યોગ્ય ઘડતર કરીએ તો જ એ સમાજમાં એની જગ્યા કરી શકે.

ગમે તે તકલીફમાં એ ડરે નહીં, આત્મવિશ્વાસ ન ગુમાવે.’ નિરંતર બોલ્યો, ‘અરયુતા, તારી વાત સાચી છે, પણ હું તો વર્ષોવીતવા સાથે મોટો થઇ ગયો છું. ભણ્યો પણ એ રીતે જ.’ અરયુતા પ્રેમથી બોલી, ‘તારામાં વિવેકભાન હોવાથી તું કંઇક બની શકયો છે. ભણતર અને ટેક્નિકલ જ્ઞાન એ સ્કૂલ કોલેજમાંથી મેળવશે પણ ચારિત્ર્યઘડતર તો આપણા હાથે જ થવું જોઇએ.’ ‘ચોક્કસ, તું દીકરાને અને મનેય સાથે કેળવજે.’ નિરંતર ઉત્સાહથી બોલ્યો.

આધુનિક યુવતીની તાસીર

આધુનિક યુવતીની તાસીર
Bookmark and Share
Prashasti Mehta
Saturday, July 04, 2009 19:35 [IST]

sapna-ni-kedi.jpg
વૈદેહી અને પારિજાત બાલમંદિરથી ગ્રેજયુએશન સુધી સાથે ભણ્યાં. બંને કલાકો સુધી સાથે બેસીને ચર્ચા કરતાં. તેમના વિચારો અને આકાંક્ષા સમાન હતાં. બેઉને અન્યોન્યનો સંગ ગમતો. વૈદેહીને હતું કે પારિજાત એની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકશે, પણ પારિજાત તો કયારેય લગ્નની વાત ઉરચારતો નહીં.
આધુનિક વૈદેહીને થયું, ‘રૂઢિચુસ્ત યુવતીની જેમ પારિજાતના પ્રસ્તાવની રાહ જોઇને હું શું કામ બેસી રહું? એના સમક્ષ મારા હૃદય-મનની વાત કહેવામાં સંકોચ શાનો? અને એ પણ મારી જેમ જ વિચારતો હશે ને!’ આત્મવિશ્વાસથી ભરપૂર વૈદેહીએ સામેથી જયારે લગ્નની વાત છેડી,ત્યારે પળભર વિચારમાં પડી ગયા પછી પારિજાત બોલ્યો, ‘મારે મારા મમ્મી-પપ્પાને પૂછવું પડે.’
આ સાંભળીને વૈદેહીને એક આંચકો લાગ્યો. આજ સુધી મુકત મને સાથે વિચરતી વખતે મમ્મી-પપ્પાને પૂછવું ન પડયું અને નિર્ણય કરતી વખતે મમ્મી-પપ્પાને પૂછવાનું? એણે ગુસ્સાભર્યા સ્વરે પૂછ્યું, ‘પરણવાનું તારે અને નિર્ણય એ લોકો કરે? તું માત્ર એમના હાથનો ઢીંગલો છે? મૈત્રી બાંધતાં પહેલાં તેં એમને પૂછ્યું નહોતું? કેમ નહોતું પૂછ્યું?’
‘તું ગમે તે કહે પણ અમારા ઘર- કુટુંબમાં મહત્વના નિર્ણયો વડીલો જ લે એવી પ્રથા છે. લગ્ન જેવી બાબતમાં મારે એમની ઈચ્છાને આદેશ ગણીને અનુસરવાનું છે અને હું એ સાથે સંમત છું.’ પારિજાતે કહ્યું. ‘પણ આપણા આટલા વર્ષની ગાઢ પ્રેમભરી મૈત્રી, આપણે એકબીજાને કેટલાં સમજીએ છીએ, આપણે પતિ-પત્ની બનવા જ સર્જાયા છીએ. પારિજાત, તું એ વાતને શી રીતે અવગણી શકે?’
‘વૈદેહી, તારી લાગણી હું સમજી શકું છું. તેમ છતાં મારા ઘરમાં જે રૂઢિચુસ્ત વાતાવરણ છે એ પ્રમાણે જીવવા હું બંધાયેલો છું. હું નિખાલસતાથી કબૂલ કરું છું કે મારા જીવનમાં મારા મમ્મી-પપ્પાની ઈચ્છા જ સર્વોપરિ રહેશે. હું કયાંય કદી વિરોધ નહીં કરું. ’
