Saturday, July 31, 2010
Source: Prasit Mehta, Sapana Ni Kediye | Last Updated 12:10 AM [IST](27/07/2010)
એક ટેલિફોન આવ્યો અને પ્રજ્ઞેશભાઇ ધ્રૂજી ઊઠ્યાં. ‘ઓ ભગવાન...’ સિવાયનો બીજો ઉદ્ગાર એમના મોંમાંથી ન નીકળ્યો. એ ઉદ્ગાર ચીસ હતો કે ભગવાનને પોકાર હતો? એ હચમચી ઊઠ્યા હતા, પણ માત્ર બે-પાંચ ક્ષણ માટે. એ ડોક્ટર છે. ક્યા સમયે શું કરવું, કેવી રીતે કરવું એ બધું સમજી શકે એવાં ચિત્ત અને બુદ્ધિ એમની પાસે છે. છેલ્લા પંદર વર્ષથી તેઓ અમેરિકામાં છે. તેથી અમેરિકાના કાયદા-કાનૂનની પૂરી જાણકારી છે.
ટેલિફોન દ્વારા એમને સમાચાર મળ્યા હતા કે એમના ભાઇ દિલીપને કાર અકસ્માત થયો છે અને આ સ્થળ પર જ તત્કાળ મૃત્યુ પામ્યો છે. દિલીપ, ડોક્ટર પ્રજ્ઞેશનો નાનો ભાઇ બે મહિના પહેલાં જ એની પત્ની કેતકી અને બે નાની દીકરીઓ સાથે ઇમિગ્રન્ટ વીઝા પર અમેરિકા સ્થાયી થવા આવ્યો હતો.
પ્રજ્ઞેશભાઇએ જ એના માટે એપ્લાય કર્યું હતું. પ્રજ્ઞેશભાઇની ઓળખાણોના કારણે દિલીપને તરત સારી નોકરી મળી ગઇ હતી. તે દિવસે દિલીપ કાર લઇને જતો હતો અને એક્સિડન્ટ થયો. એની કારમાં લોકગીતોની કોઇ કેસેટ વાગતી હતી. કેટલો આનંદમાં હશે દિલીપ! કદાચ એ ય કેસેટના ગીતમાં સૂર પૂરાવતો હશે અને અકસ્માત થયો.
પ્રજ્ઞેશ અને એની પત્ની ગીતા ઘટનાસ્થળ પર પહોંચ્યાં અને જરૂરી કાર્યવાહી પતાવી.
કેતકીનું આક્રંદ તો થંભતું જ નથી. જેણે જેણે આ અકસ્માત વિશે સાંભળ્યું, તે અવાક રહી ગયાં. ઓહો! સુખના સોનેરી સ્વપનાં જોતાં આ કુટુંબે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો. એનો પગ હજી સ્થિર થાય એ પહેલાં તો કુટુંબનો મોભી ચાલી નીકળ્યો. હવે શું કરશે કેતકી? એની ઉંમર માંડ ત્રીસ વર્ષની છે. ઇન્ડિયામાં રહેતાં એનાં મમ્મી-પપ્પાએ કહ્યું, ‘બેટા, એ ગોઝારી ભૂમિ છોડીને પાછી આપણા દેશમાં આવી જા. અહીં તારા મા-બાપ બેઠાં છે.’ અમેરિકા રહેતાં બીજાં સગાંઓએ પણ કહ્યું, હવે અમેરિકામાં કેતકીનો જીવ ન ઠરે. એણે વહેલાંમાં વહેલી તકે ઇન્ડિયા પાછાં જતાં રહેવું જોઇએ.
કોઇ શાણું માણસ કહેતું, ‘પણ ઇન્ડિયા જઇને એ ખાશે શું? બધાં તો એના દુ:ખની વાતો યાદ કરાવી કરાવીને રડાવશે, પણ દયા પર જીવન તો ન નભે ને?’
કોઇ કહેતું, ‘જીવન નિભાવવું હોય તો કેતકીના પુન:લગ્ન થવા જોઇએ.’
પ્રજ્ઞેશભાઇએ કેતકીને કહ્યું, ‘લોકો એમને યોગ્ય લાગે એ સલાહ આપે છે, પણ મારો અભિપ્રાય એવો છે કે તમે અહીં રહો. અમારા ઘરમાં, અમારી સાથે. તમે બી.એસસી. છો. હોસ્પિટલને લગતા એક-બે કોર્સ કરો તો તમને સારી જોબ મળી શકે. તમારું ભવિષ્ય કોઇનો હાથ પકડીને નહીં, પણ તમારા ખુદની ટેલેન્ટ પર બનાવો. તમે સ્વમાનથી જીવી શકો એવી તાકાત કેળવો. સાથે સાથે તમારી બે દીકરીઓ પણ કેળવાય અને પછી તમારે લગ્ન કરવાનું વિચારવું હોય તો વિચારો. તમારામાં કૌશલ હશે, તો ગમે તે ઉંમરે યોગ્ય પાત્ર મળી રહેશે.’
કેતકીને પ્રજ્ઞેશભાઇની વાત સાચી લાગી. એ વિનયથી બોલી, ‘તમારો આવો ઉષ્માભર્યો સહકાર છે, તો હું ભણીશ. બસ, તમે મને રસ્તો બતાવતાં રહો.’
કેતકીના જીવનમાં જબરદસ્ત ધરતીકંપ સર્જાયો હતો, પણ એ હિંમતવાળી અને દ્રઢ મનોબળવાળી યુવતી હતી. એણે પોતાના આંસુ લૂછી નાખ્યાં. પોતાની લડાઇ પોતે જ લડવાની છે એવો પાકો નિર્ધારકરીને એણે ભણવાનું શરૂ કર્યું. પ્રજ્ઞેશભાઇના ઘરનું બધું કામ એણે માથે લઇ લીધું. ઉપરાંત, હોસ્પિટલમાં જ નાનાં-મોટા કામ કરીને ડોલર કમાવા માંડી. એના માટે કોઇ કામ નાનું-મોટું નથી, તુચ્છ નથી. પૂરા મનથી એ કામ કરતી. આજે એનું પોતાનું સ્વતંત્ર હાઉસ છે. બેઉ દીકરીઓ મેડિકલમાં ભણે છે અને કેતકી હોસ્પિટલ મેનેજમેન્ટનું ભણીને એક મોટી હોસ્પિટલમાં ઉચ્ચ હોદ્દા પર છે.
{પ્રશિસ્ત મહેતા}સપનાંની કેડીએ
Source: Prashist mehta, Sapanani Kediye | Last Updated 12:07 AM [IST](29/07/2010)
બાજુના હાઉસમાંથી મોટેમોટેથી બોલવાનો અવાજ આવ્યો, માત્ર બે-પાંચ મિનિટ. અહીં તમે તમારા જ ઘરમાં મોટેથી ઝઘડો તો પાડોશી બેધડક પોલીસ બોલાવી શકે છે અને પાંચ મિનિટમાં પોલીસ આવી શાંતભિંગ કરનારને પકડી જાય છે. એટલે અહીં ઝઘડાનુંય મૂલ્ય ચૂકવવું પડે છે. અવાજ આવતો બંધ થયો એટલે મને શાંતિ થઈ. થયું, પતપિત્ની વચ્ચે આવું તો ચાલ્યા કરે. જોકે એ ઘરમાંથી અવારનવાર ઘાંટાઘાંટ સંભળાતી. વળી, ત્યાં રહેતી યુવતી અનુજા સાથે મારે સારું બનતું. અનુજા લગભગ સાતેક વર્ષથી અમેરિકા આવી છે. એ અમેરિકન સિટીઝન છે, સારી જોબ છે, પણ એના જીવનમાં શાંતિ નથી. એનો વિચાર આવે અને મારું મન ઉદાસ થઈ જાય. સુશિક્ષિત, સારી ફર્મમાં જોબ કરતી અનુજાના હૃદય-મન તો પ્રજવળ્યા જ કરે છે.
અનુજા વિશે વિચારતી હતી ત્યાં મેં એને બેક્યાર્ડમાં કઈંક સળગાવતાં જોઈ. અહીં યાર્ડમાં કશું સળગાવવું એ ગુનો ગણાય છે, તો અનુજા શું સળગાવતી હશે ? નક્કી એ બહુ ડિસ્ટર્બ હશે તો જ કાયદા વિરુદ્ધનું કામ કરે. અનુજા સાથે મારે મિત્રતા તો છે જ. એ આટલી બેચેન હોય અને હું કેવી રીતે ઘરમાં બેસી રહું? હું ત્યાં દોડી ગઈ. જોયુંં તો એ ફોટા સળગાવે છે, એના મમ્મી-પપ્પા અને ભાઈના ફોટા. એ બોલી, ‘જેમણે મને અહીં દાવાનળમાં ફેંકી છે, એમને સુખેથી જીવવાનો કોઈ અધિકાર નથી.’
શું બોલું હું? એ બોલી, ‘આ વિજય સાથે રહેવું એટલે લિવિંગ વિથ એન એનીમી, મારા ગયા ભવનો દુશ્મન છે. એને જોયો ત્યારે જ મેં મમ્મી-પપ્પાને કહ્યું હતું, નથી પરણવું મારે આ માણસને, પણ મારાં માબાપ મધ્યમ વર્ગના, પૈસાની તંગીમાં જીવેલા. એમણે અમેરિકાથી આવેલો આ મૂરતિયો જોયો અને એના પર વારી ગયાં. મેં કહ્યું હતું તમે આના વિશે, એના સ્વભાવ, સંસ્કાર વિશે તો તપાસ કરાવો પણ મમ્મી-પપ્પા તો સ્વપ્નાં જોવા માંડ્યાં હતાં કે દીકરી અમેરિકન સિટીઝન બનશે અને અમેય કાયમ માટે અમેરિકામાં વસીશું. એમને મન હું એક નિસરણી હતી, જે દ્વારા તેઓ ઇન્ડિયાની ધૂળ, ગરમી અને તકલીફોભરી જિંદગીથી મુક્તિ મેળવવાના અભરખા સેવતા હતા.
એમને તો વિજય યોગ્ય લાગતો હતો. તેઓ મને કહેવા માંડ્યા, ‘તારું અહોભાગ્ય કહેવાય કે વિજયે તને હા પાડી છે. હુંય આજ્ઞાકિંત દીકરીની જેમ પરણી ગઇ, પણ અહીં આવીને મને દોજખનો અનુભવ થયો છે.’ કહી અનુજા પૂતળીની જેમ સ્થિર થઈ ગઈ. હું કંઈ બોલી નહીં, પણ મનમાં પ્રશ્નો ઊઠ્યા, આવી કેટલીય અનુજા એના લાલચુ માબાપની મહત્વાકાંક્ષાનો ભોગ બનીને અમેરિકામાં આંસુ સારતી પળેપળ મરતી હશે. પોતાની દીકરી અમેરિકા જઈને વસે એ મોહમાં માબાપ વગર વિચારે પોતાના કાળજાના ટુકડાને અજાણ્યાના હવાલે કરી દે છે! આ સિલસિલો ક્યારે બંધ થશે ?
{પ્રશિસ્ત મહેતા },સપનાંની કેડીએ
Saturday, July 17, 2010
Source: Prashanti Mehta, Womanbhaskar | Last Updated 0:33(21/05/10)
Comment| Share
કેતનભાઈ અને સુરેખાબહેન પચીસ વર્ષથી અમેરિકામાં વસ્યાં છે. તેમની રહેણીકરણીમાં પાશ્વાત્ય રંગ ભળી ગયો છે, પણ માનસ તો પચાસ વર્ષ પહેલાંનાં ભારતીય માબાપ જેવું છે. દીકરી મહાશ્વેતા કોલેજના છેલ્લાં વર્ષમાં હતી ત્યારથી મુરતિયાની શોધ આરંભી દીધી. કેટલાય યુવકોની વિગતો મેળવી. એમાંથી રજત પસંદ પડ્યો. રજતના માબાપ દેવીલાબહેન અને મયંકભાઈએ પણ મહાશ્વેતા ગમી ગઇ. તેમણે સુરેખાબહેનને કહ્યું કે અમારો દીકરો ભલે અહીં જન્મ્યો અને ઉછર્યો હોય, પણ એનામાં પૂરેપૂરા ભારતીય સંસ્કાર છે. અમે કહીશું એની સાથે જ એ પરણશે. આવો આજ્ઞાંકિત યુવક સુરેખાબહેનને ગમી ગયો. એમણે દીકરીને સમજાવી, ‘રજત તારા માટે યોગ્ય છે. એને તું પસંદ છે, તો એમની સમક્ષ પ્રસ્તાવ મૂકીએ?’
મહાશ્વેતા બોલી, ‘એ મને પસંદ કરે તેથી તમે માગું નાખશો? હું કોઈ ચીજ નથી કે જેને પસંદ પડું એની થઈ જાઉં. હું તમારી દીકરી છું, તમે મને કાળજીથી ઉછેરી, ભણાવી, પરંતુ મારે લગ્ન કોની જોડે કરવા એ નિર્ણય તમે ન લઈ શકો. તમે મારાં માવતર છો, માલિક નહીં.’ ‘અમે નિર્ણય તારા પર ઠોકી નથી બેસાડતાં. તેઓ આપણાથી વધુ પૈસાદાર છે. રજત એમનો એકમાત્ર વારસદાર છે.’
‘મમ્મી, બાપની મિલકત જોઈ છોકરાને વરમાળા પહેરાવી દેવાની?’ ‘રજત ડોક્ટર છે. એની પ્રેક્ટિસ ચાલે છે, પૈસો, માન-પ્રતિષ્ઠા છે.’ ‘પૈસાના કારણે મારે કોઇને પસંદ કરી લેવાનો?’ ‘તો તને કેવો છોકરો ગમે?’‘એ નક્કી નથી, પણ હમણાં મારે લગ્ન કરવા નથી. મારે દુનિયા જોવી છે, જીવનને સમજવું છે.
પતિ સાથે કેટલું તાદાત્મ્ય સાધવું, આપણું વ્યક્તિત્વ જાળવવું એનો હું વિચાર કરું છું.’ ‘તું વિચારતી રહીશ અને યોગ્ય છોકરા પરણી જશે, તરંગમાં રાચવાનું બંધ કર. લગ્નમાં વાસ્તવિકતા જોઈએ.’ ‘મમ્મી, કોઈ માણસને પરાણે ગમાડીને જિંદગીભર ગૂંગળાવાની તાકાત મારામાં નથી.’ ‘રજત સાથે તું પરણે પછી તને ખબર પડશે, એની સાથેનું જીવન કેવું છે.’
‘એટલે હું અખતરો કરું?’ ‘આવી વાત કેમ કરે છે? લગ્ન તો જન્મોજન્મનો સંબંધ છે. પૂરી ગંભીરતાથી પરણવાનું હોય.’ ‘તેથી તો ઉતાવળ કરતી નથી.’ મહાશ્વેતાએ કહ્યું અને એના લગ્નની વાત અટકી ગઈ.
Source: Prashasti Mehta | Last Updated 12:27(18/01/10)
Comment| Share
શીલાબહેન અવાક્ થઇ ગયાં. શું ઉત્તર આપવો દીકરીને? હાથમાં રિસીવર પકડેલું હોવા છતાં કંઇ બોલી શકતા નથી. એમના પતિ નપેનભાઇએ તરત એમના હાથમાંથી રિસીવર લઇ લેતાં કહ્યું, ‘બેટા, ચિંતા ના કરતી. અમે તમાકુ લેતા આવીશું.’ પછી એમણે શીલાબહેનને કહ્યું, ‘તું દીકરીને જે કહી રહી હતી તેથી તો એ તાણમાં આવી જાય. તમાકુ નુકસાન કરે છે, એ આપણે સૌ જાણીએ છીએ. જમાઇ પણ જાણે છે. આપણો જમાઇ છે તો સમજુ અને સંસ્કારી, પણ કોઇ કમભાગી પળે એને આ વ્યસન પડી ગયું હશે. નાનપણમાં વળગેલાં વ્યસન ઝટ છૂટતાં નથી.’
અમેરિકા વસેલી દીકરી પ્રજ્ઞપ્તિએ એની મમ્મી શીલાબહેનને કોલ કરીને કહ્યું, ‘તમે એક કિલો જર્દા-તમાકુ ભૂલ્યા વગર લેતા આવજો. જર્દા કાળુપૂર સ્ટેશન પાસે મળે છે. તમે જાતે જઇને લઇ આવજો.’
શીલાબહેન ચમક્યાં, ‘તમાકુ? એવા પદાર્થ લાવવા એ તો ગુનો ગણાય. કોના માટે તમાકુ મંગાવે છે તું?’
પ્રજ્ઞપ્તિ બોલી, ‘તારા જમાઇ માટે. એણે કહ્યું છે, બીજું કંઇ નહીં લાવો તો ચાલશે, પણ તમાકુ લેતા આવજો. અહીં બધા તમાકુ ખાય છે. જર્દા બહુ સ્ટ્રોંગ હોય છે. રાત્રેય એના ગલોફામાં ભરીને ઊંઘે છે અને દા’ડો આખો તો મોંમાં હોય જ.’
‘તું એમને ના કેમ નથી કહેતી? તમાકુથી તો કેન્સર થાય.’ શીલાબહેને ચિંતાથી કહ્યું.
‘મેં કહ્યું, તો એ કહે છે, તમાકુ ન ખાનારનેય કેન્સર થાય છે અને ખાનારને કશું નથી થતું. મારા દાદા ૮૫ વર્ષેય ટટ્ટાર ચાલતા હતા, તદ્દન નિરોગી હતા. એમનેય તમાકુનું વ્યસન હતું.’