વૈદેહી ગુસ્સાથી બોલી, ‘એટલે તારામાં વર્ષોથી ચાલી આવતી જડ પરંપરા તોડવાનું સાહસ નથી? તારો આટલો બૌદ્ધિક વિકાસ, તારું જ્ઞાન, તારી ભાવના બધું જ તું એળે જવા દઇશ? ઓ પારિજાત, તો પછી આજ સુધી તેં મારી સાથે જે ચર્ચાઓ કરી, સ્વપ્ના સેવ્યાં, તેનું શું?
તેં મારી લાગણીઓ સાથે રમત કેમ કરી? કેટલી બધી બાબતોમાં તું મારી સાથે ઐકય દર્શાવતો હતો, તે શું છલના હતી? પારિજાત, તેં મને છેતરી છે, તે સાથે તું તારી જાતને પણ કદાચ છેતરી રહ્યો છે. પારિજાત, તું તારી જાતને, તારી લાગણીઓને કદાચ સમજી શકયો નથી અથવા તો સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની હામ તારામાં નથી. તારા જીવનનું હિત અને વિકાસ શેમાં છે એ વિચારવાની તારામાં શકિત નથી. તારામાં ખમીર નથી, ખુમારી નથી.
ગુડ બાય, મિ. પારિજાત. મારે તારા જેવો કાયર જીવનસાથી નથી જોઇતો. જેનામાં હિંમત નથી એવા તને હું કેમ કરીને પહેલા સમજી ન શકી? આભાર કે તેં તારું નમાલાપણું અત્યારે જ બતાવી દીધું. મારે જેનું સ્વતંત્ર વ્યક્તિત્વ ન હોય અવા પાત્ર સાથે જીવન જોડવું નથી. લગ્નનો પ્રસ્તાવ હું પાછો ખેંચી લઉ છું. હવે મારો સંપર્ક કરવાની કોશિશ ન કરીશ.’ કહીને વૈદેહી ચાલતી થઇ.
આધુનિક જમાનામાં પણ પારિજાત જેવા યુવકો મળી આવે છે, જેઓમાં પોતાને યોગ્ય લાગે એ કરવાની હિંમત નથી, નીડરતા નથી. વૈદેહી જેવી પરિપકવ, પ્રતિભાવાન યુવતીને પારિજાત જેવો જીવનસાથી પસંદ ન પડે એ સ્વાભાવિક છે. પોતાની વિચારસરણી મુજબ સ્વતંત્ર રીતે જીવવા જેટલી માનસિક ક્ષિતિજો જેની ખુલી નથી અને બાપદાદા જીવતા હતા તે રીતે જ મૂંગા ધેટાંની જેમ જીવવામાં માનનાર યુવકો સમાજને શું પ્રદાન કરશે?

અવલોકિતા આત્મવિશ્વાસથી છલકાઇ ઊઠી

Do. Prashasti Mehta
Tuesday, August 04, 2009 20:57 [IST]
Bookmark and Share
pra.jpgઅવલોકિતા હજી હમણાં જ અમેરિકા આવી છે. તેથી અમેરિકન અંગ્રેજી ઉચ્ચાર સમજવામાં કયારેક ગૂંચવાય છે અને એ ગૂંચવાય ત્યારે નાના બાળકની જેમ એની મમ્મી અનુબહેનને ફરિયાદ કરવા તરત ફોન લગાવે.

અનુબહેન દીકરીની મૂંઝવણને સ્વાભાવિક ગણાવતાં કહે, ‘આટલી નાની વાતમાં અપસેટ શું કામ થવાનું? અમેરિકામાં કેટલાય દેશોના માણસો વસ્યા છે, દરેકના અંગ્રેજી ઉચ્ચારણ એમની માતૃભાષા પ્રમાણે જ થાય. એટલે શરૂ શરૂમાં માત્ર તને જ નહીં, પણ નવા આવનાર બધાને આવી તકલીફ પડે.