‘આવી ફાલતુ દલીલ તેં સાંભળી લીધી? બેટા, તમાકુ ખાનારને કેન્સર થવાના ચાન્સીસ વધારે રહે છે, તમાકુ ખાનાર ગમે ત્યાં થૂંક, જોનારનેય સૂગ આવે. સંસ્કારી માણસને આવું વ્યસન ન હોય!’ શીલાબહેને કહ્યું.
‘મમ્મી, હું એને કંઇ કહું છું ત્યારે મને કહે છે, તારા ડહાપણની જરૂર નથી. પુરુષને વ્યસન હોય એ તો એની શોભા છે. ગામડામાં એનો ઉછેર થયો છે અને ત્યાં એવા મિત્રો મળી ગયા કે એ તમાકુ ખાતો થઇ ગયો છે. મમ્મી, તું તમાકુ લાવજે, પ્લીઝ મારા ખાતર. જો તું નહીં લાવે તો મારે સાંભળવું પડશે.’
શીલાબહેન અવાક્ થઇ ગયાં. શું ઉત્તર આપવો દીકરીને? હાથમાં રિસીવર પકડેલું હોવા છતાં કંઇ બોલી શકતા નથી. એમના પતિ નપેનભાઇએ તરત એમના હાથમાંથી રિસીવર લઇ લેતાં કહ્યું, ‘બેટા, ચિંતા ના કરતી. અમે તમાકુ લેતા આવીશું.’
પછી એમણે શીલાબહેનને કહ્યું, ‘તું દીકરીને જે કહી રહી હતી તેથી તો એ તાણમાં આવી જાય. તમાકુ નુકસાન કરે છે, એ આપણે સૌ જાણીએ છીએ. જમાઇ પણ જાણે છે. આપણો જમાઇ છે તો સમજુ અને સંસ્કારી, પણ કોઇ કમભાગી પળે એને આ વ્યસન પડી ગયું હશે. નાનપણમાં વળગેલાં વ્યસન ઝટ છૂટતાં નથી.’
‘મન મક્કમ હોય તો તરત એકઝાટકે છૂટે. પોતાનો નહીં તો પોતાના પરિવારનો તો વિચાર આવવો જોઇએ ને! રોગ લાગુ પડી જશે તો પાછળ રહેલાં રઝળી ન પાડે? એને પોતાની જવાબદારી નહીં સમજાતી હોય? અરે! પોતાના માણસો માટે પ્રેમ નહીં હોય?’ શીલાબહેન ચિંતાભર્યા સૂરે એકની એક વાત બોલ્યા કરે છે.
શીલાબહેન અને નપેનભાઇ બેગમાં કપડાં ભેગું તમાકુ સંતાડીને લઇ ગયા. આશુતોષને તમાકુનું પેકેટ આપતા નપેનભાઇ બોલ્યા, ‘લો, તમારી પ્રિય ચીજ!’ આશુતોષ ક્ષોભ પામી ગયો. કંઇ બોલ્યા વિના પેકેટ બાજુમાં મૂક્યું.
નાનકડો પુલસ્ત્ય ત્યાં રમતો હતો. એણે પેકેટ ખોલવા માંડ્યું. તરત આશુતોષ બરાડી ઊઠ્યો, ‘મૂક એ પેકેટ, ખબરદાર જો એને અડ્યો છે તો!’ નપેનભાઇ બોલ્યા, ‘તમારી પ્રિય ચીજ ક્યારેક દીકરાની પણ પ્રિય થઇ શકે. તમારા દેખતાં નહીં, તો છાનામાના એ અડશે.’
નપેનભાઇનો અવાજ સાવ સ્વાભાવિક હતો, પણ ચહેરા પર જે ચિંતા, વિનંતી અને લાગણી હતાં, એની આશુતોષ પર અસર થઇ. શીલાબહેન બોલ્યા, ‘દીકરાની સામે જોઇને તો આ ઝેર લેવાનું બંધ કરો. દીકરાના પ્રેમ કરતાં આ ઘડી-બે ઘડીની મોજ ચડિયાતી છે?’
આશુતોષ વ્યસન છોડવાનું વિચારી તો રહ્યો હતો. સાસુ-સસરાના ઠપકાએ અસર કરી અને તમાકુનું પેકેટ ગાર્બેજમાં નાખી દીધું. વ્યસન છૂટી ગયું.
Source: Prashasti Mehta | Last Updated 12:08(03/04/10)
Comment| Share
જે પ્રેમનું રટણ કરીએ છીએ તેને સાચવતાં અમને આવડતું નથી. મતભેદ સર્જાય તો અમે છૂટાં પડી જઈએ છીએ. મતભેદ દૂર કરવાના બદલે અમે જ દૂર થઈ જઈએ છીએ. અમારા દેશમાં વિજ્ઞાનની શોધે માણસનું જીવન સુખસગવડભર્યું બનાવ્યું છે, પણ તેને પ્રેમભર્યું કેવી રીતે બનાવવું એની શોધ હજી નથી થઈ.
જેઇન મારી સાથે જોબ કરે છે. સાવ મૂંગા મોંએ કામ કર્યા કરે, ના હસે ના બોલે. એક દિવસ એ મને પૂછે, ‘તમે ભારતીયો જે કૌટુંબિક સુખ ભોગવો છો, એવું અમને કેમ નહીં મળતું હોય?’
જેઇનનાં માબાપ પચીસ વર્ષનાં લગ્નજીવન પછી છૂટાં પડ્યાં છે. જેઇન માનવીય સંબંધો વિશે બધું સમજે છે. એણે મને જે પ્રશ્ન પૂછ્યો એ કેટલાય દિવસોના વલોપાત પછી પૂછ્યો છે.
એ આશ્ચર્ય વ્યક્ત કરે છે, ‘તમારામાં સ્નેહ શી રીતે પાંગરે છે અને જળવાય છે? કુટુંબમાં એકને કંઈ મુશ્કેલી આવે, ત્યારે બધાં સાથે મળી તે દૂર કરવા મથો છો. અમે પણ કુટુંબ રચીએ છીએ, દિવસમાં કેટલીય વાર આઈ લવ યુ કહીએ છીએ, પણ કુટુંબમાં તિરાડ પડે ત્યારે શાંત ચિત્તે વિચારવાના બદલે એવું જોર કરીએ છીએ કે કુટુંબ તૂટી જાય, બધું વેરવિખેર થઈ જાય. મારાં મોમ અને ડેડે અમારો વિચાર જ ન કર્યો. ’
જેઇન જરા અટકીને બોલી, ‘અમારે ત્યાં વ્યક્તિ સ્વાતંત્ર્યનો એટલો અતિરેક છે કે સહનશીલતા, ધૈર્ય, સંયમ વિસરાઈ ગયાં છે, સંતાનોનોય માબાપ વિચાર નથી કરતાં. સ્વાર્થ અને અહ્મમાં રાચીએ છીએ. પરિણામે કેટલું નષ્ટ થઈ જાય છે.

પ્રકૃતિનાં રહસ્યો જાણવા પુરુષાર્થ કરીએ છીએ પણ માણસના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની કોશિશ નથી કરતાં. તમારે ત્યાં પ્રેમના નામે કુરબાની આપવી સહજ છે, જ્યારે અહીં ત્યાગ અને કુરબાની માત્ર શબ્દો છે, ભાવહીન શબ્દો.’
હું ઘ્યાનથી સાંભળતી હતી. એ બોલી, ‘મારી મોમ પ્રેમાળ અને ઘરરખ્ખુ હતી, હર ક્ષણ એ કુટુંબ માટે જ જીવતી હતી. પચીસ વર્ષ બધું બરાબર ચાલ્યું, પછી મારા ફાધર બહાર સંબંધ રાખતા થયા, મોમ-ડેડ વચ્ચે ઝઘડા થવા માંડ્યા અને એક દિવસ બધું છોડીને જતા રહ્યા.
એમની લવર સાથે એ સુખેથી રહે છે. અમે એમને કદી યાદ નહીં આવતાં હોઈએ? એમને એવું તે શું મળી ગયું કે ઘર, નિષ્ઠાવાન પત્ની અને અમને ભૂલી ગયા? એ કોઈ ભારતીય કુટુંબના સંપર્કમાં હોત તો અમારું કુટુંબ તૂટ્યું ન હોત.’
જેઇનના મોંએ આ સાંભળીને મને ભારતીય સંસ્કૃતિ માટેનું ગૌરવ વધી ગયું. આપણે કુટુંબને સાચવી લઈએ છીએ. પશ્વિમના લોકો પ્રેમ છોડીને જડ વસ્તુમાં સુખ શોધે છે અને દુ:ખી થાય છે.
Source: Prashasti Mehta | Last Updated 12:44(06/01/10)
Comment| Share
સાસુનો વિરોધ કરવાની એમનામાં હિંમત નથી. ‘સહન કરજે’ એવી શીખ મા-બાપે એમને સાસરે વળાવતી વખતે આપી હતી, તેનું ચુસ્તપણે પાલન કરે છે અને કડવા ઘૂંટડા ગળી જાય છે. આવું દરેક રજામાં બને તેથી કૃતિકા દુ:ખી થયા કરે છે. મને કેમ આવી સંકુચિત મનની સાસુ મળી? હું વરની સાથે બહાર ફરવા ન જઇ શકું તેમાં એને મજા આવે છે. દીકરો-વહુ જિંદગી માણે એ એને મંજૂર નથી. અભિનવની મમ્મી વર્ષોથી અમેરિકામાં વસી છે, પણ એને કેમ ખ્યાલ નથી આવતો કે દીકરા-વહુની સ્વતંત્ર જિંદગી હોય, એમાં દખલ ન કરાય.
કૃતિકા અભિનવને પરણીને અમેરિકા આવી. અભિનવ સારું કમાય છે. કૃતિકા પણ એમ.ફાર્મ. છે અને અમેરિકા આવીને એક-બે જરૂરી કોર્સ કર્યા છે. તેથી એ પણ અભિનવ જેટલું જ કમાય છે. ફર્મમાં એ પણ ઊંચી જવાબદારીભરી પોસ્ટ પર છે.
બંનેએ અદ્યતન સગવડવાળું ઘર બનાવડાવ્યું છે. માન અને પ્રતિષ્ઠાથી ભરી ભરી વૈભવી એમની જિંદગી છે. છતાં કૃતિકાનાં હૈયે કાયમ એક ફરિયાદ હોય છે, ‘મને ધાર્યું સુખ નથી મળ્યું.’
શું ખૂટે છે કૃતિકાના જીવનમાં? ખૂટે છે એના પતિનો સંગ. કૃતિકાના સસરાનું ઘર એના ઘરની નજીક છે. રજાનો દિવસ હોય, એણે હોંશથી બહાર જવાનો કાર્યક્રમ બનાવ્યો હોય અને એની સાસુનો ફોન આવે, ‘અભિનવ જરા આવી જજે ને...’ અને અભિનવ તરત દોડે. શું કામ છે? એવું કશું અભિનવ એની માને ન પૂછે.
કૃતિકા તૈયાર થઇને પતિની રાહ જોતી બેસી જ રહે. ટેલિફોન કરીને કૃતિકાને જાણ કરવાની દરકાર પણ ન રાખે. કૃતિકા કહે છે કે એની સાસુને ડર છે કે દીકરો વહુનો થઇ જશે તો? એટલે રજાના દિવસમાં કંઇ ને કંઇ બહાનું કાઢી દીકરાને પોતાની પાસે રોકી રાખે છે.
આવું દરેક રજામાં બને તેથી કૃતિકા દુ:ખી થયા કરે છે. મને કેમ આવી સંકુચિત મનની સાસુ મળી? હું વરની સાથે બહાર ફરવા ન જઇ શકું તેમાં એને મજા આવે છે. દીકરો-વહુ જિંદગી માણે એ એને મંજૂર નથી.
અભિનવની મમ્મી વર્ષોથી અમેરિકામાં વસી છે, પણ એને કેમ ખ્યાલ નથી આવતો કે દીકરા-વહુની સ્વતંત્ર જિંદગી હોય, એમાં દખલ ન કરાય. દીકરા-વહુને તાબે રાખવા એ જાતજાતની યુક્તિઓ અજમાવે અને દીકરો એવો કહ્યાગરો છે કે કંઇ બોલતો નથી.
કૃતિકાના બે દિયર છે, તે બંને અલગ ઘરમાં રહે છે. સાસુ તેમને પણ અભિનવની જેમ જ ટ્રીટ કરે છે. બેઉ દેરાણીઓ ભણેલી છે, કમાય છે, પણ સાસુનો વિરોધ કરવાની એમનામાંય હિંમત નથી. ‘સહન કરજે’ એવી શીખ મા-બાપે એમને સાસરે વળાવતી વખતે આપી હતી, તેનું ચુસ્તપણે પાલન કરે છે અને કડવા ઘૂંટડા ગળી જાય છે, પણ કૃતિકા અલગ માટીની બની છે.
સાસુની જોહુકમી એને કબૂલ નથી. એ અભિનવને કહે છે, ‘તું તારી માનો દીકરો છે, એમણે તને જન્મ આપ્યો, ઉછેર્યો એ ઋણભાર નીચે તું આટલો દબાયેલો છે, તો પરણ્યો શું કામ? પત્ની તરફ તારું કંઇ કર્તવ્ય નહીં?
તારી મમ્મીના મનમાં તરંગ ઊઠે અને તને જેમ નચાવે એમ નાચવું હતું, તો કોઇ કઠપૂતળી જેવી સ્ત્રી સાથે પરણવું હતું ને? જે તું રાખે એમ રહે અને તારી ઇરછા સંતોષે.’
અભિનવ એકવીસમી સદીનો શિક્ષિત યુવાન છે, સ્વતંત્રતાનો જે દેશમાં મહિમા છે, એ દેશમાં રહે છે, પણ વિચારમાં એ ચૌદમી સદીનો છે. વિજ્ઞાનની લેટેસ્ટ ટેક્નોલોજીનો એ ઉપયોગ કરે છે. એક મોટી કંપનીના ડીરેક્ટર પદેથી એ મોટા મોટા નિર્ણયો કરી શકે છે, પણ પોતાના અંગત જીવનમાં એ પોતાના હૃદય-મનથી કોઇ નિર્ણય નથી લઇ શકતો.
પત્ની તરફ પોતાની કંઇ ફરજ છે એવું એ નથી માનતો. માત્ર કૃતિકા નહીં, અસંખ્ય કોડભરી યુવતીનો આ પ્રશ્ન છે. તેઓ પૂછે છે, ‘લગ્ન કર્યા એ શું અમારી ભૂલ હતી?’ હૃદયવિદારક આ પ્રશ્નનો શો ઉત્તર હોઇ શકે? શું એમના પતિ પણ એમની વેદના સમજી નથી શકતા?
Source: Prashasti Mehta | Last Updated 13:28(24/01/10)
Comment| Share
ત્યાંથી ખસીને કિનારા પર જવાનો હવે કોઇ પ્રશ્ન જ નથી ઊઠતો. લખવાની પ્રક્રિયાએ મને સમૂળગી બદલી નાખી છે. મારાં હૃદય, મન, ચેતના બધું શબ્દો દ્વારા પ્રગટ થતું જાય છે. શબ્દોના સાથ વગર મારામાં આવું સુભગ પરિવર્તન ન આવત. શબ્દો મારા માટે અત્યંત પવિત્ર છે. ભીતરમાંથી શબ્દો આવતા જ જાય અને મારું હૈયું ઠલવાતું જાય છે અને પછી જે નિર્મળ હળવાશ હું અનુભવું છું, એની મારા જેવા અનુભવોમાંથી પસાર થયેલાને જ ખબર પડે. શબ્દોએ મને વાસ્તવિકતાનો સામનો કરતાં શીખવાડ્યું.
કેટલાક દાયકાં પહેલાં પશ્વિમના દેશોમાં ગોરા લોકો અશ્વેત લોકોને પકડી લાવીને ગુલામ બનાવતા હતા. તેઓ માણસ જ ન હોય એમ એમના પર અસહ્ય ત્રાસ ગુજારતા. ગોરો માલિક વિફરે તો ગુલામને ઢોરમાર મારીને મારી નાખતો કે એક જ ધડાકે શૂટ કરીને એના શબને રસ્તા પર ફેંકી દેતો. છતાં એ ખૂની ગોરો ગુનેગાર ન ગણાતો, એને પોલીસ રક્ષણ મળતું.
અશ્વેત બાળકને ભણવાનો હક નહોતો. વિકાસના બધા માર્ગ એના માટે બંધ હતા, પણ ગુલામી નાબૂદ થયા પછી એ અશ્વેત જાતિમાં કેટલાક યુવાન-યુવતીઓ ડૉક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, ડિટેક્ટિવ, કલાકાર, પત્રકાર, પાદરી અને લેખક બન્યા. એમના ભીતરના તેજથી ઝળહળી ઊઠ્યા.
એક અશ્વેત લેખક હાર્વર્ડ થર્મન લખે છે, અમારી જાતિ જન્મથી જ હડધૂત થતી આવી છે, સૈકાથી વેઠેલા એ જુલમની વાત લોકોએ જાણવી જ જોઇએ જેથી ભવિષ્યમાં કોઇ અન્યાય ન કરે.
લેખિકા બેલ હુક્સ કહે છે, ‘પૈસા કમાવા કે પ્રસિદ્ધિ મેળવવા મેં હાથમાં કલમ નથી પકડી, પણ મારી અંદર ઘેરી હતાશાનો પાતાળકૂવો છે, એમાં હું ગુંગળાતી હતી. મને આપઘાતના વિચારો આવતા હતા, પણ શબ્દોએ મને બચાવી લીધી. લેખન દ્વારા મારી લાગણીઓને હું વાચા આપું છું.
ક્યારેક શબ્દો ન મળે અને હું બહાવરી બની જાઉ ત્યારે મારી બહેન મને કહેતી, ‘છોકરી, તું તારી અંદરની દુનિયામાંથી બહાર આવ. જિંદગીમાં વેઠેલાં દુ:ખો ભૂલી જા.’ ત્યારે હું કહેતી, મારા પૂર્વજોનાં લોહીથી ખરડાયેલા માર્ગ પર ચાલવાનું છે. એમનાં આંસુના પૂરમાં આગળ ડગ ભરવાના છે.
ત્યાંથી ખસીને કિનારા પર જવાનો હવે કોઇ પ્રશ્ન જ નથી ઊઠતો. લખવાની પ્રક્રિયાએ મને સમૂળગી બદલી નાખી છે. મારાં હૃદય, મન, ચેતના બધું શબ્દો દ્વારા પ્રગટ થતું જાય છે. શબ્દોના સાથ વગર મારામાં આવું સુભગ પરિવર્તન ન આવત. શબ્દો મારા માટે અત્યંત પવિત્ર છે.
ભીતરમાંથી શબ્દો આવતા જ જાય અને મારું હૈયું ઠલવાતું જાય છે અને પછી જે નિર્મળ હળવાશ હું અનુભવું છું, એની મારા જેવા અનુભવોમાંથી પસાર થયેલાને જ ખબર પડે. શબ્દોએ મને વાસ્તવિકતાનો સામનો કરતાં શીખવાડ્યું. શબ્દોએ મને નિરાશામાંથી બહાર કાઢી. મારા લેખનનો મૂળ પાયો આઘ્યાત્મવાદ છે. એ ગૂઢ પ્રદેશમાં અવગાહન કરીને જીવનના એ વિરલ સ્વરૂપને આલેખવાની મથામણમાં હું જિંદગીને સમજી શકી છું.’
બીજી એક અશ્વેત કવિયિત્રી કહે છે, ‘અમારા દુ:ખોથી હું એટલી બધી વલોવાતી હતી કે મને થતું હું પાગલ થઇ જઇશ. પણ મારી પાસે શબ્દો આવ્યા અને હું બચી ગઇ. શબ્દોના જાદુએ મને સાવ બદલી નાખી.’
લેખક ચાલ્ર્સ ઇવાન લખે છે, ‘જિંદગીમાં મારી કોમે એટલું વેઠયું છે કે લોહી નીંગળતા એ ઘાવે મને બેચેન કરી મૂક્યો. મને થયું, ઓહો! મારા પૂર્વજો, મારાં સ્નેહાળ, વહાલસોયા, વિશ્વાસુ પૂર્વજો, પ્રતિપળ કચવાતા જ રહ્યા. ગોરા લોકોએ એમનાં શરીર, મન, આત્માને નામશેષ કરવા એમના પર કેટલો ત્રાસ ગુજાર્યો, પણ તેઓ નામશેષ ન થયા અને જીવ્યા.
જીવંત રહેવાની કેવી અદભૂત શક્તિ એમનામાં હશે? તેમનામાં કેવી સંવેદનશીલતા અને સર્જનાત્મકતા હશે? તો કોઇ કલાકાર બન્યા, તો કોઇ લેખક. ગાયન, નર્તન, વાદન અને શબ્દો થકી સૈકાઓની એમની વ્યથા, વેદના વ્યક્ત થઇ.
તેઓ જિંદગી જીવ્યા અને જ્યારે પોકાર પડયો, ત્યારે જે ધરતી પર તેઓ વિચરતા હતા એને બચાવવા લશ્કરમાં જોડાયા અને પોતાના પ્રાણની આહુતિ આપી. તેઓ ક્યારેય પાછા નથી હટયા. કદી દુર્ભાવ નથી રાખ્યો, કદી વેર નથી રાખ્યું. શૌર્યની સાથે સ્નેહ અને ઉદારતા દાખવ્યા છે. કઇ અમરવેલનાં એમણે પાન કર્યા હશે?!’
Source: Prashasti Mehta | Last Updated 13:50(28/02/10)
Comment| Share
તમારા દેશમાં બાળકને ગળે વળગાડીને ચોવીસે કલાક તમે ફરો છો, પણ શું કામ ? બાળકને એકાંત આપો, એના રૂમમાં એને એકલું રહેવા દો.
સિંધિયા મને કહે, ‘ ચાલ, આપણે બેં લોંગ ડ્રાઇવ પર જઇએ. તારા વર કે દીકરાને નહીં લેવાના !
નવાઇ પામતાં મેં કહ્યું, ‘એમ એકલા જવાની શું મજા આવે !’
સિંધિયા ચિડાઇને બોલી, ‘તમે ઇન્ડિયન લોકો સ્વતંત્રતા ભોગવવાનું શીખ્યા જ નથી. વર અને છોકરાને ગળે વળગાડીને ફરો એમાં શું મજા આવે ?’
હું ભોળી ‘વર અને સંતાન મારા અસ્તિત્વનો એક ભાગ જ છે. તેમને મારાથી હું જુદા ન ગણી શકું. ’
‘તને તારી પોતાની જિંદગી જ નથી ? તું શું માત્ર કોઇની મા, અને કોઇની પત્ની જ છે ?
ભલેને તું સ્નેહવશ એમને તારી જોડેને જોડે રાખે પણ તારા આ વર્તનથી તેઓ પણ તારા પર આધાર રાખતા થઇ જાય, અને તારા દીકરાનું વ્યક્તિત્વ સ્વતંત્રપણે ખીલે નહીં.’
આમ કહીને થોડીવાર અટકીને એ બોલી, ‘હું તારા પ્રેમનું મૂલ્ય ઓછું નથી આંકતી કે તારા કાળજીભર્યા પ્રેમની એમને જરૂર ઓછી છે એવું નથી કહેતી પણ દરેક વાતની એક સીમા હોય છે, એ સીમા બેઉ પક્ષ માટે હિતકારી છે.
તમારા દેશમાં બાળકને ગળે વળગાડીને ચોવીસે કલાક તમે ફરો છો, પણ શું કામ ? બાળકને એકાંત આપો એના રૂમમાં એને એકલું રહેવા દો, તું આમ કર ને આમ ન કર અથવા તો ચાલ આપણે આમ કરીએ કહી તમે એને ગાઇડ ન કરો. એની સ્વતંત્ર સમજ, બુદ્ધિ અને નિર્ણયશક્તિને ખીલવા દો. વળી કોઇ વાર એવું ય બનતું હશે કે એને તારી હાજરી નહીં ગમતી હોય. તેં કદી એવું નોંઘ્યુ નથી ?’
હું બોલી, હા, ક્યારેક મને એવુ લાગ્યુ છે, એકવાર દીકરો એની રૂમમાં બેસીને લખતો હતો. તેને જોઇને હું પાછી વળી ગઇ. એણે મને જોઇ હતી પણ એણે મને બોલાવી નહીં, એ લખતો જ રહ્યો. એનું લખવાનું પૂરું થયુ પછી બહાર આવીને મને કહે, થેંક્યુ મમ્મી.’ હું સમજી ગઇ દીકરાને પોતાના વિચાર છે, પોતાની રીત છે. પોતાનું એકાંત એને
ગમે છે.
સિંધિયા બોલી ‘બસ તો હું તને એ જ કહેવા માગું છું કે દરેક વ્યક્તિને એકાંત ગમે પોતાનું એકાંત સચવાય એ ગમે. તું દીકરાને સમજ અને એની રીતે એને વિકસવા દે.’
સિંધિયા નિખાલસ અને સ્પષ્ટવક્તા છે. એ બોલી ‘મને તમારી અમુક પ્રથા જરાય નથી ગમતી. ધારો કે હું ભારતીય છોકરાને પરણું અને એ બેવકૂફ મને સમજી ન શકે અને મારો એ વર મારી સાથે ને સાથે રહે તો હું તો ગૂંગળાઇ જાઉ. એની પસંદ નાપસંદનો આપણે ખ્યાલ રાખવાનો. મને તો એમાં ગુલામી લાગે.’
હું હસી પડી, બોલી ‘અમને ભારતીય સ્ત્રીઓને તો પતિ સાથે હોય એ ગમે. એ સાથે હોય એટલે કોઇ ચિંતા જ નહીં પણ તેં કહ્યા એ ગેરફાયદા તો ખરા જ પણ એની પસંદ ના પસંદનો ખ્યાલ રાખવામાં મને તો કોઇ ભાર નથી લાગતો બલકે ગમે છે એ બધું... ’
મારું બોલવાનું પૂરું થાય એ પહેલા એ બોલી, ‘માત્ર વર જ નહીં, આપણા મા બાપ કે કોઇ વડીલ આપણી સાથે હોય એટલે એ સલાહ સૂચન તો આપે જ. ભલેને આપણે એમની સલાહ પર ઘ્યાન ન આપીએ પણ એની સલાહની આપણા પર અસર તો થાય જ છે. અને મને એ મંજૂર નથી મારું મન બગડી જાય.’
મેં નવાઇ વ્યક્ત કરતાં પૂછયું, ‘તું તારા વિચારની કેમ આટલી આગ્રહી છે? તારા પર કોઇએ કડકાઇથી શિસ્ત લાદી નહીં હોય એવું હું માનું છું.’
‘એ હું શું વાત કરું મારા જીવનની મારા ડેડી મને અને મોમને છોડીને જતાં રહ્યા પછી હું મારાં નાનીમા પાસે ઉછરી. નાનીમા આઇરીશ કેથલિક સ્વભાવે કડક અને અતડાં. આપણે ગાઇએ, હસીએ કે બહાર જવાની વાત કરીએ તો આપણને વઢી નાંખે, સારા કપડાં ય પહેરવા ન દે.
હેરસ્ટાઇલ નહીં કરવાની એ માને કે આજ શૃંગાર આપણને પતનના માર્ગે લઇ જાય છે. હું સાઘ્વી બનું એ માટે મને પ્રોત્સાહન આપે. મારો સ્વાભાવિક વિકાસ જ ન હતો થયો. પણ હું કોલેજમાં ગઇ અને હોસ્ટેલમાં રહી અને જાણે નવી જ દુનિયામાં હું આવી ચડી ત્યાંના મુક્ત વાતાવરણે મારું મન બદલાઇ ગયું. મારો સંતુલિત વિકાસ થયો. એટલે હું તને કહું છું કે તું મુક્ત રીતે જીવે ત્યાં મેં ઘર છોડ્યું પછી ઘર અને સગાં મારાથી દૂર થઇ ગયા છે.
Source: Prashasti Mehta | Last Updated 19:42(27/01/10)
Comment| Share
રુડોલ્ફે વિવિયનની ગેરહાજરીમાં એના એપાર્ટમેન્ટના બારણે એક પાર્સલ મૂકાવ્યું. ઓફિસથી પાછી આવેલી વિવિયને પાર્સલ ખોલ્યું તો મોટો ધડાકો થયો અને વિવિયનના ફૂરચેફૂરચા ઊડી ગયા. રુડોલ્ફ પર શક ગયો પણ એનો ગુનો પુરવાર ન થયો... સુઝાન એના પતિ રોબર્ટથી છૂટી થઇ પછી પોલીસને લઇને પોતાના ફ્લેટમાં પોતાની વસ્તુઓ લેવા ગઇ. પોલીસ હાથમાં ગન લઇને ચારે બાજુ નજર નાખતો ઊભો હતો. સુઝાન એક કબાટમાંથી બેફિકરાઇથી પોતાની વસ્તુઓ કાઢતી હતી ત્યારે એક મોટા કબાટમાં સંતાઇ ગયેલો રોબર્ટ એકાએક બહાર નીકળ્યો અને ધનાધન ગોળીઓ છોડી.
અમેરિકા કે જ્યાં સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વનો સંપૂર્ણ સ્વીકાર થયો છે. સ્ત્રી એની પોતાની રીતે જીવી શકે એવી સગવડો છે, એવા સંયોગો છે, જ્યાં નોકરી જતી રહે તો બેકારીભથ્થું મળે છે, જ્યાં કાયદો સ્ત્રીના પક્ષમાં છે, જ્યાંની સરકાર કહે છે કે સ્ત્રીઓ પરના અત્યાચાર માનવહકનો ભંગ છે, સ્ત્રી પર શારીરિક કે માનસિક ત્રાસ ગુજારે તો કડક શિક્ષાની જોગવાઇ છે.
ત્યાં પણ રોજેરોજ સ્ત્રીઓ કમોતે મરે છે, એમના શબના ટુકડેટુકડા થાય અને જંગલમાં ફેંકાઇ જાય કે દરિયામાં ફગાવી દેવાય. દુનિયાના દરેક દેશમાં આવી જ કરુણ પરિસ્થિતિ છે, ક્યાંય કશું અટકયું નથી. સેંકડો વર્ષોથી સ્ત્રી પર ત્રાસ થતો આવ્યો છે.
રોજ સવારે પેપર ખોલો અને સ્ત્રીની ઘાતકી હત્યાના સમાચાર વાંચવા મળે. હત્યારો મોટા ભાગે એનો ઘનિષ્ઠ, પ્રિયજન હોય કે સ્ત્રીએ જેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને લગ્ન કર્યા હોય એ પતિ હોય, જેના સંતાનની એ મા બની હોય એ પતિએ જ બંદૂકની ગોળીએ એને વીંધી હોય કે ક્યારેક ગળું દબાવીને હત્યા કરી હોય. છાપાંમાં અને ટીવીમાં એ મૃતદેહની તસવીરો બતાવાય. જે જોઇને આપણે કંપી ઊઠીએ.
આવા સમૃદ્ધ, લોકશાહીને વરેલા દેશમાંય સ્ત્રીની આવી દશા? સ્ત્રી એની નિકટ આવતા પુરુષને પારખી શકતી નહીં હોય? સ્ત્રી આટલી વિશ્વાસુ કેમ બને છે? વિશ્વાસુ સ્વભાવ એ શું એની જન્મજાત નબળાઇ છે? પ્રેમ કરવો એ શું એની દુર્બળતા છે?
સ્ત્રી બુદ્ધિથી માણસનું મૂલ્ય આંકી જ નહીં શકતી હોય? ત્યાગ, પ્રેમ, ઉદારતા, સ્વાર્પણ એટલી હદે ન હોવાં જોઇએ કે એ સ્ત્રીના પોતાના ઘાતક બની જાય. સ્ત્રીને એના પ્રેમ પર આવો આંધળો વિશ્વાસ કેમ? મા-બાપનું યોગ્ય માર્ગદર્શન નહીં મળતું હોય?
કે પછી શું કોઇ એવા લુચ્ચા પુરુષના પંજામાં સ્ત્રી સપડાઇ જાય છે કે એના જોરદાર પંજામાંથી છટકી જ ન શકે? અથવા તો ત્રાસથી એની બુદ્ધિ કુંઠીત થઇ ગઇ હોય?
અરે! ક્યારેક સ્ત્રી હિંમત બતાવીને છૂટવા પ્રયત્ન કરે છે તોય છૂટી શકતી નથી. વિવિયન નામની એક યુવતી એના પુરુષમિત્ર રુડોલ્ફથી છૂટી થઇ ગઇ કારણ કે વિવિયન કમાતી હતી અને રુડોલ્ફ એની બીજી સ્ત્રીમિત્રો સાથે વિવિયનના પૈસે મઝા કરતો હતો.
વિવિયને રુડોલ્ફને પોતાના એપાર્ટમેન્ટમાંથી કાઢી મૂક્યો અને પોતાના સંરક્ષણ માટે ઓર્ડર મેળવ્યો કે રુડોલ્ફ વિવિયનના એપાર્ટમેન્ટ કે જોબના સ્થળથી સો વારના અંતર સુધીમાં ક્યાંય નજરે ન પડવો જોઇએ.
રુડોલ્ફે વિવિયનની ગેરહાજરીમાં એના એપાર્ટમેન્ટના બારણે એક પાર્સલ મૂકાવ્યું. ઓફિસથી પાછી આવેલી વિવિયને પાર્સલ ખોલ્યું તો મોટો ધડાકો થયો અને વિવિયનના ફૂરચેફૂરચા ઊડી ગયા. રુડોલ્ફ પર શક ગયો પણ એનો ગુનો પુરવાર ન થયો.
સુઝાન એના પતિ રોબર્ટથી છૂટી થઇ પછી પોલીસને લઇને પોતાના ફ્લેટમાં પોતાની વસ્તુઓ લેવા ગઇ. પોલીસ હાથમાં ગન લઇને ચારે બાજુ નજર નાખતો ઊભો હતો. સુઝાન એક કબાટમાંથી બેફિકરાઇથી પોતાની વસ્તુઓ કાઢતી હતી ત્યારે એક મોટા કબાટમાં સંતાઇ ગયેલો રોબર્ટ એકાએક બહાર નીકળ્યો અને ધનાધન ગોળીઓ છોડી.
મરણ પામતી સુઝાનને એણે કહ્યું, ‘વસ્તુઓ તારી હતી પણ ફ્લેટ મારો છે. એની ડુપ્લીકેટ ચાવી મારી પાસે છે. તારી પાસે કોર્ટનું ફરફરિયું છે પણ મારી પાસે ગન છે. હવે તારે કરવું હોય એ કર.’