તું તો અંગ્રેજી ભાષા જાણે છે એટલે અમેરિકનો સાથે વાત તો કરી શકે છે, પણ ઘણા ચાઇનીઝ અને જાપાનીઝને તો અંગ્રેજીનું જરાય જ્ઞાન નથી હોતું. તેમ છતાં તેઓ વાત કરતાં મૂંઝાતા નથી અને પોતાની વાત સામા માણસને સમજાવી શકે છે. આમાં બોડી લેંગ્વેજ પણ સહાયરૂપ થાય.

પરદેશમાં વસવા જનારને આવી કેટલીય મુશ્કેલીઓ પડે તેમાં આવી સામાન્ય વાતથી ઉત્સાહ નહીં ગુમાવવાનો. તું ધીરજથી એમના ઉરચાર સમજવા પ્રયત્ન કર. આના માટે તું ટીવી અને રેડિયોના પ્રોગ્રામ ઘ્યાનપૂર્વક જો અને સાંભળ.’ અવલોકિતાનો સ્વભાવ અધીરો અને ગભરુ હતો, પણ મમ્મી સાથે વાત કરી એટલે એ સ્વસ્થ થઇ. વળી એની મમ્મીએ કહ્યું, ‘દીકરી, તું નાની હતી ત્યાં સુધી ઠીક છે. હવે લગ્ન પછી તારી પોતાની જિંદગી શરૂ થઇ, તારા પ્રોબ્લેમ તારે પોતે જ હલ કરવા જોઇએ. કોઇ બીજા પર તારે આધાર નહીં રાખવાનો.’

થોડા દિવસ પછી જ અવલોકિતાએ એની જોબના સ્થળ પર, પાર્કિંગ લોટમાં એની કાર ત્યાં પાર્ક થયેલી બીજી કાર સાથે અથડાવી મારી. પેલી કાર ત્યાં પાર્ક કરેલી બીજી બે કાર સાથે અથડાઇ, ધડાધડ. અવલોકિતા ગભરાઇ ગઇ. હવે? એણે એના પતિ તુહિનને ફોન કર્યો, ‘તું ઝડપથી અહીં આવી જા.’

આટલું કહેતાં કહેતાંમાં તો એ રડી પડી. તુહિન શાંત સ્વરે બોલ્યો, ‘પહેલાં તું શાંત થઇ જા. કારને નુકસાન થયું, એમાં ગભરાવાનું શું? તું ત્રણ ચિઠ્ઠીઓ બનાવ. દરેકમાં તારું નામ, ફોનનંબર, આપણી કારનો નંબર અને આપણા ઇન્સ્યોરન્સ એજન્ટનું નામ તથા ફોનનંબર લખીને ત્રણે કારના વાઇપરમાં ભરાવી દે. એ ત્રણે કારના માલિક ભલે હાજર ન હોય, પણ એમને જરૂરી માહિતી સમયસર અને સાચી મળી જશે.’

‘પણ તું આવી જા અહીંયા, તુહિન મને બહુ ડર લાગે છે. પ્લીઝ, તું આવ.’ અવલોકિતાએ આજીજી કરી. પણ તુહિન પહેલાંની જેમ જ શાંત, સંયત સૂરમાં બોલ્યો, ‘અવલોકિતા, ત્યાં મારી જરાય જરૂર નથી. તું એકલી આખી સિરયુએશન સંભાળી શકીશ એટલો મને તારા પર ભરોસો છે.’ તુહિનના આ શબ્દોથી અવલોકિતામાં ખરેખર હિંમત આવી અને એણે પૂરી ચોકસાઇથી આખી પરિસ્થિતિ સંભાળી લીધી. એણે પોતાના ઇન્સ્યોરન્સ એજન્ટને પણ ફોન કરીને બધી માહિતી આપી દીધી.

બીજી એક વાર એ મોલમાં ખરીદી કરવા ગઇ હતી અને પાર્કિંગમાં એની કારની બાજુની કાર જ કોઇ ડ્રગ સપ્લાયરની હતી. પોતાની કારમાંથી અવલોકિતા ઊતરવા જતી હતી. ત્યાં ચારે બાજુથી સાયરનના અવાજ સંભળાયા અને પોલીસવાનોએ પેલા ડ્રગવાળાની કારને આંતરી લીધી.