પ્રેમ, પ્રેમ ઝંખતી એ નિર્દોષ, ઉત્સાહી યુવતી સ્થળ પર જ મૃત્યુ પામી. હવે કોર્ટ એ પુરુષને આજીવન જેલમાં રાખે તો ય શું? સમજાતું નથી કે છંછેડાયેલા, છંડાયેલા એ પુરુષના માથે કયું ભૂત સવાર થઇ જાય છે કે સ્ત્રીને મારી જ નાખે છે!
અહીં ૯૧૧ જોડો અને ગણતરીની પળોમાં પોલીસ આવી પહોંચે છે. ૯૧૧ જોડીને તમે કંઇ ના બોલો તોય પોલીસ તમારું સ્થળ શોધીને આવી પહોંચશે. આવી ત્વરિત મદદ મળે છે તોય સ્ત્રી બચી શકતી નથી. આ જોઇને મન ઉદાસ ઉદાસ થઇ જાય છે.
Source: Prashit Mehta, Sapana Ni Kediye | Last Updated 3:55(16/07/10)
Comment| Share
બાર્બરાને ખબર મળી કે એનો એકનો એક દીકરો આલ્ફ હેરોઇનના ઓવરડોઝથી મૃત્યુ પામ્યો છે. બાર્બરા સ્તબ્ધ થઇ ગઇ. આવું કંઇક બનશે એવો અણસાર એને વર્ષો પહેલા આવી ગયો હતો, પણ હમણાંથી તો બધું બરાબર ચાલતું હતું. એણે હેરોઇન છોડી દીધું હતું. એણે બાર્બરાને કહ્યું હતું, ‘મોમ, જિંદગી કેટલી સરસ છે. મેં આટલા વર્ષો વિતાવ્યા એ કેવડી મોટી ભૂલ કરી.’ આલ્ફ પોતાની શક્તિ અને સૂઝબૂઝથી જિંદગીને આકાર આપવા માગતો હતો. એને એક થ્રિલર પિકચરમાં કામ મળ્યું હતું. એ માટે એણે વજન વધારવાનું હતું. એનું વજન ૨૦૦ પાઉન્ડ થયું હતું. એ આગળ વધતો હતો. ત્યાં આ શું થઇ ગયું? બાર્બરા હોસ્પિટલમાં પહોંચી. સાથે એનો હાલનો પતિ જોન હતો. આલ્ફનો પિતા માઇકલ પણ એની હાલની પત્ની બેવર્લી સાથે હોસ્પિટલે પહોંચ્યો.
હોસ્પિટલમાંથી જાણવા મળ્યું કે પોલીસ આલ્ફને હોસ્પિટલમાં લાવી ત્યારે એ બેશુદ્ધ હતો. દાકતરી તપાસમાં આવ્યું હતું કે એણે હેરોઇન વધારે પ્રમાણમાં લીધું હતું. તેથી હાર્ટ પર દબાણ આવ્યું હતું. થ્રિલર પિકચરના પાત્રને અનુરૂપ, આલ્ફ એનું શરીર હૃષ્ટપુષ્ટ બને તે માટે સ્ટેરોઇડના ઇન્જેકશન ડોક્ટરને પૂછ્યા વગર જાતે લેતો હતો. આ ડ્રગ ઘાતક હતા. કસરત અને ખોરાકથી આલ્ફનું શરીર શેપમાં આવ્યું જ હતું. એને આવા ઇન્જેકશનની જરૂર જ નહોતી, પણ આલ્ફમાં એક નબળાઇ હતી. એ જે વસ્તુ પાછળ પડે એની પાછળ ગાંડો બની જતો. આવેગ અને આવેશમાં એ પ્રમાણભાન ગુમાવી બેસતો.
આલ્ફના અવસાનથી બાર્બરા ઘેરા શોકમાં ડૂબી ગઇ. દીકરાના મૃત્યુનું કારણ એ પોતાની જાતને માનવા લાગી. આલ્ફ નવ વર્ષનો હતો, ત્યારે બાર્બરા એના પતિ માઇકલથી છુટી પડી ગઇ હતી. આલ્ફ બહુ લાગણીશીલ હતો. એને મમ્મી-પપ્પા બેઉ જોઇતા હતા, પણ મમ્મી શો બિઝનેસમાં અને પપ્પા ટીવી સિરિયલમાં વ્યસ્ત રહેતા. દીકરાને સમય આપી શકતાં નહીં. મા-બાપના પ્રેમ વગર હજિરાતો આલ્ફ દસેક વર્ષની ઉંમરે હપિ્પીના સંપર્કમાં આવી હેરોઇનના રવાડે ચડી ગયો. આલ્ફ ભણવાનું છોડીનેે ચોરી કરતો થયો. ઘર છોડી અને ગમે ત્યાં રસ્તા, ગલીઓ કે અવાવરુ જગ્યાએ પડી રહેતો.
અવારનવાર સમાજસુધારકો એને વ્યસનમુક્તિ કેન્દ્રમાં દાખલ કરતા. એ બહાર આવતો અને વળી પાછો ડ્રગના રવાડે ચડતો, પણ હવે એ પોતાની જિંદગી વિશે ગંભીરતાથી વિચારતો થયો હતો. સમય પસાર થતાં આલ્ફ વીસ વર્ષનો થયો. એનામાં ટેલેન્ટ તો હતી જ. લગ્ન પણ કર્યા હતા. એક મૂવીમાં એને કામ મળ્યું. એનું કામ વખણાયું હતું, પણ કોને ખબર શું થયું કે એની પત્ની એને છોડીને જતી રહી અને એ ફરી ડ્રગના રવાડે ચડી ગયો. કામ મળતું બંધ થયું. વળી એને કામ મળ્યું, ત્યાં તો એ મૃત્યુ પામ્યો. બાર્બરા પસ્તાવાની આગમાં પ્રજળ્યા કરે છે કે એના છુટાછેડાની દીકરાના માનસ પર બહુ અસર થઇ. એને થયું દીકરો પૂરો સમજદાર થાય પછી છુટાછેડા લીધા હોત તો દીકરો ડ્રગએડિકટ ન થાત, મૃત્યુ પામ્યો ન હોત, પણ હવે શું? દીકરો તો ગયો...
{ પ્રશિસ્ત મહેતા }સપનાંની કેડીએ
Thursday, July 15, 2010
Source: Prashist Mehta | Last Updated 16:34(26/06/10)
Comment| Share
કેથી અમેરિકન સિટઝિન છે, પણ એનાં મૂળ ભારતમાં-ગુજરાતમાં છે. અમે મળીએ ત્યારે અંત:કરણપૂર્વક વાતો કરીએ. જોકે મળવાનો વખત કેથીને બહુ ઓછો મળે છે કારણ કે એ બબ્બે જોબ કરે છે. શક્ય એટલું વધારે કમાવું એ એનો ઉદ્દેશ છે. કેથી પોતે કુંવારી છે. એની પોતાની જરૂરિયાતો તો બહુ ઓછી છે, તો એ કમાય છે કોના માટે? કેથી કમાય છે એના નાના ભાઈ આર્થર માટે. આર્થર ભારતમાં રહે છે અને બહેનના પૈસે તાગડધિન્ના કરે છે.
આર્થર કમાવાની કોઈ પ્રવૃત્તિ કરતો નથી. એણે લગ્ન કર્યા છે અને એને એક દીકરો પણ છે. તેમ છતાં પોતાના નિર્વાહની કોઈ ચિંતા નથી કારણ કે બહેન કેથી એના માટે અમેરિકામાં વૈતરું કરે છે અને પૈસા મોકલે છે. મંગાવે એટલા પૈસા કેથી મોકલે છે. મેં પૂછ્યું ‘તારો ભાઈ આટલો ઉડાઉ અને બેજવાબદાર કેમ છે?’
કેથી બોલી, ‘મારા ફાધરને કેન્સરનું નિદાન થયું ત્યારે તેઓ માંડ ત્રીસ વર્ષના હતા. સંતાનમાં હું એક દીકરી હતી તેથી તેઓ વલોપાત કરતા હતા કે હું મરીશ પછી મારું નામ પણ ભૂંસાઈ જશે. મારી મા કહે આ દીકરીને હું ભણાવીગણાવીને હોશિયાર બનાવીશ. તો તેમણે કહ્યું, એ મારું નામ આગળ તો નહીં ચલાવી શકે ને! હું મારા બાપનો એકનો એક દીકરો છું, પણ હવે મારા પછી કોઈ નહીં.
મારા ફાધરને દીકરાની તીવ્ર ઇચ્છા એટલે ડોક્ટરને પૂછીને એમણે બાળક માટે પ્લાન કર્યું અને મારા ભાઈનો જન્મ થયો. જો કે ભાઈના જન્મ પહેલાં મારા ફાધરનું અવસાન થયું હતું. ફાધર દીકરા માટે તડપતા હતા, પણ દીકરાનું મોં જોઈ શક્યા નહોતા.
મારી મા ભાઈને રાજકુંવરની જેમ લાડ લડાવે. એની ભૂલ હોય તો પણ કદી ટોકે નહીં. મારી માના લાડે ભાઈને સ્વાર્થી, બેજવાબદાર અને સ્વમાન વગરનો બનાવ્યો. ભાઈએ એનો અભ્યાસ પૂરો કર્યો નહીં અને રખડી ખાધું. અત્યારે ક્યાંય એને નોકરી નથી અને ખર્ચા તો બેસુમાર છે. આર્થર લાગણીહીન અને બુદ્ધિ વગરનો છે. આ જોઈને મારી માને ભાઈની બહુ ચિંતા થવા માંડી, પણ એને ઠપકો આપે નહીં. આપણે જો ઠપકો આપવા જઈએ તો તરત ભાઈનો પક્ષ લે કે બિચારો નાનો છે, બિચારાએ બાપનું મોંય જોયું નથી.
ભાઈને તો ફાવતું જડતું હતું, પણ પછી ભાઈની ચિંતામાં ને ચિંતામાં મા ઓગળતી ગઈ અને પોતાનો અંત નજીક જોઈને એણે મારી પાસેથી વચન લીધું કે ભાઈને સાચવજે. તારા પપ્પા અને મારી કેટકેટલી પ્રાર્થના પછી એ આપણને મળ્યો છે. એને કોઈ તકલીફ ન પડે તે જોજે.
મારી મા અતશિય વિશ્વાસુ, પ્રેમાળ અને સરળ હતી. એ આર્થરના જૂઠ્ઠાણાને પકડી શકતી નહીં અને મરતી માને દુ:ખ ન પહોંચે એ ખ્યાલે હું માને વાત કરતી નહીં. માની માંદગીના ખર્ચ અને ભાઈની ઉડાઉગીરીને પહોંચી વળવા હું અમેરિકા આવી.’ મેં પૂછ્યું, ‘આર્થર તારાથી નાનો છે અને પરણી ગયો છે. તું ક્યારે પરણીશ?’
‘હું પરણું તો આર્થર અને એના ફેમિલીનું શું થાય? આર્થરનો દીકરો મારા ફાધરનો વંશવેલો આગળ વધારશે. મારો વિચાર છે કે એને ખૂબ સારી રીતે ભણાવું. મારી ભાભી ખૂબ શોખીન છે અને ભાઈ એના શોખ પૂરા ન કરે તો ઘરમાં ઝઘડા થાય. પેલો નાનો દીકરો ગભરાય અને અસલામતી અનુભવે. ભાભી તો અવારનવાર ધમકી આપે છે કે હું તો આ ઘર, તને અને તારા દીકરાને છોડીને જતી રહીશ. એટલે હું પૈસા મોકલું છું.’
‘કેથી, આનો તો કદી અંત નહીં આવે, આર્થર સુધરે એવાં પગલાં લે. તું કડક બન.’ ‘હું કડક બનું એટલે કે એ માગે એટલા પૈસા ન મોકલું તો મારી ભાભી એને છોડીને જતી રહે તો? મારો ભાઈ ડિપ્રેશનમાં સરી પડે અને ભત્રીજો રખડી પડે. મારા ફાધરનું સ્વપ્નું રોળાઈ જાય, મારી માની તપશ્વર્યા એળે જાય. આ બધું ન બને તે માટે હું પોતે સંસારસુખની કામના નથી રાખતી.
મારી મહેનતથી, ત્યાગથી મારા માબાપની મહેચ્છા ફળે છે એનો મને સંતોષ છે. મારી એક જ મહત્વાકાંક્ષા છે કે મારા બાપનો વંશવેલો આગળ વધે.’ લાગણીભર્યા સૂરે કેથી બોલી.
Tuesday, July 6, 2010
Source: Prashasti Mehta | Last Updated 0:12(18/04/10)
Comment| Share
Previous Articles
ગીતાંજલિના પપ્પાના અવસાનના સમાચાર સાંભળી મેં ફોન કર્યો. શોક દર્શાવીને મેં પૂછ્યું, ‘ઇન્ડિયા ક્યારે જવાની છે?’ ‘હું નથી જવાની.’ આંસુભીના કંઠે ગીતાંજલિ બોલી. નવાઇ પામતાં મેં પૂછ્યું, ‘કેમ?’ એકાદ વીકની રજા તો એને મળી શકે એ હું જાણતી હતી. ઉદાસ સ્વરે એ બોલી, ‘હવે કોની પાસે જવાનું?’ પપ્પાના અવસાનથી માણસના જીવનમાં જે ખાલીપો સર્જાય એ તો કદી ભરાય નહીં, પણ ગીતાંજલિ ઇન્ડિયા જાય, સગાંને મળે, પપ્પાની સ્નેહભરી વાતો યાદ કરી રડી લે તો એનું મન હળવું થાય. વળી, ઇન્ડિયામાં એના નાના ભાઇ-ભાભી છે, એ હું જાણતી હતી.
અવસાન પછી એ કોઇ વિધિ કરે એમાં ગીતાંજલિએ મોટી બહેન તરીકે હાજર રહેવું જોઇએ. પોતાના ભાઇને આશ્વાસન આપવા એ કેમ નથી જવાની? જો કે એ એની અંગત વાત છે, એમાં આપણાથી કંઇ ન બોલાય, પરંતુ મારા વગર પૂછે ગીતાંજલિ બોલી, ‘દુનિયાની નજરે મારે ભાઇ, ભાભી છે, પણ અમારી વરચે સ્નેહ કે સંબંધ નથી. સ્નેહના ઠેકાણે નફરત છે.
મારા પપ્પાની અઢળક સંપત્તિ અને લાઇફસ્ટાઇલ વૈભવી. મારો ભાઇ લાડમાં ઉછર્યોછે. સાચા અર્થમાં એ મૂરખો છે. મારી ભાભીએ અમારી અઢળક સંપત્તિ જોઇને મારા ભાઇ સાથે પ્રેમલગ્ન કયાô. ઘરમાં પગ મૂકતાંની સાથે પોતાની હકૂમત ચલાવવા માંડી. ભાભી એના દાદીને અમારા ઘરે કાયમ માટે રહેવા લઇ આવી. એના બેઉ ભાઇઓને અમારી ઓફિસમાં પપ્પાને પૂછ્યા વગર એણે ગોઠવી દીધા. પપ્પાને મારા પર વિશેષ ભાવ હોવાથી એને ડર હતો કે પપ્પા મને મિલકતમાંથી કંઇક આપી દેશે તો?
એટલે એ પપ્પા પર ચાંપતી નજર રાખે. દિવસ દરમિયાન પપ્પા કયાં ગયા હતા એ ડ્રાઇવરને પૂછે અને પપ્પા કોને ટેલિફોન કરે છે, શું વાત કરે છે એ જાણવા જાતજાતની યુકિતઓ કરે. પપ્પાએ એને ઠપકો આપ્યો, તો એ પપ્પા સાથે ઝઘડે, એમનું અપમાન કરે. પપ્પા વ્યગ્ર અને વ્યથિત રહેતા હતા. ભાભી હઠ લઇને બેઠી કે બંગલો એના નામે કરી આપો. પપ્પાની તબિયત તંદુરસ્ત હતી. તેઓ વહુની ગેરવ્યાજબી માગણી શું કરવા સ્વીકારે? ભાભી એની જીદ મૂકે નહીં. પરિણામે, અમારા ઘરમાં કકળાટ જ રહેતો.
સમાજમાં અમારા ઘરની વાતો થવા માંડી. આવી પરિસ્થિતિમાં મારે અમેરિકા આવવાનું થયું. આવતા પહેલાં હું પપ્પાને મળવા ગઇ તો ભાભીએ પપ્પા ઊઘી ગયા છે, કહીને મને મારા પપ્પાને મળવા ન દીધી. હું કોલ કરું તો પપ્પા સાથે વાત થાય નહીં કારણ કે ભાભી ત્યાં જ હોય. મારા પપ્પા તો વહુના ત્રાસમાંથી છૂટ્યાં કારણ કે એના આવ્યા પછી પપ્પા જરાય સુખી નહોતા. મારા સાસુ કહે છે કે અત્યારે રોષ ન રખાય. તું મોટી છે, બધા મતભેદ ભૂલીને પપ્પાનું સારું દેખાય એમ તારે કરવું જોઇએ.
તારા ભાઇભાભી નાના છે, હું કહું છું તેઓ મારાથી નાનાં છે પણ કાચી ઉમરના નથી. તેઓએ પપ્પાને સંતાપ અને દુ:ખ સિવાય કંઇ આપ્યું નથી. સમાજને મારા વિશે જે માનવું હોય એ માને. મને એની પરવા નથી.’ એણે કહ્યું. હું એની સાથે સંમત થઇ. હેતપ્રેમ ન હોય તો દેખાવ કરવાનો શું અર્થ?
Source: Prashasti Mehta | Last Updated 12:08(03/04/10)
Comment| Share
Previous Articles
જે પ્રેમનું રટણ કરીએ છીએ તેને સાચવતાં અમને આવડતું નથી. મતભેદ સર્જાય તો અમે છૂટાં પડી જઈએ છીએ. મતભેદ દૂર કરવાના બદલે અમે જ દૂર થઈ જઈએ છીએ. અમારા દેશમાં વિજ્ઞાનની શોધે માણસનું જીવન સુખસગવડભર્યું બનાવ્યું છે, પણ તેને પ્રેમભર્યું કેવી રીતે બનાવવું એની શોધ હજી નથી થઈ.
જેઇન મારી સાથે જોબ કરે છે. સાવ મૂંગા મોંએ કામ કર્યા કરે, ના હસે ના બોલે. એક દિવસ એ મને પૂછે, ‘તમે ભારતીયો જે કૌટુંબિક સુખ ભોગવો છો, એવું અમને કેમ નહીં મળતું હોય?’
જેઇનનાં માબાપ પચીસ વર્ષનાં લગ્નજીવન પછી છૂટાં પડ્યાં છે. જેઇન માનવીય સંબંધો વિશે બધું સમજે છે. એણે મને જે પ્રશ્ન પૂછ્યો એ કેટલાય દિવસોના વલોપાત પછી પૂછ્યો છે.
એ આશ્ચર્ય વ્યક્ત કરે છે, ‘તમારામાં સ્નેહ શી રીતે પાંગરે છે અને જળવાય છે? કુટુંબમાં એકને કંઈ મુશ્કેલી આવે, ત્યારે બધાં સાથે મળી તે દૂર કરવા મથો છો. અમે પણ કુટુંબ રચીએ છીએ, દિવસમાં કેટલીય વાર આઈ લવ યુ કહીએ છીએ, પણ કુટુંબમાં તિરાડ પડે ત્યારે શાંત ચિત્તે વિચારવાના બદલે એવું જોર કરીએ છીએ કે કુટુંબ તૂટી જાય, બધું વેરવિખેર થઈ જાય. મારાં મોમ અને ડેડે અમારો વિચાર જ ન કર્યો. ’
જેઇન જરા અટકીને બોલી, ‘અમારે ત્યાં વ્યક્તિ સ્વાતંત્ર્યનો એટલો અતિરેક છે કે સહનશીલતા, ધૈર્ય, સંયમ વિસરાઈ ગયાં છે, સંતાનોનોય માબાપ વિચાર નથી કરતાં. સ્વાર્થ અને અહ્મમાં રાચીએ છીએ. પરિણામે કેટલું નષ્ટ થઈ જાય છે.
જે પ્રેમનું રટણ કરીએ છીએ તેને સાચવતાં અમને આવડતું નથી. મતભેદ સર્જાય તો અમે છૂટાં પડી જઈએ છીએ. મતભેદ દૂર કરવાના બદલે અમે જ દૂર થઈ જઈએ છીએ. અમારા દેશમાં વિજ્ઞાનની શોધે માણસનું જીવન સુખસગવડભર્યું બનાવ્યું છે, પણ તેને પ્રેમભર્યું કેવી રીતે બનાવવું એની શોધ હજી નથી થઈ.
પ્રકૃતિનાં રહસ્યો જાણવા પુરુષાર્થ કરીએ છીએ પણ માણસના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની કોશિશ નથી કરતાં. તમારે ત્યાં પ્રેમના નામે કુરબાની આપવી સહજ છે, જ્યારે અહીં ત્યાગ અને કુરબાની માત્ર શબ્દો છે, ભાવહીન શબ્દો.’
હું ઘ્યાનથી સાંભળતી હતી. એ બોલી, ‘મારી મોમ પ્રેમાળ અને ઘરરખ્ખુ હતી, હર ક્ષણ એ કુટુંબ માટે જ જીવતી હતી. પચીસ વર્ષ બધું બરાબર ચાલ્યું, પછી મારા ફાધર બહાર સંબંધ રાખતા થયા, મોમ-ડેડ વચ્ચે ઝઘડા થવા માંડ્યા અને એક દિવસ બધું છોડીને જતા રહ્યા.
એમની લવર સાથે એ સુખેથી રહે છે. અમે એમને કદી યાદ નહીં આવતાં હોઈએ? એમને એવું તે શું મળી ગયું કે ઘર, નિષ્ઠાવાન પત્ની અને અમને ભૂલી ગયા? એ કોઈ ભારતીય કુટુંબના સંપર્કમાં હોત તો અમારું કુટુંબ તૂટ્યું ન હોત.’
જેઇનના મોંએ આ સાંભળીને મને ભારતીય સંસ્કૃતિ માટેનું ગૌરવ વધી ગયું. આપણે કુટુંબને સાચવી લઈએ છીએ. પશ્વિમના લોકો પ્રેમ છોડીને જડ વસ્તુમાં સુખ શોધે છે અને દુ:ખી થાય છે.
Thursday, July 1, 2010
Source: Prashanti Mehta, Womanbhaskar | Last Updated 0:33(21/05/10)
Comment| Share
કેતનભાઈ અને સુરેખાબહેન પચીસ વર્ષથી અમેરિકામાં વસ્યાં છે. તેમની રહેણીકરણીમાં પાશ્વાત્ય રંગ ભળી ગયો છે, પણ માનસ તો પચાસ વર્ષ પહેલાંનાં ભારતીય માબાપ જેવું છે. દીકરી મહાશ્વેતા કોલેજના છેલ્લાં વર્ષમાં હતી ત્યારથી મુરતિયાની શોધ આરંભી દીધી. કેટલાય યુવકોની વિગતો મેળવી. એમાંથી રજત પસંદ પડ્યો. રજતના માબાપ દેવીલાબહેન અને મયંકભાઈએ પણ મહાશ્વેતા ગમી ગઇ. તેમણે સુરેખાબહેનને કહ્યું કે અમારો દીકરો ભલે અહીં જન્મ્યો અને ઉછર્યો હોય, પણ એનામાં પૂરેપૂરા ભારતીય સંસ્કાર છે. અમે કહીશું એની સાથે જ એ પરણશે. આવો આજ્ઞાંકિત યુવક સુરેખાબહેનને ગમી ગયો. એમણે દીકરીને સમજાવી, ‘રજત તારા માટે યોગ્ય છે. એને તું પસંદ છે, તો એમની સમક્ષ પ્રસ્તાવ મૂકીએ?’
મહાશ્વેતા બોલી, ‘એ મને પસંદ કરે તેથી તમે માગું નાખશો? હું કોઈ ચીજ નથી કે જેને પસંદ પડું એની થઈ જાઉં. હું તમારી દીકરી છું, તમે મને કાળજીથી ઉછેરી, ભણાવી, પરંતુ મારે લગ્ન કોની જોડે કરવા એ નિર્ણય તમે ન લઈ શકો. તમે મારાં માવતર છો, માલિક નહીં.’ ‘અમે નિર્ણય તારા પર ઠોકી નથી બેસાડતાં. તેઓ આપણાથી વધુ પૈસાદાર છે. રજત એમનો એકમાત્ર વારસદાર છે.’
‘મમ્મી, બાપની મિલકત જોઈ છોકરાને વરમાળા પહેરાવી દેવાની?’ ‘રજત ડોક્ટર છે. એની પ્રેક્ટિસ ચાલે છે, પૈસો, માન-પ્રતિષ્ઠા છે.’ ‘પૈસાના કારણે મારે કોઇને પસંદ કરી લેવાનો?’ ‘તો તને કેવો છોકરો ગમે?’‘એ નક્કી નથી, પણ હમણાં મારે લગ્ન કરવા નથી. મારે દુનિયા જોવી છે, જીવનને સમજવું છે.
પતિ સાથે કેટલું તાદાત્મ્ય સાધવું, આપણું વ્યક્તિત્વ જાળવવું એનો હું વિચાર કરું છું.’ ‘તું વિચારતી રહીશ અને યોગ્ય છોકરા પરણી જશે, તરંગમાં રાચવાનું બંધ કર. લગ્નમાં વાસ્તવિકતા જોઈએ.’ ‘મમ્મી, કોઈ માણસને પરાણે ગમાડીને જિંદગીભર ગૂંગળાવાની તાકાત મારામાં નથી.’ ‘રજત સાથે તું પરણે પછી તને ખબર પડશે, એની સાથેનું જીવન કેવું છે.’
‘એટલે હું અખતરો કરું?’ ‘આવી વાત કેમ કરે છે? લગ્ન તો જન્મોજન્મનો સંબંધ છે. પૂરી ગંભીરતાથી પરણવાનું હોય.’ ‘તેથી તો ઉતાવળ કરતી નથી.’ મહાશ્વેતાએ કહ્યું અને એના લગ્નની વાત અટકી ગઈ.
Source: Prashit Mehta, Sapanani Kediye | Last Updated 15:40(01/07/10)
Comment| Share
જેઇનને જોઇ તે દિવસથી જેઇન મને ગમી ગયેલી. પ્રેમાળ અને પારદર્શક એનું વ્યક્તિત્વ. સુમધુર કંઠ, સૌમ્ય રીતભાત, દંભ કે જુઠાણું એનામાં શોધ્યુંય ન જડે. એક વાર એ મને કહે, ‘મારી મા કોણ છે એ હું જાણું છું પણ પિતા કોણ છે એ ખબર નથી.’‘એટલે કે પિતાનું નામ સુદ્ધાં ખબર નથી?’ આશ્ચર્યચકિત થતાં મેં પૂછ્યું હતું, ‘તું તારી મોમને પિતા વિશે પૂછતી નથી?’‘મારી મોમને મારા પાપાનું નામ પૂછવું એટલે મોમનું અપમાન કર્યા બરાબર મને લાગે છે. ક્યારેક મને થાય છે મારો બાયોલોજિક-જન્મદાતા બાપ કેવો કાયર, ડરપોક હશે કે મને એનું નામ ન આપી શક્યો, એના ઘરમાં-એના જીવનમાં મને સ્થાન ન આપી શક્યો. મારી વહાલી માએ તો મને જન્મ આપ્યો અને સમાજની પરવા કર્યા વિના એકલા હાથે ઉછેરી.
એના જીવનમાં કેટલીય આપત્તિઓ-વિપત્તિઓ આવી છતાં એણે મને ન અનાથાશ્રમમાં મૂકી કે ન કોઇને દત્તક આપી. મારા માટે એણે કંઇકેટલું વેઠ્યું, છતાં સ્વમાનથી જીવી.’‘તારી મોમને એક વાર તો તારા બાપનું નામ પૂછ.’ મેં જેઇનને કહ્યું.જેઇન બોલી, ‘મેં એક વાર પૂછ્યું હતું ત્યારે એણે કહ્યું હતું કે, હું ચોક્કસપણે ન કહી શકું કારણ કે એ વખતે હું બે પુરુષોના સંપર્કમાં હતી. મેં કહ્યું હતું તું એ બંનેના નામ મને કહે, ત્યારે મોમે ગુસ્સાથી કહ્યું હતું, શું કરીશ તું એવાઓના નામ જાણીને, જેઓ તારા આગમનની એંધાણી સાંભળીને મોં ફેરવીને જતા રહ્યા હતા.
જો કે મારા બહુ આગ્રહના કારણે માએ મને એ બંનેના નામ કહ્યા હતા, પણ ત્યારે એ લોકો પાસે જવાનું મન નહોતું થયું.આજે પેલા એડવોકેટ રિચાર્ડને મળવાનું મને મન થાય છે. જે માણસ કોર્ટરૂમમાં તર્કયુક્ત દલીલો કરીને ગુનેગારને સજા કરાવે છે, એ પોતે પોતાનો ગુનો કેમ ભૂલી જાય છે?’
જેઇન એડવોકેટ રિચાર્ડને મળવા ગઇ હતી. એણે જ એડવોકેટને પૂછ્યું હતું, ‘મારા જન્મની સંભાવના જાણીને તમે તો ભાગી ગયા. ત્યારે એક પળ માટેય મારી માનો વિચાર નહોતો આવ્યો?’ ત્યારે એડવોકેટે એને કહ્યું કે, ‘મને તારી માનો વિચાર આવ્યો હતો. મેં એને મોટી રકમ આપવાની ઓફર કરી હતી, આપી પણ હતી, પણ એણે સ્વીકારી નહીં. હું શું કરું? એને તો મારો સાથ જોઇતો હતો, મારું નામ જોઇતું હતું. જે હું એને આપી શકું એમ નહોતો.’ ‘કેમ આપી ન શકો?’ જેઇને પૂછ્યું હતું ત્યારે એ એડવોકેટ બોલ્યો હતો કે, ‘સમાજમાં મારી પ્રતિષ્ઠા ખરડાય.’
પછી જેઇન રોબર્ટને મળવા ગઇ. રોબર્ટ ખૂબ વિવેકી અને પ્રેમાળ હતો. એ જેઇનને ડિનર માટે લઇ ગયો. જેઇનને ફ્લેટ ખરીદી આપવાની વાત કરી. જેઇને પૂછ્યું, ‘મારી માને મળવું છે?’ રોબર્ટ કંઇ બોલી શક્યો નહોતો. જેઇને કહ્યું, ‘મારી માને કંઇ કહેવું છે?’ ત્યારે રોબર્ટ બોલ્યો હતો, ‘હું એનો અને તારો ગુનેગાર છું. આ ફ્લેટ ગિફ્ટ આપવા માગું છું. એનો સ્વીકાર કરે તો મારો મનનો બોજો ઓછો થાય.’
જેઇને ફ્લેટ સ્વીકાર્યો નહીં અને આભાર માનીને ત્યાંથી ચાલી નીકળી. જેઇને એની માને પૂછ્યું હતું, ‘તારે રિચાર્ડ કે રોબર્ટને મળવું છે?’ ત્યારે એની માએ કહ્યું હતું, ‘કોઇની જિંદગી ડહોળી નાખવાથી આપણને શું મળશે? વેર રાખવામાં કદી શાંતિ નથી મળતી. મારા જીવને શાંતિ છે, એ મારે ગુમાવવી નથી.’
જેઇન કહે, ‘સંત જેવી ઉદારતા ધરાવતી મારી માને ઉશ્કેરીને, બેચેન કરીને એ બે કાયરોને બદનામ કરવાનું મને નથી ગમતું. મારી માએ એમને માફ કરી દીધા છે. મારી મા કદી એના દુ:ખની વાત નથી કરતી. એ કાયમ સમતાથી જીવી છે. એના જીવનમાં ફરી વાર આંધી શું કરવા લાવવી?
મેં પૂછ્યું, ‘પણ તું પરણી જઇશ પછી?’ મને હતું કે જેઇન પરણે પછી એની મા ડિસ્ટર્બ તો થાય જ. ‘આવી વહાલસોયી માને મૂકીને હું પરણું? મારી માએ મારા પર એની જિંદગી ન્યોછાવર કરી છે, હું મારી જિંદગી એની પર ન્યોછાવર કરીશ.’ જેઇન બોલી. જેઇન માટે મને સ્નેહ તો હતો જ, હવે આદરમાન પણ ભળ્યા. મનોમન એના સુખ માટે મારાથી પ્રાર્થના થઇ ગઇ.
પોતાના જીવનનો એણે કદીય વિચાર ન કર્યો
આર્થર કમાવાની કોઈ પ્રવૃત્તિ કરતો નથી. એણે લગ્ન કર્યા છે અને એને એક દીકરો પણ છે. તેમ છતાં પોતાના નિર્વાહની કોઈ ચિંતા નથી કારણ કે બહેન કેથી એના માટે અમેરિકામાં વૈતરું કરે છે અને પૈસા મોકલે છે. મંગાવે એટલા પૈસા કેથી મોકલે છે. મેં પૂછ્યું ‘તારો ભાઈ આટલો ઉડાઉ અને બેજવાબદાર કેમ છે?’
કેથી બોલી, ‘મારા ફાધરને કેન્સરનું નિદાન થયું ત્યારે તેઓ માંડ ત્રીસ વર્ષના હતા. સંતાનમાં હું એક દીકરી હતી તેથી તેઓ વલોપાત કરતા હતા કે હું મરીશ પછી મારું નામ પણ ભૂંસાઈ જશે. મારી મા કહે આ દીકરીને હું ભણાવીગણાવીને હોશિયાર બનાવીશ. તો તેમણે કહ્યું, એ મારું નામ આગળ તો નહીં ચલાવી શકે ને! હું મારા બાપનો એકનો એક દીકરો છું, પણ હવે મારા પછી કોઈ નહીં.
મારા ફાધરને દીકરાની તીવ્ર ઇચ્છા એટલે ડોક્ટરને પૂછીને એમણે બાળક માટે પ્લાન કર્યું અને મારા ભાઈનો જન્મ થયો. જો કે ભાઈના જન્મ પહેલાં મારા ફાધરનું અવસાન થયું હતું. ફાધર દીકરા માટે તડપતા હતા, પણ દીકરાનું મોં જોઈ શક્યા નહોતા.
મારી મા ભાઈને રાજકુંવરની જેમ લાડ લડાવે. એની ભૂલ હોય તો પણ કદી ટોકે નહીં. મારી માના લાડે ભાઈને સ્વાર્થી, બેજવાબદાર અને સ્વમાન વગરનો બનાવ્યો. ભાઈએ એનો અભ્યાસ પૂરો કર્યો નહીં અને રખડી ખાધું. અત્યારે ક્યાંય એને નોકરી નથી અને ખર્ચા તો બેસુમાર છે. આર્થર લાગણીહીન અને બુદ્ધિ વગરનો છે. આ જોઈને મારી માને ભાઈની બહુ ચિંતા થવા માંડી, પણ એને ઠપકો આપે નહીં. આપણે જો ઠપકો આપવા જઈએ તો તરત ભાઈનો પક્ષ લે કે બિચારો નાનો છે, બિચારાએ બાપનું મોંય જોયું નથી.