અવલોકિતાનું હૈયું તો જોરજોરથી ધબકતું હતું, પણ કોને ખબર એનામાં કેવી રીતે સૂઝ, સમજ અને શકિત આવ્યાં કે પોતે સલામત રીતે બહાર નીકળી શકી. સામસામા ફાયિંરગ અને અફડાતફડીમાંથી એ કેવી રીતે બહાર નીકળી શકી એનું એને પોતાને જ આશ્ચર્ય થયું. નાની નાની તકલીફોમાં મા પાસે દોડી જતી અવલોકિતાને એના પતિની ‘તું કરી શકીશ.’ એ ત્રણ શબ્દોએ ગજબનો આત્મવિશ્વાસ આપ્યો.

Sunday, August 9, 2009

પારમિતાનો પતિગૃહે પ્રવેશ – પ્રશસ્તિ મહેતા

[નવોદીત સર્જક તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પગલું માંડી રહેલા પ્રશસ્તિબેન (અમેરિકા) માટે ‘મોરના ઈંડા ચીતરવા ન પડે !’ એ કહેવત એકદમ સુયોગ્ય છે કારણ કે તેઓ સાહિત્યકાર અવંતિકાબેન ગુણવંતના સુપુત્રી છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને સાહિત્યક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. તેમનો પ્રસ્તુત લેખ તાજેતરના ‘દિવ્ય ભાસ્કર’માં સ્થાન પામ્યો છે. ]

પારમિતાના લગ્ન પરદેશથી પરણવા આવેલા સંવિદ સાથે થયા ત્યારે એ બેઉ અન્યોન્ય માટે તદ્દન અજાણ્યા હતા. એકાદ બે વાર મળ્યાં અને લગ્નનું નક્કી કરી નાખ્યું હતું. પરદેશમાં વસનારને તો નવાઇ જ લાગે કે સમગ્ર જીવનને સ્પર્શે એવો આ નિર્ણય આટલી ઉતાવળમાં લઇ શકાય ? પશ્ચિમની સંસ્કૃતિનો પાસ પામેલો માણસ પ્રેમમાં પાગલ બની શકે છે પણ આંખ મીંચીને કોઇને પોતાના જીવનમાં કાયમ માટે આવકારી નથી શકતો. જયારે છેલ્લા વીસ વર્ષથી અમેરિકામાં રહેલા એન્જિનિયર સંવિદે આર્ટિસ્ટ પારમિતાને પસંદ કરી માત્ર દસેક મિનિટની વાતચીતમાં જ.

સંવિદની પસંદગી સાંભળીને સૌ નવાઇ પામી ગયાં. કારણ કે પરદેશથી આવનાર યુવક તો ડોકટર, ફાર્માસિસ્ટ, એન્જિનિયર કે સાયન્સ ગ્રેજયુએટ છોકરીને જ પસંદ કરે અને આવી છોકરીઓ સંવિદની પ્રતીક્ષા કરી રહી હતી. પણ સંવિદ બોલ્યો, ‘હું ત્યાં પૂરતું કમાઉ છું, વધારે આવકની મારે જરૂર નથી. મારે તો મને સહકાર આપે એવી આત્મીય પ્રિયજનની જરૂર છે.’ સંવિદનો જવાબ સાંભળીને પારમિતા ખીલી ઊઠી. ઓહ, સંવિદને મારામાં કેટલો વિશ્વાસ ! પારમિતા અને સંવિદ ભલે એકબીજાને ખાસ જાણતાં નથી પણ લગ્નવિધિ વખતે બોલતા મંત્રના સામર્થ્ય પર વિશ્વાસ રાખી, અન્યોન્યનો તેઓ સંપૂર્ણ સ્વીકાર કરે છે.

ત્યાં ઘરમાંથી એક અવાજ આવ્યો, ‘પારમિતા નામ તો કેટલું લાંબુ છે, પૂજા કે પૂર્વી નામ રાખો….’ પારમિતાએ સંવિદ સામે જોયું. સંવિદ હસ્યો, એ કંઇ બોલે એ પહેલાં સંવિદના પિતા કાંતિલાલ બોલ્યા, ‘તમે નામ બદલો એ પહેલાં પારમિતાને પૂછો કે એને કયું નામ ગમશે ? અને પારમિતા વિનયપૂર્વક બોલી, ‘પચીસ વર્ષથી જે નામ સાંભળીને મેં હોંકારો દીધો છે એ નામ જ મને તો ગમે ને, પછી તમારી મરજી.’ તરત કાંતિલાલ બોલ્યા, ‘નામ નથી બદલવાનું. પારમિતા નામથી જ એ ઓળખાશે.’ પારમિતાને થયું પતિ તો એને સમજે છે, પણ સસરા પણ આટલા સ્નેહાળ, સમજદાર ! છ મહિના પછી પારમિતા અમેરિકા પહોંચી. પારમિતા જૈન કુટુંબની દીકરી છે અને સંવિદ પટેલ કુટુંબનો. એના ઘરમાં લસણ, ડુંગળીનો ભરપૂર ઉપયોગ થાય પણ પારમિતાના સાસુએ કહ્યું, ‘જૈનો આવું બધું ના ખાય માટે આપણી રસોઇમાં હવે આ બધું નહીં વાપરવાનું.’

પારમિતાને આશ્ચર્ય થયું. ઓહો, ઘરમાં મારો બધા કેટલો ખ્યાલ રાખે છે ! એની મમ્મીએ કહ્યું હતું કે બાંધછોડ કરીશ તો જ સાસરિયાનો પ્રેમ પામીશ પણ અહીં તો એને કશી બાંધછોડ કરવાની નથી. અને નવાઇ ત્યારે લાગી કે પર્યુષણના પ્રથમ દિવસે પારમિતાએ ઉપવાસ કર્યો’તો. એના વર અને સાસુ સસરાએ પણ ઉપવાસ કર્યો. પારમિતા તો વિચારે છે ભારતીય સમાજમાં તો નવવધૂ એના પતિગૃહ પ્રવેશ કરે ત્યારથી એ ગૃહમાં સમાઈ જવા સભાનપણે પ્રયત્ન કરે છે. અહીં તો આખું ઘર મને અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. હું બધાની લાડકી છું. પારમિતાએ સંવિદને આ વાત કરી તો એ કહે, ‘મમ્મી પપ્પા કહે છે કે તું તારા માતાપિતા, ઘર, સ્વજનો છોડીને આવી છે એની વ્યથા તો હૈયે હોય જ વળી ઘરમાં અને બહાર તદ્દન અપરિચિત વાતાવરણ સ્વીકારવાનું સહેલી વાત નથી. માટે તું મુંઝાય નહીં એનો બધાએ ખ્યાલ રાખવાનો.’ સાસરિયા સૌ નવવધૂ સાથે સદભાવ અને પ્રેમથી વર્તે તો કેટલાય ખોટાં ઘર્ષણો ટળી જાય.

થોડા દિવસમાં પારમિતાને એક જાહેરખબરની કંપનીમાં જોબ મળી ગઇ. પણ સ્થળ દૂર હતું. ઘરનું કોઇને કોઇ સભ્ય એને મૂકવા અને તેડવા જતું. અઠવાડિયામાં તેના સસરાએ પારમિતાના હાથમાં નવી નક્કોર કારની ચાવી મૂકી. પારમિતા બોલી ‘પણ મારી પાસે અહીંનું ડ્રાઇવિંગ લાયસન્સ નથી….’ ‘તું અમારી સાથે રહીને પ્રેકિટસ કર અને લાયસન્સ લઇ લે. પછી તું સ્વતંત્ર રીતે જયાં જવું હોય ત્યાં જઇ શકે. તારે કોઇની પર આધાર રાખવો ના પડે.’ બધા જ નવવધૂની આટલી કાળજી લે તો પરિવારમાં કોઇ દુ:ખ રહે જ નહીં. પારમિતાને નહીં ધારેલું સુખ મળ્યું.