ભાઈને તો ફાવતું જડતું હતું, પણ પછી ભાઈની ચિંતામાં ને ચિંતામાં મા ઓગળતી ગઈ અને પોતાનો અંત નજીક જોઈને એણે મારી પાસેથી વચન લીધું કે ભાઈને સાચવજે. તારા પપ્પા અને મારી કેટકેટલી પ્રાર્થના પછી એ આપણને મળ્યો છે. એને કોઈ તકલીફ ન પડે તે જોજે.
મારી મા અતશિય વિશ્વાસુ, પ્રેમાળ અને સરળ હતી. એ આર્થરના જૂઠ્ઠાણાને પકડી શકતી નહીં અને મરતી માને દુ:ખ ન પહોંચે એ ખ્યાલે હું માને વાત કરતી નહીં. માની માંદગીના ખર્ચ અને ભાઈની ઉડાઉગીરીને પહોંચી વળવા હું અમેરિકા આવી.’ મેં પૂછ્યું, ‘આર્થર તારાથી નાનો છે અને પરણી ગયો છે. તું ક્યારે પરણીશ?’
‘હું પરણું તો આર્થર અને એના ફેમિલીનું શું થાય? આર્થરનો દીકરો મારા ફાધરનો વંશવેલો આગળ વધારશે. મારો વિચાર છે કે એને ખૂબ સારી રીતે ભણાવું. મારી ભાભી ખૂબ શોખીન છે અને ભાઈ એના શોખ પૂરા ન કરે તો ઘરમાં ઝઘડા થાય. પેલો નાનો દીકરો ગભરાય અને અસલામતી અનુભવે. ભાભી તો અવારનવાર ધમકી આપે છે કે હું તો આ ઘર, તને અને તારા દીકરાને છોડીને જતી રહીશ. એટલે હું પૈસા મોકલું છું.’
‘કેથી, આનો તો કદી અંત નહીં આવે, આર્થર સુધરે એવાં પગલાં લે. તું કડક બન.’ ‘હું કડક બનું એટલે કે એ માગે એટલા પૈસા ન મોકલું તો મારી ભાભી એને છોડીને જતી રહે તો? મારો ભાઈ ડિપ્રેશનમાં સરી પડે અને ભત્રીજો રખડી પડે. મારા ફાધરનું સ્વપ્નું રોળાઈ જાય, મારી માની તપશ્વર્યા એળે જાય. આ બધું ન બને તે માટે હું પોતે સંસારસુખની કામના નથી રાખતી.
મારી મહેનતથી, ત્યાગથી મારા માબાપની મહેચ્છા ફળે છે એનો મને સંતોષ છે. મારી એક જ મહત્વાકાંક્ષા છે કે મારા બાપનો વંશવેલો આગળ વધે.’ લાગણીભર્યા સૂરે કેથી બોલી.
Tuesday, May 4, 2010
બીજાના માટે જીવતી અમેરિકન યુવતી
લ્યૂસી અને માર્કને બાળક નહોતું. તેથી તેમણે એક દીકરો દત્તક લીધો. થોડા સમયમાં એમને ખ્યાલ આવી ગયો કે દીકરો મંદ બુદ્ધિનો છે. માર્ક બોલ્યો, ‘આપણે આપણા આનંદ માટે બાળક લીધું છે, પણ આ તો વેઠ કરવાની. આ બાળક આપણે પાછું આપી દઇએ.’ ત્યારે લ્યૂસી બોલી, ‘મા-બાપ બાળકને જન્મ આપે છે અને બાળક જેવું હોય એવું સ્વીકારી લે છે, ત્યાં પસંદગીને અવકાશ નથી હોતો. આપણા નસીબમાં થોડી ખોડવાળું બાળક હશે તો એવું આવ્યું. આપણે એને પ્રેમથી કેળવવાનું.’ માર્ક બોલ્યો, ‘આ છોકરાની જવાબદારી પૂરી કરવામાં આપણે કેટકેટલા સુખો જતાં કરવા પડશે?’ પણ લ્યૂસી પ્રેમાળ અને નિષ્ઠાવાળી હતી.
એ માર્ક સાથે સંમત ન થઇ. ગુસ્સે થયેલો માર્ક એ છોકરા ગેબ્રિયલને ડરાવતો, ધમકાવતો. લ્યૂસી કહેતી, ‘બાળકને પ્રેમથી સમજાવવાનો હોય, ધમકાવવાનો કે ડરાવવાનો નહીં.’ બાળકની માવજતમાં લ્યૂસીનો એટલો સમય જતો કે એણે નોકરી છોડી દેવી પડી, માર્કે લ્યૂસીને છૂટાછેડા આપતાં કહી દીધું, ‘તારા આ દીકરાને ગળે વળગાડીને ફર. હું મારી જિંદગી પાયમાલ નહીં થવા દઉ.’ લ્યૂસી પડી ભાંગી. એની આંખમાંથી અવિરત આંસુ વહેવા માંડયા.
મંદ બુદ્ધિના ગેબ્રિયલે આંસુ જોયા અને કોને ખબર કેવી રીતે લ્યૂસીના દુ:ખ, નિરાશા એને સમજાવા માંડયા અને ચમત્કાર થયો- ગેબ્રિયલમાં સમજ ખીલવા માંડી. એ લ્યૂસીને વહાલ કરતો અને એનું કહ્યું બધું માનતો. ધીરે ધીરે એ લખતાં-વાંચતાં શીખ્યો. લ્યૂસીને ઘરકામમાં મદદ કરતો. લ્યૂસીમાં હિંમત આવી. ગેબ્રિયલ સ્કૂલમાં પણ આગળ વધતો ગયો.
એ અઢાર વર્ષનો થયો. લ્યૂસીએ વિચાર્યું, ગેબ્રિયલ મારી સાથે રહેશે ત્યાં સુધી એનું વ્યકિતત્વ ખીલી નહીં શકે. હવે એ નોર્મલ બની ગયો છે, તો એની સ્વતંત્રતા એને મળવી જોઇએ. એના નિર્ણયો એણે કરવાની સમજ કેળવી છે. પણ જયાં સુધી મારી સાથે રહેશે ત્યાં સુધી એ મને પૂછશે. લ્યૂસીએ ગેબ્રિયલને બીજા શહેરમાં ફેકટરીમાં કામે લગાડયો. પ્રેમાળ માએ દૂર મોકલતાં ગેબ્રિયલ ગયો પણ રોજ એ લ્યૂસીને ફોન કરે. એ કહેતો, ‘મોમ, તારો દીકરો હોવાનું મને બહુ ગૌરવ છે.
તું મારી ચિંતા ન કરતી.’ લ્યૂસી દીકરાની વાતો સાંભળીને રડી પડતી. એનાં ડૂસકાં સાંભળીને ગેબ્રિયલ રડી પડતો. માનો પ્રેમ એ અનુભવી શકતો હતો. ઓહ, ગેબ્રિયલ ખાતર લ્યૂસીએ કેટકેટલો ભોગ આપ્યો? પતિનાં પ્રેમ, હૂંફ, સાથ ગુમાવ્યા. એ સાવ એકલી પડી ગઇ હતી. કોઇ સગું એની પડખે આવીને ઊભું ન હતું. ગેબ્રિયલના હિત ખાતર એને દૂર મોકલ્યો. અત્યારે એ એક વૃદ્ધાશ્રમમાં નોકરી કરે છે અને વૃદ્ધોના જીવનને પ્રેમ અને ખુશીઓથી છલકાવે છે.
Tuesday, April 20, 2010
પપ્પા તો ગયા, હવે કોને મળવા જાઉ?
ગીતાંજલિના પપ્પાના અવસાનના સમાચાર સાંભળી મેં ફોન કર્યો. શોક દર્શાવીને મેં પૂછ્યું, ‘ઇન્ડિયા ક્યારે જવાની છે?’ ‘હું નથી જવાની.’ આંસુભીના કંઠે ગીતાંજલિ બોલી. નવાઇ પામતાં મેં પૂછ્યું, ‘કેમ?’ એકાદ વીકની રજા તો એને મળી શકે એ હું જાણતી હતી. ઉદાસ સ્વરે એ બોલી, ‘હવે કોની પાસે જવાનું?’ પપ્પાના અવસાનથી માણસના જીવનમાં જે ખાલીપો સર્જાય એ તો કદી ભરાય નહીં, પણ ગીતાંજલિ ઇન્ડિયા જાય, સગાંને મળે, પપ્પાની સ્નેહભરી વાતો યાદ કરી રડી લે તો એનું મન હળવું થાય. વળી, ઇન્ડિયામાં એના નાના ભાઇ-ભાભી છે, એ હું જાણતી હતી.
અવસાન પછી એ કોઇ વિધિ કરે એમાં ગીતાંજલિએ મોટી બહેન તરીકે હાજર રહેવું જોઇએ. પોતાના ભાઇને આશ્વાસન આપવા એ કેમ નથી જવાની? જો કે એ એની અંગત વાત છે, એમાં આપણાથી કંઇ ન બોલાય, પરંતુ મારા વગર પૂછે ગીતાંજલિ બોલી, ‘દુનિયાની નજરે મારે ભાઇ, ભાભી છે, પણ અમારી વરચે સ્નેહ કે સંબંધ નથી. સ્નેહના ઠેકાણે નફરત છે.
મારા પપ્પાની અઢળક સંપત્તિ અને લાઇફસ્ટાઇલ વૈભવી. મારો ભાઇ લાડમાં ઉછર્યોછે. સાચા અર્થમાં એ મૂરખો છે. મારી ભાભીએ અમારી અઢળક સંપત્તિ જોઇને મારા ભાઇ સાથે પ્રેમલગ્ન કયાô. ઘરમાં પગ મૂકતાંની સાથે પોતાની હકૂમત ચલાવવા માંડી. ભાભી એના દાદીને અમારા ઘરે કાયમ માટે રહેવા લઇ આવી. એના બેઉ ભાઇઓને અમારી ઓફિસમાં પપ્પાને પૂછ્યા વગર એણે ગોઠવી દીધા. પપ્પાને મારા પર વિશેષ ભાવ હોવાથી એને ડર હતો કે પપ્પા મને મિલકતમાંથી કંઇક આપી દેશે તો?
એટલે એ પપ્પા પર ચાંપતી નજર રાખે. દિવસ દરમિયાન પપ્પા કયાં ગયા હતા એ ડ્રાઇવરને પૂછે અને પપ્પા કોને ટેલિફોન કરે છે, શું વાત કરે છે એ જાણવા જાતજાતની યુકિતઓ કરે. પપ્પાએ એને ઠપકો આપ્યો, તો એ પપ્પા સાથે ઝઘડે, એમનું અપમાન કરે. પપ્પા વ્યગ્ર અને વ્યથિત રહેતા હતા. ભાભી હઠ લઇને બેઠી કે બંગલો એના નામે કરી આપો. પપ્પાની તબિયત તંદુરસ્ત હતી. તેઓ વહુની ગેરવ્યાજબી માગણી શું કરવા સ્વીકારે? ભાભી એની જીદ મૂકે નહીં. પરિણામે, અમારા ઘરમાં કકળાટ જ રહેતો.
સમાજમાં અમારા ઘરની વાતો થવા માંડી. આવી પરિસ્થિતિમાં મારે અમેરિકા આવવાનું થયું. આવતા પહેલાં હું પપ્પાને મળવા ગઇ તો ભાભીએ પપ્પા ઊઘી ગયા છે, કહીને મને મારા પપ્પાને મળવા ન દીધી. હું કોલ કરું તો પપ્પા સાથે વાત થાય નહીં કારણ કે ભાભી ત્યાં જ હોય. મારા પપ્પા તો વહુના ત્રાસમાંથી છૂટ્યાં કારણ કે એના આવ્યા પછી પપ્પા જરાય સુખી નહોતા. મારા સાસુ કહે છે કે અત્યારે રોષ ન રખાય. તું મોટી છે, બધા મતભેદ ભૂલીને પપ્પાનું સારું દેખાય એમ તારે કરવું જોઇએ.
તારા ભાઇભાભી નાના છે, હું કહું છું તેઓ મારાથી નાનાં છે પણ કાચી ઉમરના નથી. તેઓએ પપ્પાને સંતાપ અને દુ:ખ સિવાય કંઇ આપ્યું નથી. સમાજને મારા વિશે જે માનવું હોય એ માને. મને એની પરવા નથી.’ એણે કહ્યું. હું એની સાથે સંમત થઇ. હેતપ્રેમ ન હોય તો દેખાવ કરવાનો શું અર્થ?
Tuesday, April 13, 2010
અંતે નમિતાને બધાં સુખ મળ્યાં
સપનાંની કેડીએ
લગભગ પંદર વર્ષ પછી નમિતા મને મળી. એ બોલી, ‘તને ખબર છે, નૈઋતથી છૂટાછેડા લઇને આ અનિરુદ્ધ સાથેના મારા બીજાં લગ્ન છે.’ નમિતાના પ્રથમ લગ્નમાં હું ગઇ હતી. નૈઋત સાથે એને પરણવું જ નહોતું, પણ નમિતાના પપ્પા નૈઋતના પપ્પાનો આલિશાન બંગલો અને દોમદોમ સાહ્યબી જોઇને અંજાઇ ગયા હતા. એમને હતું દીકરી નાદાન છે, સમજતી નથી કે એ રાજરાણીનું સુખ ભોગવશે. નમિતાની ભણવાની ઉમર હતી, એને ભણવું હતું છતાંય એના પપ્પાએ એને પરણાવી દીધી હતી.
નમિતા કહે, ‘પહેલાં મેં લગ્નનો વિરોધ કર્યો હતો, પણ માંહ્યરામાં પગ મૂકયો ને મેં મારી બધી ઇચ્છા-આકાંક્ષા, આગ્રહો વિસારી દીધા હતા. દરેક ફેરે જે પ્રતિજ્ઞા પંડિતજી લેવડાવતા હતા, તે પ્રાણપણે પાળવાના સંકલ્પ સાથે લેતી હતી. મારા કર્તવ્યમાં પાછી નહીં પડું એવા મક્કમ નિર્ધાર સાથે મેં નૈઋતના ધેર પગ મૂકયો હતો.
નૈઋતનું ઘર હવે મારું ઘર બન્યું હતું, પણ ત્યાંનું વાતાવરણ? દંભ, દેખાડો અભિમાન અને તુચ્છકારથી ખદબદતું હતું. કયાંય મને સાચા પ્રેમનો અનુભવ ન થયો, આત્મીયતા ન મળી. નૈઋત દેખાવમાં રૂપાળો હતો, પણ એનું વ્યક્તિત્વ ખીલ્યું જ નહોતું. એ વારંવાર મારું અપમાન કરતો દાંમ્પત્યજીવનની ગરિમા એ જાણતો ન હતો, એ પૂરેપૂરો નોર્મલ નહોતો. એનામાં પરિપકવતા નહોતી. એના જીવનમાં કોઇ આદર્શ નહોતો. કોઇ મહત્ત્વાકાંક્ષા નહોતી, કોઇ સ્વપ્નાં નહોતા. તેમ છતાં એનાં ઉણપ અને ખામીને લક્ષમાં લીધા વગર હું એનું માન જાળવતી. હું આશાવાદી હતી. પુરુષાર્થમાં માનતી હતી.
નૈઋત જેવો હતો એવો મેં સ્વીકારી લીધો હતો. મને હતું કે મારા પ્રેમથી એનામાં પરિવર્તન આવશે, એનું વ્યક્તિત્વ ખીલશે પણ એના માબાપ કે કોઇનો સહકાર ન મળ્યો. તેઓ તો મારું અપમાન કરતા, મને વઢતા. એમનું જોઇને નૈઋત પણ મને વઢતો, ત્યારે હું ખૂબ ઉદાસ થઇ જતી, નિરાશ થઇને રડતી, મારાં મમ્મી પપ્પા કહેતાં, ધીરજ રાખ. સૌ સારાં વાનાં થશે, પણ હું કયાં સુધી ધીરજ રાખું? મહેલ જેવા એ બંગલામાં મને તલમાત્ર સ્નેહ નહોતો મળતો. રોજ મને ત્રાસ અને પીડા આપવાનાં જાણે કાવતરાં થતાં હતા. બધાં મારા વિરોધી હતા.
છેવટે મારી ધીરજ ખૂટી, મારું સ્વત્વ જાગ્રત થયું અને મેં હિંમત કરીને નૈઋતને છોડી દીધો. નૈઋતને છોડતાં પહેલાં મેં બહુ મનોમંથન કર્યું હતું. આપણા ભારતીય સંસ્કાર મને કહેતાં કે જેવું પાત્ર મળ્યું છે એવું, એને મારે સુધારવું જોઇએ, નિભાવવું જોઇએ. કર્તવ્યપાલનમાં પીછેહઠ કરતાં હું અચકાતી હતી. પવિત્ર લગ્નબંધન તોડતાં મને બહુ દુ:ખ થતું હતું, પણ કયાં સુધી હું રીબાતી રહું? હૃદયના મેળ વગર ભૌતિક સુખ ખાતર ત્યાં પડી રહું? હીરામોતીના દાગીના પહેરવા અને મોટરમાં ફરવા એ પામરનું પડખું સેવું? ડગલે ને પગલે મારું શોષણ થવા દઉ અને બહારથી ખુશી બતાવું? ના, હું એવી છલનાભરી જિંદગી ન જીવી શકું.