Wednesday, August 5, 2009

દીકરાના સર્વાંગી વિકાસ માટે...

Do. Prashasti Mehta
Friday, July 17, 2009 17:04 [IST]
Bookmark and Share

જે સમાજમાં રહેતા હોઇએ ત્યાંની પ્રથા પ્રમાણે જો દીકરાને તાલીમ આપીએ તો એનો આત્મવિશ્વાસ ચોક્કસ વિકસે...



son.jpgશાશ્વતનું વેકેશન શરૂ થયું, ત્યારે એના મમ્મી-પપ્પાએ વિચાર્યું, શાશ્વતને ફૂલટાઇમ નહીં, પણ પાર્ટટાઇમ કોઇ જોબ કરવાનું કહીએ. આ વાત સાંભળી એટલે હમણાં જ ભારતથી આવેલા મામા-મામી કહે, ‘આવડો નાનો છોકરો નોકરી કરવા જાય? તમે મા-બાપ બંને કમાવ છો, એ શું ઓછું છે તે છોકરો વેકેશનમાં મોજમસ્તી કરવાના બદલે નોકરી કરવા જશે?



શાશ્વતના પપ્પા દીપ બોલ્યા, ‘પૈસા માટે શાશ્વતને નોકરીએ નથી મોકલતાં, પણ એના વ્યકિતત્વના ઘડતર માટે મોકલીએ છીએ. એનો સર્વાંગી વિકાસ થાય માટે આ રીત અપનાવીએ છીએ. આ અમેરિકન સમાજમાં છોકરા-છોકરી બાર-તેર વર્ષનાં થાય એટલે વેકેશનમાં કમાવાનો ઉધમ કરે જ છે.



એમના ભણતરથી એમને પુસ્તકિયું જ્ઞાન મળે, પણ ઘરની બહાર પગ મૂકે, આપણી વાત્સલ્યભરી છત્રછાયાથી દૂર જાય એટલે એને જવાબદારીનું ભાન થાય. બહારની અજાણી દુનિયામાં પગ મૂકવો અને પોતાના માટે જગ્યા કરવી એ અઘરું કામ છે, કોની સાથે કેવી રીતે વર્તવું એ શિષ્ટાચાર એને આવડે.



બીજાનું મન સમજવું અને માન આપવું અને આપણું કામ કરાવવું એ કલા છે. જીભે એક પણ કડવો શબ્દ ન આવવો જોઇએ, ગુસ્સો કરવાનું કારણ મળે તો ય જરાય ઉશ્કેરાવાનું નહીં, ઠંડું દિમાગ રાખીને હસતા મોંએ સંયમ અને નમ્રતા દાખવીને સદ્ભાવથી આપણું કામ પાર પાડવાની આવડત દરેકમાં હોવી જ જોઇએ. એ આવડત બીજાની સાથે કામ કરવાથી જ કેળવાય.



સંયમ, ધીરજ, નમ્રતા, સમતા અને મહેનતુ સ્વભાવ એ બધા ગુણો બહારની દુનિયામાં સફળ થવા માટે અતિ આવશ્યક છે.’ મામા બોલ્યા, ‘પણ બહારનો માણસ આપણા દીકરાને નાનો જોઇને એને દબાવે, એનું શોષણ કરે, એનો ગેરલાભ ઉઠાવે અને છોકરો જો ચૂપચાપ સહન કરે તો પણ એનું મન તો દુભાય જ ને! એને અન્યાય થાય તેમ છતાં નમ્રતા રાખે, ધીરજ રાખે તો લઘુતાગ્રંથિ ન બંધાઇ જાય? એનો ઉત્સાહ, આનંદ કરમાઇ જાય, એની ચેતના મંદ પડી જાય.



એની બુદ્ધિ કંિઠત થઇ જાય, મનોમન એ ગૂંગળાય. એના કરતાં એને મસ્તીથી ખેલવા કૂદવા દે ને! એને લાઇબ્રેરીમાં મોકલ, વાંચવાની ટેવ પાડ. તોય એનો વિકાસ થશે જ.’ ‘તમારી વાત સાચી છે, પણ અહીંના આ અમેરિકન સમાજની પ્રથા અનુસાર એના કલાસના બીજા છોકરાઓ જયારે એમની જોબ અને કમાણીની વાતો કરે ત્યારે આપણા શાશ્વતને જો એવો અનુભવ ના હોય તો એનામાં લઘુતાગ્રંથિ ઘર કરી જવાનો ડર ઊભો છે.