મારે તો પ્રેમથી છલકાઇ જતી જિંદગી જીવવી હતી. એટલો બધો પ્રેમ હોય કે એની ભરપૂરતામાં જીવનનો કોઇ અભાવ અભાવ ન લાગે, ઊણપ ઊણપ ન લાગે અને જીવન ભર્યુંભર્યું લાગે. એ જીવનમાં કોઇ હીણપત ન હોય, ગ્લાનિ ન હોય.’ નમિતા એની વાત કહે જાય છે, ‘છૂટી થઇને હું પિયર ગઇ, પણ ત્યાં સ્નેહથી કોઇએ મને આવકારી નહી. માબાપને મારો જ વાંક દેખાયો અને મેં માબાપનું ઘર પણ છોડી દીધું. હવે મને કોઇ ડર નહોતો, બીક નહોતી. મેં મારી યોગ્યતા મુજબ નોકરી મેળવી લીધી અને વર્કિંગ વુમન્સ હોસ્ટેલમાં રહેવા માંડી. ત્યાં મારી રૂમ પાર્ટનર તેજલના કઝીન અનિરુદ્ધની ઓળખાણ થઇ.
અનિરુદ્ધ સાથે હું લગ્ન કરીશ એવો તો મને સ્વપ્નેય ખ્યાલ ન હતો. હું બીજી વાર લગ્ન કરવાય નહોતી ઇરછતી, પણ કોને ખબર કેવી રીતે અમે નિકટ આવતા ગયાં અને લગ્ન કરી લીધાં. અનિરુદ્ધના માતા-પિતાએ ઉમળકાથી મને આવકારી. હું છૂટાછેડાવાળી અને અનિરુદ્ધ કુંવારો હતો, પણ તેનો એ લોકોને વાંધો નહોતો. અનિરુદ્ધને એની કંપની તરફથી અહીં અમેરિકા આવવાનું થયું તો મનેય મારા સાસુ-સસરાએ પ્રેમથી અહીં મોકલી.
આખરે મેં ઇચ્છેલા બધા સુખ મને મળ્યાં. આજે મારા દિલમાં કોઇ કડવાશ નથી, કોઇ ફરિયાદ નથી. હું ખૂબ સુખી છું.’ નમિતાએ એની વાત પૂરી કરી. મને થયું, રાત જિતની હી સંગીન હોતી હૈ, સુબહ ઇતની હી રંગીન હોતી હૈ! એ વાત તદ્દન સાચી છે. જરૂર છે, ધીરજ અને પુરુષાર્થની.
Thursday, April 1, 2010
સ્ત્રીની અંગત જિંદગી ન હોય?
તમારા દેશમાં બાળકને ગળે વળગાડીને ચોવીસે કલાક તમે ફરો છો, પણ શું કામ ? બાળકને એકાંત આપો, એના રૂમમાં એને એકલું રહેવા દો.
સિંધિયા મને કહે, ‘ ચાલ, આપણે બેં લોંગ ડ્રાઇવ પર જઇએ. તારા વર કે દીકરાને નહીં લેવાના !
નવાઇ પામતાં મેં કહ્યું, ‘એમ એકલા જવાની શું મજા આવે !’
સિંધિયા ચિડાઇને બોલી, ‘તમે ઇન્ડિયન લોકો સ્વતંત્રતા ભોગવવાનું શીખ્યા જ નથી. વર અને છોકરાને ગળે વળગાડીને ફરો એમાં શું મજા આવે ?’
હું ભોળી ‘વર અને સંતાન મારા અસ્તિત્વનો એક ભાગ જ છે. તેમને મારાથી હું જુદા ન ગણી શકું. ’
‘તને તારી પોતાની જિંદગી જ નથી ? તું શું માત્ર કોઇની મા, અને કોઇની પત્ની જ છે ?
ભલેને તું સ્નેહવશ એમને તારી જોડેને જોડે રાખે પણ તારા આ વર્તનથી તેઓ પણ તારા પર આધાર રાખતા થઇ જાય, અને તારા દીકરાનું વ્યક્તિત્વ સ્વતંત્રપણે ખીલે નહીં.’
આમ કહીને થોડીવાર અટકીને એ બોલી, ‘હું તારા પ્રેમનું મૂલ્ય ઓછું નથી આંકતી કે તારા કાળજીભર્યા પ્રેમની એમને જરૂર ઓછી છે એવું નથી કહેતી પણ દરેક વાતની એક સીમા હોય છે, એ સીમા બેઉ પક્ષ માટે હિતકારી છે.
તમારા દેશમાં બાળકને ગળે વળગાડીને ચોવીસે કલાક તમે ફરો છો, પણ શું કામ ? બાળકને એકાંત આપો એના રૂમમાં એને એકલું રહેવા દો, તું આમ કર ને આમ ન કર અથવા તો ચાલ આપણે આમ કરીએ કહી તમે એને ગાઇડ ન કરો. એની સ્વતંત્ર સમજ, બુદ્ધિ અને નિર્ણયશક્તિને ખીલવા દો. વળી કોઇ વાર એવું ય બનતું હશે કે એને તારી હાજરી નહીં ગમતી હોય. તેં કદી એવું નોંઘ્યુ નથી ?’
હું બોલી, હા, ક્યારેક મને એવુ લાગ્યુ છે, એકવાર દીકરો એની રૂમમાં બેસીને લખતો હતો. તેને જોઇને હું પાછી વળી ગઇ. એણે મને જોઇ હતી પણ એણે મને બોલાવી નહીં, એ લખતો જ રહ્યો. એનું લખવાનું પૂરું થયુ પછી બહાર આવીને મને કહે, થેંક્યુ મમ્મી.’ હું સમજી ગઇ દીકરાને પોતાના વિચાર છે, પોતાની રીત છે. પોતાનું એકાંત એને
ગમે છે.
સિંધિયા બોલી ‘બસ તો હું તને એ જ કહેવા માગું છું કે દરેક વ્યક્તિને એકાંત ગમે પોતાનું એકાંત સચવાય એ ગમે. તું દીકરાને સમજ અને એની રીતે એને વિકસવા દે.’
સિંધિયા નિખાલસ અને સ્પષ્ટવક્તા છે. એ બોલી ‘મને તમારી અમુક પ્રથા જરાય નથી ગમતી. ધારો કે હું ભારતીય છોકરાને પરણું અને એ બેવકૂફ મને સમજી ન શકે અને મારો એ વર મારી સાથે ને સાથે રહે તો હું તો ગૂંગળાઇ જાઉ. એની પસંદ નાપસંદનો આપણે ખ્યાલ રાખવાનો. મને તો એમાં ગુલામી લાગે.’
હું હસી પડી, બોલી ‘અમને ભારતીય સ્ત્રીઓને તો પતિ સાથે હોય એ ગમે. એ સાથે હોય એટલે કોઇ ચિંતા જ નહીં પણ તેં કહ્યા એ ગેરફાયદા તો ખરા જ પણ એની પસંદ ના પસંદનો ખ્યાલ રાખવામાં મને તો કોઇ ભાર નથી લાગતો બલકે ગમે છે એ બધું... ’
મારું બોલવાનું પૂરું થાય એ પહેલા એ બોલી, ‘માત્ર વર જ નહીં, આપણા મા બાપ કે કોઇ વડીલ આપણી સાથે હોય એટલે એ સલાહ સૂચન તો આપે જ. ભલેને આપણે એમની સલાહ પર ઘ્યાન ન આપીએ પણ એની સલાહની આપણા પર અસર તો થાય જ છે. અને મને એ મંજૂર નથી મારું મન બગડી જાય.’
મેં નવાઇ વ્યક્ત કરતાં પૂછયું, ‘તું તારા વિચારની કેમ આટલી આગ્રહી છે? તારા પર કોઇએ કડકાઇથી શિસ્ત લાદી નહીં હોય એવું હું માનું છું.’
‘એ હું શું વાત કરું મારા જીવનની મારા ડેડી મને અને મોમને છોડીને જતાં રહ્યા પછી હું મારાં નાનીમા પાસે ઉછરી. નાનીમા આઇરીશ કેથલિક સ્વભાવે કડક અને અતડાં. આપણે ગાઇએ, હસીએ કે બહાર જવાની વાત કરીએ તો આપણને વઢી નાંખે, સારા કપડાં ય પહેરવા ન દે.
હેરસ્ટાઇલ નહીં કરવાની એ માને કે આજ શૃંગાર આપણને પતનના માર્ગે લઇ જાય છે. હું સાઘ્વી બનું એ માટે મને પ્રોત્સાહન આપે. મારો સ્વાભાવિક વિકાસ જ ન હતો થયો. પણ હું કોલેજમાં ગઇ અને હોસ્ટેલમાં રહી અને જાણે નવી જ દુનિયામાં હું આવી ચડી ત્યાંના મુક્ત વાતાવરણે મારું મન બદલાઇ ગયું. મારો સંતુલિત વિકાસ થયો. એટલે હું તને કહું છું કે તું મુક્ત રીતે જીવે ત્યાં મેં ઘર છોડ્યું પછી ઘર અને સગાં મારાથી દૂર થઇ ગયા છે.’
Monday, March 8, 2010

Thursday, February 25, 2010
વિદેશમાં સાલે સ્વજનની ખોટ
સ્વતંત્રતામાં સ્વદેશને ભૂલે તે ક્યાંયના ન રહે ને? અમેરિકા આવ્યા પછી મુકેશભાઇ અને રમાબહેન ભારતને સાવ ભૂલી જ ગયાં હતાં. આજે મુકેશભાઇની વિદાય પછી વિદેશમાં વસી રહેલા રમાબહેન દેશમાં રહેતાં સ્વજનો માટે વિદેશી બની ગયાં છે.
મુકેશભાઈ અમેરિકા ભણવા આવ્યા હતા, પણ અહીં ખૂબ સારી જોબ મળી ગઈ અને અહીં જ રહી ગયા. એમના પત્ની રમાબહેન નાના શહેરમાંથી આવતા હતા. એ તો અમેરિકાની રોકટોક વગરની, મોજમસ્તીભરી જિંદગીમાં ભારતને સાવ ભૂલી ગયા હતા. એમને એક દીકરો અને એક દીકરી છે.
અપેક્ષા મુજબનાં સર્વ સુખો મળ્યાં છે. વર્ષો વીતતાં જાય છે. ત્યાં એમના સુખના મહેલમાં એક તિરાડ પડી. દીકરો અમેરિકન યુવતીને પરણ્યો અને બીજા શહેરમાં જઇને વસ્યો. હવે તે માબાપને મળવા ખાસ આવતો નથી. હા, પોતાની પ્રગતિના સમાચાર આપે છે, પણ કોને ખબર કેમ દીકરાની પ્રગતિની વાત સાંભળીને માબાપ નાચી ઊઠતાં નથી. દીકરો એમને જાણે પોતાનો નથી લાગતો.
દીકરી સુહાસ લગ્ન કર્યા વગર એક ઇટાલિયન યુવક સાથે સહજીવન ગાળે છે. એ માબાપને મળવા આવે છે, પણ સાથે પેલો ઇટાલિયન તો હોય જ. મુકેશભાઈ અને રમાબહેનનું લોહી ઊકળી આવે છે, પણ એ કંઈ કહી શકતાં નથી.
અમેરિકામાં પોતાનાં બાળકનેય કંઈ પણ કહેવાનો હક માબાપને નથી. એ બાળક પોલીસ બોલાવી શકે છે, માબાપને ગુનેગાર ઠેરવી શકે છે, ત્યાંની સ્વતંત્રતા ક્યારેક સંતાનને અંતિમ પગલું લેવા ય ઉશ્કેરે છે. મુકેશભાઈ અને રમાબહેન આ વાત જાણતા હોવાથી ચૂપ જ રહે છે. તેઓ દીકરીને કંઈ કહી શકતા નથી, પણ મનમાં ધૂંધવાયા કરે છે.
રમાબહેન અને મુકેશભાઈ જીવનનો ઉત્સાહ ગુમાવી બેઠા છે. મુકેશભાઈને પોતાના કામમાં રસ નથી પડતો. તેમણે જોબ છોડી દેવાનો વિચાર કર્યો.
રમાબહેન પૂછે છે, ‘જોબ છોડીને શું કરશો? અહીં ક્યાં કોઈ ખાસ ઘનિષ્ઠ મિત્ર છે? કોની સાથે સમય ગાળશો?’
રમાબહેનની વાત સાચી હતી, લગભગ ચાલીસ વર્ષથી તેઓ અમેરિકામાં વસે છે, પણ પોતાના મનની મૂંઝવણ ઠાલવીને હૈયું હળવું કરી શકાય એવો કોઈ સંબંધ એમને નથી.
એ બંને પતિપત્ની છે, પણ સાવ ઉદાસ, નિરાશ અને ઉત્સાહ વગરનાં થઈ ગયા છે. કલાકો સાથે બેઠાં હોય તોય મન હળવું થાય એવી એકે વાત ન કરી હોય, એકાદ વખત હસ્યાં ન હોય.
મુકેશભાઈને સંગીતમાં રસ હતો. કોલેજમાં ઉદાસ ગીતો ત્યારે એમને મધુર લાગતા હતા. એમના ગાયેલા એ ગીતોના શબ્દો એમના હૃદયને કોઈ માદક મોહિનીમાં ગરકાવ કરી દેતા હતા, પણ આજે અનંત ખાલીપો છે.
દુ:ખ મુકેશભાઈના હૃદય પર બોજ બનતું ચાલ્યું અને એક દિવસ એ બોજમાં મુકેશભાઈનું હૃદય ધબકતું અટકી ગયું. રમાબહેન પાસે વિદાય માગવાનોય ખ્યાલ ન રહ્યો. રમાબહેનનું રૂદન અટકતું જ નથી. એ કહે છે, ‘મારા જીવનનો આરંભ કેટલો સરસ હતો?
સમાજથી દૂર સ્વતંત્ર જિંદગી મળી, જ્યાં કોઈની ગુલામી નહીં, ઘસાવાનું નહીં, મબલખ કમાણી, અદ્યતન સગવડોવાળું વૈભવી ઘર, સ્વિમિંગ પુલ, દીકરો આવ્યો, દીકરી આવી, જિંદગીના પચીસ-ત્રીસ વર્ષ કેટલા સરસ, સુખમય ગયા? પણ આજે લાગે છે એ બધાં સુખ કેટલા આભાસી હતા. આજે હું કેટલી એકાંકી છું. હું રડું તો રડતી જ રહું છું, મારાં આંસુ લૂછનાર કોઈ નથી.
હું આપણા દેશમાં હોત તો કેટલા બધાં સ્વજનો મને વિંટળાઈને આશ્વાસન, હિંમત આપતા હોત. તો દેશમાં જઇને શું કરું? ત્યાં ય હવે હું પરદેશી છું. સુખમાં હું સ્વાર્થી બની ગઈ હતી. કોઈને મારી નિકટ રાખ્યા જ નથી, પછી ક્યાંથી મળે મને સ્નેહ અને સાંત્વના?

સુવિધાભર્યો દેશ ગુનામાં અગ્રેસર!
એવું મનાય છે કે પાંચ અમેરિકનોએ એક અમેરિકન માનસિક રીતે વિક્ષિપ્ત હોય છે અને તેઓ એની દવા કરાવતા નથી કારણ કે તેઓ કોઈ ડિસઓર્ડરથી પીડાય છે એવું માનવા તૈયાર નથી, પરંતુ વિજ્ઞાને સાબિત કર્યું છે કે મન જે રીતે શરીર સાથે જોડાયેલું છે, એ રીતે માનસિક રોગો શારીરિક રોગો સાથે જોડાયેલા છે.હૃદયરોગ પછી બીજો કોઈ ખતરનાક રોગ હોય તો માનસિક રોગ છે. અમેરિકામાં આવા રોગીઓ ઘણા છે. ત્યાં દરેક વસ્તુ વિપુલ પ્રમાણમાં મળે છે. ભોગવિલાસના સાધનો ઓછી મહેનતે મબલખ મળે છે, પણ ત્યાંના પ્રજાજીવનમાં આપણી જેમ સંયમ, ધીરજ અને સંતોષ વણાયેલાં નથી.
ત્યાં જીવનમૂલ્યોનું શિક્ષણ મા-બાપ પાસેથી મળતું નથી. પોતાની વૃત્તિઓ અને લાગણીને કાબૂમાં રાખવાની શીખ મળતી નથી, તેથી તેઓ જાતીય સુખ અને વાસનાની તૃપ્તિમાં બધા સુખ માને છે.
અમેરિકામાં સ્વતંત્રતાનો એવો અતિરેક થાય છે કે બાળકોને સદાચારી બનાવવા રોકટોક થઈ શકતી નથી. અહીં નવ વર્ષની છોકરી મા બને છે અને એ બાળકનો પિતા હોય છે, એની સાથે રમતો એના જેવો જ નાદાન છોકરો જેની ઉંમર દસ કે અગિયાર વર્ષની હોય છે. રોમાંચ અને કુતૂહલના આવેશનું અવાંચ્છનીય પરિણામ એવું બાળક કોઈને પોતાનું ન લાગે.
આવું બાળક રસ્તે રખડતું, અસામાજિક પ્રવૃત્તિ કરતું થઈ જાય છે. આવાં બાળકો અંદરોઅંદરની મારામારીમાં ચાકુ-છરી કે બંદૂકની ગોળીનો ભોગ બને છે. કેટલાક વ્યસનોમાં અને કેટલાક અસાઘ્ય જાતીય બીમારીમાં મરે છે. ટીવીમાંથી હિંસા અને સેક્સ શીખે છે અને જીવન વેડફી નાખે છે. તેમનામાં ઊંચા જીવનમૂલ્યો નથી, સુરુચિ નથી, મહત્ત્વાકાંક્ષા નથી.