વળી, જીવનમાં ગમે તે પળે, કેવો સંઘર્ષ કરવાનો આવશે એ આપણે જાણતા નથી. કયારેક વિપરીત સંજોગો આવી પડે અને ચોપાસ અંધકાર અને નિરાશા જ દેખાય, ત્યારે જો વિષમ પરિસ્થિતિમાંથી એ પસાર થયો હોય તો એનામાં આત્મવિશ્વાસ કેળવાયો હોય, મહેનત કરવાનો ગુણ વિકસ્યો હોય. નાની નાની નિષ્ફળતા અને વિરોધોનો હિંમતભેર મુકાબલો કરતાં આવડતું હોય તો આપણો દીકરો કદી પાછો ના પડે. એ ડરે નહીં, હતાશ ન થાય. સંકટો સામે ઝઝૂમી શકે.



જોબ કરવાના લીધે એનામાં ચોકસાઇ અને ચીવટ આવશે. એને લાઇબ્રેરીમાં જવાની અને વિવિધ વિષયો પર વાંચન કરવાની ટેવ તો છે જ, એટલે જોબ કરતાં કરતાં વાંચવાનો સમય પણ એણે ફાળવવો પડશે. આમ કરવાથી એને ટાઇમ મેનેજમેન્ટ કરતા આવડશે. આજે આ નવી દુનિયામાં દિવસે દિવસે ઘણા પરિવર્તનો આવતા જાય છે આપણે પણ એમાંથી જે સારું છે એને અપનાવીએ તો જ જીવન સમદ્ધ બને.’ શાશ્વતના પપ્પાએ કહ્યું, ત્યારે મામા-મામી પણ સંમત થયા.

Monday, August 3, 2009

હાથ કર્મ કરે મન પ્રભુસ્મરણ

હાથ કર્મ કરે મન પ્રભુસ્મરણ

Prashasti Mehta
Thursday, July 30, 2009 21:11 [IST]
Bookmark and Share
આપણે જે કંઇ કામ કરીએ તે સારી ભાવના રાખીને અને બીજાને ઉપયોગી થવાની દ્રષ્ટિથી કરીએ તો? ધાર્મિકતાનો દેખાડો કરવાને બદલે માણસાઇના દીવા દિલમાં પ્રગટાવીએ એ જ સાચો માનવધર્મ

prashasti.jpgઅમેરિકા વસેલી પોયણીએ એના પતિ ગૌરવને કહ્યું, ‘કાલે જયશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ અમારા ઘરે પધારવાના છે. મેં મારી મમ્મીને કહ્યું છે, ઇન્ટરનેટ પર તું મને એમના દર્શન કરાવજે.’ ગૌરવે કહ્યું, ‘હું પણ દર્શન કરીશ.’ પોયણી જૈન અને ગૌરવ પટેલ છે, પણ ગૌરવ માને છે કે સંત એટલે સંત. તેઓ કોઇ પણ સંપ્રદાયના હોય, પણ પ્રણામના અધિકારી છે. ગૌરવ ઇન્ડિયામાં હતો, ત્યારે ચર્ચ, દેરાસર, મંદિર, મસ્જિદ અને અગિયારીમાં જતો. એ સર્વધર્મને માનતો.

પોયણી અને ગૌરવ આતુરતાથી મહારાજસાહેબની રાહ જુએ છે. રાતના અગિયાર થવા આવ્યા. પોયણી બોલી, ‘આપણે અહીં રાત છે, પણ ઇન્ડિયામાં તો સવાર. મહારાજસાહેબના ભકતો વેરાશે પછી તેઓ ઇન્ટરનેટ પર આવશે. માટે તું સૂઇ જા.’ ‘સારું તું મને જગાડજે.’ કહીને ગૌરવ સૂઇ ગયો. મહારાજસાહેબ પધાર્યા ત્યારે અમેરિકામાં રાતના બાર થયા હતા, પણ પોયણીની નાની બૂમે ગૌરવ જાગી ગયો. બે હાથ જોડી માથું નમાવી મહારાજ સાહેબને પ્રણામ કરીને ક્ષેમકુશળ પૂછ્યા અને ધર્મબોધ સાંભળવાની ઇરછા પ્રગટ કરી.