જે ઉંમર ભણીને જીવનસંઘર્ષ માટે તૈયાર થવાની છે, જીવનને બહેતર બનાવવા પોતાનો સર્વાંગી વિકાસ કરવા માટે છે, એ સમયે તેઓ દિશાહીન રઝળ્યા કરે છે, જિંદગી કેટલી મૂલ્યવાન છે એનો એમને ખ્યાલ નથી. આઠ વર્ષના ફિલિપે બાઇસિકલ માટે દસ વર્ષની ગ્રેઇસને મારી નાખી. માન્યામાં ન આવે એવા ગુના અહીં બને છે. બાળક ખૂન કરી શકે? આટલું ક્રૂર બની શકે?
જો સરખામણી કરીએ તો અમેરિકન સમાજ જેવી જ અધોગતિ આપણે ત્યાં પણ દેખાવા માંડી છે. કોઈ પણ સમાજ ક્યારેય ગુનારહિત નથી હોતો. દરેક દેશમાં દરેક યુગમાં ગુના થાય છે. ગુનો અટકાવવા માટે કાયદા છે. ઉપદેશ આપતા સાધુ-સંત છે, ધર્મ છે, પણ ગુના તો પહેલાં થતા હતા અને થાય જ છે.
તેથી કોર્ટ, કચેરી, પોલીસ, જેલ હતાં અને છે. સમાજશાસ્ત્રીઓ કહે છે, બાળકને નાનપણથી જ સાચા-ખોટાનું વિવેકભાન કરાવવું જ જોઈએ. પ્રેમથી બાળકમાં સદ્ગુણોનું સિંચન કરવું જોઈએ. ગુનાઓ તદ્દન અટકે નહીં, પણ પરિસ્થિતિ સુધરે તો ખરી જ.
એક સર્વેક્ષણ એવું કહે છે કે આપણો ભારત દેશ ભૂખે મરતો. બેકાર માણસ જેને ઘરકુટુંબ નથી હોતાં, એ અપરાધના પંથે વળે છે. આપણાં ત્યાંના ગુનાના પાયામાં ભૂખમરો અને ગરીબી છે. જ્યારે પશ્વિમની ભૌતિક સુખસગવડોથી સમૃદ્ધ દુનિયામાં આપણા દેશ કરતાં વધારે ગુના બને છે કેમ કે ત્યાં આપણા જેવો સુગ્રથિત સમાજ નથી, સંતપ્રકૃતિના કરુણામય સજ્જનો નથી.
પ્રેમ અને કાળજીથી સન્માર્ગે વાળનાર હિતેચ્છુ, નિ:સ્વાર્થી સમાજસેવકો નથી. અમેરિકામાં સરકાર આ પ્રશ્ન પરત્વે જાગૃત છે, પણ સમાજમાં માનવતાપ્રેમીઓ હોવા જોઈએ, જે માર્ગભૂલ્યાને માનવતાના પંથે વાળે.
Wednesday, February 3, 2010
Friday, January 29, 2010
સ્ત્રીઓ પરનો જુલ્મ ક્યારે અટકશે?
રુડોલ્ફે વિવિયનની ગેરહાજરીમાં એના એપાર્ટમેન્ટના બારણે એક પાર્સલ મૂકાવ્યું. ઓફિસથી પાછી આવેલી વિવિયને પાર્સલ ખોલ્યું તો મોટો ધડાકો થયો અને વિવિયનના ફૂરચેફૂરચા ઊડી ગયા. રુડોલ્ફ પર શક ગયો પણ એનો ગુનો પુરવાર ન થયો... સુઝાન એના પતિ રોબર્ટથી છૂટી થઇ પછી પોલીસને લઇને પોતાના ફ્લેટમાં પોતાની વસ્તુઓ લેવા ગઇ. પોલીસ હાથમાં ગન લઇને ચારે બાજુ નજર નાખતો ઊભો હતો. સુઝાન એક કબાટમાંથી બેફિકરાઇથી પોતાની વસ્તુઓ કાઢતી હતી ત્યારે એક મોટા કબાટમાં સંતાઇ ગયેલો રોબર્ટ એકાએક બહાર નીકળ્યો અને ધનાધન ગોળીઓ છોડી.
અમેરિકા કે જ્યાં સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વનો સંપૂર્ણ સ્વીકાર થયો છે. સ્ત્રી એની પોતાની રીતે જીવી શકે એવી સગવડો છે, એવા સંયોગો છે, જ્યાં નોકરી જતી રહે તો બેકારીભથ્થું મળે છે, જ્યાં કાયદો સ્ત્રીના પક્ષમાં છે, જ્યાંની સરકાર કહે છે કે સ્ત્રીઓ પરના અત્યાચાર માનવહકનો ભંગ છે, સ્ત્રી પર શારીરિક કે માનસિક ત્રાસ ગુજારે તો કડક શિક્ષાની જોગવાઇ છે.
ત્યાં પણ રોજેરોજ સ્ત્રીઓ કમોતે મરે છે, એમના શબના ટુકડેટુકડા થાય અને જંગલમાં ફેંકાઇ જાય કે દરિયામાં ફગાવી દેવાય. દુનિયાના દરેક દેશમાં આવી જ કરુણ પરિસ્થિતિ છે, ક્યાંય કશું અટકયું નથી. સેંકડો વર્ષોથી સ્ત્રી પર ત્રાસ થતો આવ્યો છે.
રોજ સવારે પેપર ખોલો અને સ્ત્રીની ઘાતકી હત્યાના સમાચાર વાંચવા મળે. હત્યારો મોટા ભાગે એનો ઘનિષ્ઠ, પ્રિયજન હોય કે સ્ત્રીએ જેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને લગ્ન કર્યા હોય એ પતિ હોય, જેના સંતાનની એ મા બની હોય એ પતિએ જ બંદૂકની ગોળીએ એને વીંધી હોય કે ક્યારેક ગળું દબાવીને હત્યા કરી હોય. છાપાંમાં અને ટીવીમાં એ મૃતદેહની તસવીરો બતાવાય. જે જોઇને આપણે કંપી ઊઠીએ.
આવા સમૃદ્ધ, લોકશાહીને વરેલા દેશમાંય સ્ત્રીની આવી દશા? સ્ત્રી એની નિકટ આવતા પુરુષને પારખી શકતી નહીં હોય? સ્ત્રી આટલી વિશ્વાસુ કેમ બને છે? વિશ્વાસુ સ્વભાવ એ શું એની જન્મજાત નબળાઇ છે? પ્રેમ કરવો એ શું એની દુર્બળતા છે?
સ્ત્રી બુદ્ધિથી માણસનું મૂલ્ય આંકી જ નહીં શકતી હોય? ત્યાગ, પ્રેમ, ઉદારતા, સ્વાર્પણ એટલી હદે ન હોવાં જોઇએ કે એ સ્ત્રીના પોતાના ઘાતક બની જાય. સ્ત્રીને એના પ્રેમ પર આવો આંધળો વિશ્વાસ કેમ? મા-બાપનું યોગ્ય માર્ગદર્શન નહીં મળતું હોય?
કે પછી શું કોઇ એવા લુચ્ચા પુરુષના પંજામાં સ્ત્રી સપડાઇ જાય છે કે એના જોરદાર પંજામાંથી છટકી જ ન શકે? અથવા તો ત્રાસથી એની બુદ્ધિ કુંઠીત થઇ ગઇ હોય?
અરે! ક્યારેક સ્ત્રી હિંમત બતાવીને છૂટવા પ્રયત્ન કરે છે તોય છૂટી શકતી નથી. વિવિયન નામની એક યુવતી એના પુરુષમિત્ર રુડોલ્ફથી છૂટી થઇ ગઇ કારણ કે વિવિયન કમાતી હતી અને રુડોલ્ફ એની બીજી સ્ત્રીમિત્રો સાથે વિવિયનના પૈસે મઝા કરતો હતો.
વિવિયને રુડોલ્ફને પોતાના એપાર્ટમેન્ટમાંથી કાઢી મૂક્યો અને પોતાના સંરક્ષણ માટે ઓર્ડર મેળવ્યો કે રુડોલ્ફ વિવિયનના એપાર્ટમેન્ટ કે જોબના સ્થળથી સો વારના અંતર સુધીમાં ક્યાંય નજરે ન પડવો જોઇએ.
રુડોલ્ફે વિવિયનની ગેરહાજરીમાં એના એપાર્ટમેન્ટના બારણે એક પાર્સલ મૂકાવ્યું. ઓફિસથી પાછી આવેલી વિવિયને પાર્સલ ખોલ્યું તો મોટો ધડાકો થયો અને વિવિયનના ફૂરચેફૂરચા ઊડી ગયા. રુડોલ્ફ પર શક ગયો પણ એનો ગુનો પુરવાર ન થયો.
સુઝાન એના પતિ રોબર્ટથી છૂટી થઇ પછી પોલીસને લઇને પોતાના ફ્લેટમાં પોતાની વસ્તુઓ લેવા ગઇ. પોલીસ હાથમાં ગન લઇને ચારે બાજુ નજર નાખતો ઊભો હતો. સુઝાન એક કબાટમાંથી બેફિકરાઇથી પોતાની વસ્તુઓ કાઢતી હતી ત્યારે એક મોટા કબાટમાં સંતાઇ ગયેલો રોબર્ટ એકાએક બહાર નીકળ્યો અને ધનાધન ગોળીઓ છોડી.
મરણ પામતી સુઝાનને એણે કહ્યું, ‘વસ્તુઓ તારી હતી પણ ફ્લેટ મારો છે. એની ડુપ્લીકેટ ચાવી મારી પાસે છે. તારી પાસે કોર્ટનું ફરફરિયું છે પણ મારી પાસે ગન છે. હવે તારે કરવું હોય એ કર.’
પ્રેમ, પ્રેમ ઝંખતી એ નિર્દોષ, ઉત્સાહી યુવતી સ્થળ પર જ મૃત્યુ પામી. હવે કોર્ટ એ પુરુષને આજીવન જેલમાં રાખે તો ય શું? સમજાતું નથી કે છંછેડાયેલા, છંડાયેલા એ પુરુષના માથે કયું ભૂત સવાર થઇ જાય છે કે સ્ત્રીને મારી જ નાખે છે!
અહીં ૯૧૧ જોડો અને ગણતરીની પળોમાં પોલીસ આવી પહોંચે છે. ૯૧૧ જોડીને તમે કંઇ ના બોલો તોય પોલીસ તમારું સ્થળ શોધીને આવી પહોંચશે. આવી ત્વરિત મદદ મળે છે તોય સ્ત્રી બચી શકતી નથી. આ જોઇને મન ઉદાસ ઉદાસ થઇ જાય છે.
Tuesday, January 19, 2010
અને એક ઝાટકે વ્યસન છૂટી ગયું
શીલાબહેન અવાક્ થઇ ગયાં. શું ઉત્તર આપવો દીકરીને? હાથમાં રિસીવર પકડેલું હોવા છતાં કંઇ બોલી શકતા નથી. એમના પતિ નપેનભાઇએ તરત એમના હાથમાંથી રિસીવર લઇ લેતાં કહ્યું, ‘બેટા, ચિંતા ના કરતી. અમે તમાકુ લેતા આવીશું.’ પછી એમણે શીલાબહેનને કહ્યું, ‘તું દીકરીને જે કહી રહી હતી તેથી તો એ તાણમાં આવી જાય. તમાકુ નુકસાન કરે છે, એ આપણે સૌ જાણીએ છીએ. જમાઇ પણ જાણે છે. આપણો જમાઇ છે તો સમજુ અને સંસ્કારી, પણ કોઇ કમભાગી પળે એને આ વ્યસન પડી ગયું હશે. નાનપણમાં વળગેલાં વ્યસન ઝટ છૂટતાં નથી.’
અમેરિકા વસેલી દીકરી પ્રજ્ઞપ્તિએ એની મમ્મી શીલાબહેનને કોલ કરીને કહ્યું, ‘તમે એક કિલો જર્દા-તમાકુ ભૂલ્યા વગર લેતા આવજો. જર્દા કાળુપૂર સ્ટેશન પાસે મળે છે. તમે જાતે જઇને લઇ આવજો.’
શીલાબહેન ચમક્યાં, ‘તમાકુ? એવા પદાર્થ લાવવા એ તો ગુનો ગણાય. કોના માટે તમાકુ મંગાવે છે તું?’
પ્રજ્ઞપ્તિ બોલી, ‘તારા જમાઇ માટે. એણે કહ્યું છે, બીજું કંઇ નહીં લાવો તો ચાલશે, પણ તમાકુ લેતા આવજો. અહીં બધા તમાકુ ખાય છે. જર્દા બહુ સ્ટ્રોંગ હોય છે. રાત્રેય એના ગલોફામાં ભરીને ઊંઘે છે અને દા’ડો આખો તો મોંમાં હોય જ.’
‘તું એમને ના કેમ નથી કહેતી? તમાકુથી તો કેન્સર થાય.’ શીલાબહેને ચિંતાથી કહ્યું.
‘મેં કહ્યું, તો એ કહે છે, તમાકુ ન ખાનારનેય કેન્સર થાય છે અને ખાનારને કશું નથી થતું. મારા દાદા ૮૫ વર્ષેય ટટ્ટાર ચાલતા હતા, તદ્દન નિરોગી હતા. એમનેય તમાકુનું વ્યસન હતું.’
‘આવી ફાલતુ દલીલ તેં સાંભળી લીધી? બેટા, તમાકુ ખાનારને કેન્સર થવાના ચાન્સીસ વધારે રહે છે, તમાકુ ખાનાર ગમે ત્યાં થૂંક, જોનારનેય સૂગ આવે. સંસ્કારી માણસને આવું વ્યસન ન હોય!’ શીલાબહેને કહ્યું.
‘મમ્મી, હું એને કંઇ કહું છું ત્યારે મને કહે છે, તારા ડહાપણની જરૂર નથી. પુરુષને વ્યસન હોય એ તો એની શોભા છે. ગામડામાં એનો ઉછેર થયો છે અને ત્યાં એવા મિત્રો મળી ગયા કે એ તમાકુ ખાતો થઇ ગયો છે. મમ્મી, તું તમાકુ લાવજે, પ્લીઝ મારા ખાતર. જો તું નહીં લાવે તો મારે સાંભળવું પડશે.’
શીલાબહેન અવાક્ થઇ ગયાં. શું ઉત્તર આપવો દીકરીને? હાથમાં રિસીવર પકડેલું હોવા છતાં કંઇ બોલી શકતા નથી. એમના પતિ નપેનભાઇએ તરત એમના હાથમાંથી રિસીવર લઇ લેતાં કહ્યું, ‘બેટા, ચિંતા ના કરતી. અમે તમાકુ લેતા આવીશું.’
પછી એમણે શીલાબહેનને કહ્યું, ‘તું દીકરીને જે કહી રહી હતી તેથી તો એ તાણમાં આવી જાય. તમાકુ નુકસાન કરે છે, એ આપણે સૌ જાણીએ છીએ. જમાઇ પણ જાણે છે. આપણો જમાઇ છે તો સમજુ અને સંસ્કારી, પણ કોઇ કમભાગી પળે એને આ વ્યસન પડી ગયું હશે. નાનપણમાં વળગેલાં વ્યસન ઝટ છૂટતાં નથી.’
‘મન મક્કમ હોય તો તરત એકઝાટકે છૂટે. પોતાનો નહીં તો પોતાના પરિવારનો તો વિચાર આવવો જોઇએ ને! રોગ લાગુ પડી જશે તો પાછળ રહેલાં રઝળી ન પાડે? એને પોતાની જવાબદારી નહીં સમજાતી હોય? અરે! પોતાના માણસો માટે પ્રેમ નહીં હોય?’ શીલાબહેન ચિંતાભર્યા સૂરે એકની એક વાત બોલ્યા કરે છે.
શીલાબહેન અને નપેનભાઇ બેગમાં કપડાં ભેગું તમાકુ સંતાડીને લઇ ગયા. આશુતોષને તમાકુનું પેકેટ આપતા નપેનભાઇ બોલ્યા, ‘લો, તમારી પ્રિય ચીજ!’ આશુતોષ ક્ષોભ પામી ગયો. કંઇ બોલ્યા વિના પેકેટ બાજુમાં મૂક્યું.
નાનકડો પુલસ્ત્ય ત્યાં રમતો હતો. એણે પેકેટ ખોલવા માંડ્યું. તરત આશુતોષ બરાડી ઊઠ્યો, ‘મૂક એ પેકેટ, ખબરદાર જો એને અડ્યો છે તો!’ નપેનભાઇ બોલ્યા, ‘તમારી પ્રિય ચીજ ક્યારેક દીકરાની પણ પ્રિય થઇ શકે. તમારા દેખતાં નહીં, તો છાનામાના એ અડશે.’
નપેનભાઇનો અવાજ સાવ સ્વાભાવિક હતો, પણ ચહેરા પર જે ચિંતા, વિનંતી અને લાગણી હતાં, એની આશુતોષ પર અસર થઇ. શીલાબહેન બોલ્યા, ‘દીકરાની સામે જોઇને તો આ ઝેર લેવાનું બંધ કરો. દીકરાના પ્રેમ કરતાં આ ઘડી-બે ઘડીની મોજ ચડિયાતી છે?’
આશુતોષ વ્યસન છોડવાનું વિચારી તો રહ્યો હતો. સાસુ-સસરાના ઠપકાએ અસર કરી અને તમાકુનું પેકેટ ગાર્બેજમાં નાખી દીધું. વ્યસન છૂટી ગયું.
Thursday, January 7, 2010
સ્ત્રી લગ્ન શા માટે કરે છે?