‘ધર્મલાભ,’ બોલીને મહારાજસાહેબ કહે, ‘માનવતા કદી ભૂલશો નહીં, સાચા માણસ થઇને રહેજો.’ બીજા દિવસે ગૌરવ કહે, ‘આપણે કોઇ ભૌતિક ચીજની ખોટ નથી. મેળવવા જેવું બધું મેળવ્યું છે, પણ સાધુસંતના દર્શન થાય, એમના આશીર્વાદ મળે ત્યારે અંતરના ઊડાણમાં ગજબનાં સંતોષ અને પ્રસન્નતા છવાઇ જાય છે. એમ થાય કે બસ આ પ્રસન્નતા કાયમ રહે.’ પોયણી બોલી, ‘સાધુસંત અને એમના ઉપદેશનું સ્મરણ કરવાનું એટલે બધી ઉદાસી અને ચિંતા જતી રહે અને આનંદ આનંદ થઇ જાય.’

ગૌરવે પૂછ્યું, ‘પોયણી, તું આટલી શ્રદ્ધાળુ છે છતાં કોઇ દિવસ દીવો, ધૂપ નથી કરતી, ભગવાનની મૂર્તિ કે ફોટો નથી રાખતી, માળા નથી ફેરવતી, કોઇ ક્રિયાકાંડ નથી કરતી. એવું કેમ?’ ‘આ તો ત્રણ પેઢીથી ચાલી આવતી અમારી જીવનશૈલી અને માન્યતા છે. મારા મમ્મી-પપ્પા કે દાદા-દાદી દેવદર્શનના વિરોધી નહોતાં, પણ એમાં માનતાંય નહોતા.

દાદા કહેતા ‘ગરીબને ખાવા ઘી નથી ને આપણે ઘી દીવા કરવામાં વેડફી મારીએ છીએ. એ દાદીને કહે, જેટલું ઘી તમે દીવીમાં પૂરો છો, એટલું રોજ બાજુ પર મૂકો અને કોઇ ગરીબને આપો તો એ ઘી ચોપડેલી રોટલી ખાઇ શકે. મારા દાદી એક આસને બેસીને માળા ફેરવવાના બદલે રોજ એક કલાક અમારું આંગણું વાળનારા કાળુભાઇનાં સંતાનોને ભણાવતાં.

અમારા ઘરમાં નિયમ હતો, દાદી અથવા ઘરમાં કોઇ ઉપવાસ કરે એમનું ખાવાનું કોઇ જરૂરતવાળાને આપી આવવાનું. આંગણું વાળનારાને કપડાં ધોવાનો અને નહાવાનો સાબુ મારી મમ્મી કાયમ આપે અને સ્વરછતાના પાઠ શીખવાડે. એમને નખ કાપી આપે. માથામાં નાખવા તેલ આપે.’ ગૌરવ કહે, ‘તારા ઘરની વાતો જ ન્યારી છે, પણ સાંભળવી ગમે છે.

તું કાયમ કામ કરતાં ભજન ગાય છે, એ પણ મને બહુ ગમે છે.’ ‘મારાં દાદી અને મમ્મીએ મને વારસામાં આપેલા એ સંસ્કાર છે. દાદી કહે છે કે, હાથ દ્વારા ઘરકામ તો થયા કરે, પણ આપણું ચિત્ત ઉચ્ચ ભાવનામાં રમમાણ હોવું જોઇએ.’ પોયણીએ કહ્યું. ‘સાચી વાત છે, તેથી જ ઘરનું વાતાવરણ કેટલું પ્રફુિલ્લત અને શોભા આપનારું લાગે છે. આખો દિવસ સરસ જાય છે.’ ગૌરવે જવાબ આપ્યો.