જીવનના અંતે તો સમાજને કંઇક આપી જાઉ
પ્રબુદ્ધભાઇએ બોસ્ટન ગ્લોબમાં કિલનિકલ રિસર્ચ નામની એક જાહેરખબર જોઇ. એ કંપનીને એમણે બનાવેલી દવાની ગુણવત્તા પારખવા એક તંદુરસ્ત માણસ કે જે બીજી કોઇ દવા ના લેતો હોય એની જરૂર હતી. આ પ્રયોગ, પરીક્ષણ માટે તેઓ દસ હજાર ડોલર એ માણસને આપવાની હતી, પણ એ માણસે એ કંપનીના નર્સિંગ હોમમાં દાખલ થવું પડે અને રાત દિવસ એમના ફાર્માસસ્ટિની નજર હેઠળ રહેવું પડે.પ્રબુદ્ધભાઇએ ‘બોડી હંર્ટસ’ નામના પુસ્તકમાં વાંચ્યું હતું કે દવાની કંપનીઓ એમની નવી શોધાયેલી દવાના પ્રયોગ માટે ગરીબ લોકોનું શરીર ભાડે લે છે. આવી દવાઓની અસર સ્વાસ્થ્ય માટે જોખમરૂપ પણ નીવડી શકે અને કયારેક જીવલેણ પણ પૂરવાર થાય છે. થોડાક ડોલર માટે થઇને માણસનું અમૂલ્ય જીવન નષ્ટ થઇ જાય છે.
આ બધું જાણતા હતા છતાં પ્રબુદ્ધભાઇને પોતાનું શરીર પ્રયોગ માટે ધરી દેવાનું મન થયું. પ્રબુદ્ધભાઇ ઢળતી અવસ્થાએ અમેરિકા સેટલ થવા આવ્યા હતા. એમના જીવનની બધી જવાબદારીઓ પૂરી થઇ ગઇ હતી. એમની કોઇ આશા, અભિલાષા વણસંતોષાયેલી નહોતી રહી.
તેઓ અમેરિકામાં લગભગ નિષ્ક્રિય, પ્રવૃત્તિહીન જીવન ગાળતા હતા. એમને થયું, હું મારું પેટ ભરવા સિવાય અત્યારે કોઇ ઉધમ કરતો નથી. હું કોઇ જવાબદારીનું વહન કરતો નથી, ભવિષ્યમાં પણ મારા માટે કોઇ પ્રોજેકટ નિર્માણ થયો નથી. સવારથી સાંજ છાપાં વાંચું છું અને ટીવી જોઉ છું.
જિંદગીમાં કદીય આવી નિષ્ક્રિયતામાં દિવસો પસાર નથી કર્યા, તેથી મન ઉદાસ થઇ જાય છે અને અત્યારે મારી સામે આ એક કામ આવ્યું છે તો શું કામ એ હું હાથ પર ના લઉ?’ પ્રબુદ્ધભાઇ એમના દીકરા સાથે રહેતા હતા. એમણે દીકરાને આ અંગે વાત કરી તો દીકરાએ ઘસીને ના પાડી અને કહ્યું, ‘પપ્પા, તમે ડોલર માટે તમારી જાત દાવ પર લગાવો છો.’
‘બેટા, મને ડોલરનો કોઇ મોહ નથી, પણ મારી દ્દષ્ટિએ આ માનવતાનું કામ છે. હું તને કંઇ કામમાં આવતો નથી, તો દવાના પ્રયોગ માટે શું કામ હું મારું શરીર ના ધરી દઉ? કોઇકે તો પોતાનું શરીર ધરવું પડશે ને! તો નવી નવી દવાઓ શોધાશે અને માણસ રોગમુકત થશે.’‘પણ પપ્પા, આમાં તો તમારું જીવન જોખમમાં મૂકાઇ જાય. ના, હું તમને નહીં જવા દઉ.’
‘બેટા, કેટલાય વ્યવસાયો એવા હોય છે જેમાં જીવનું જોખમ હોય જ છે. પોલીસ, પાઇલટ, નેવીમાં કેપ્ટન, લશ્કરનો જવાન બધા જયારે એમના ખાતામાં જોડાય છે ત્યારે એમને ખબર હોય છે કે ગમે ત્યારે મોત સામે આવીને ઊભું થઇ જવાનું છે, તોય એ ડરતા નથી. એ તો યુવાન હોય છે, આખી જિંદગી એમની સામે પડી હોય છે, સંસાર પણ ભોગવ્યો નથી હોતો.
જયારે મેં તો જિંદગી ભરપૂર માણી છે. હવે આ એક નવો અનુભવ લેવાનું મન થયું છે. દીકરા આજ સુધી હું મારા અને મારા કુટુંબ માટે જીવ્યો, પણ મેં સમાજને શું આપ્યું? આજે મને એક તક મળી છે સમાજની ઉજજવળ, સલામત, નિરોગી આવતી કાલ માટે કંઇક કરવાની. તો મને સાહસ કરવા દે, કદાચ મારે જિંદગી ગુમાવવાની વેળા આવશે તો પણ પરમ સંતોષથી હું મરીશ.’
પોતાના ટૂંકા પગારમાંથી ડોલી પાંચસો ડોલર એના અંકલને ઇન્ડિયા મોકલે છે, અંકલ એટલે કોણ? એના કાકા? એના મામા? એના ફૂઆ કે માસા? ના, આ અંકલ એના સગા નથી. આ અંકલ તો છે એની મમ્મીના લવર.
મયંકભાઇનો દીકરો પ્રત્યૂષ પરદેશ સેટલ થવાનો છે એ સાંભળી એમના મિત્ર સુબંધુભાઇ બોલી ઊઠયા, ‘અહીં પ્રત્યૂષને શું ખોટ છે કે પરદેશ જાય છે?’‘ત્યાં એને વધારે સારો ચાન્સ મળે છે.’ મયંકભાઇ બોલ્યા. ‘અહીં વર્ષે ૨૫ લાખ તો એને મળે છે, ઉપરાંત બીજી સગવડો, આનાથી કયો મોટો ચાન્સ જોઇએ છે?’ ‘ચાન્સ એટલે માત્ર પૈસા નહીં પણ એને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવા મળે.
અચ્યુતાને દીકરો આવ્યો. રજાઓ પૂરી થતાં એને જોબ પર જવાનો દિવસ આવ્યો ત્યારે પ્રશ્ન ઊઠયો, ‘મારા દીકરાને કોની પાસે મૂકીને હું જોબ કરવા જઇશ?’અરયુતા જોબ છોડી દે તો નિરંતરના પગારથી ઘર તો ચાલે, બચત ના થાય. હજી તો કેટલાય સાધન-સુવિધાઓ ખરીદવાં છે તેથી જોબ તો કરવી જ પડે. એના મનમાં ભાંજગડ ચાલે છે કે બેબીસીટિંગમાં તો બરાબર કાળજી લેવાતી નથી. એને મેથ્યુનો કિસ્સો યાદ આવી ગયો.
અવલોકિતા હજી હમણાં જ અમેરિકા આવી છે. તેથી અમેરિકન અંગ્રેજી ઉચ્ચાર સમજવામાં કયારેક ગૂંચવાય છે અને એ ગૂંચવાય ત્યારે નાના બાળકની જેમ એની મમ્મી અનુબહેનને ફરિયાદ કરવા તરત ફોન લગાવે.
શાશ્વતનું વેકેશન શરૂ થયું, ત્યારે એના મમ્મી-પપ્પાએ વિચાર્યું, શાશ્વતને ફૂલટાઇમ નહીં, પણ પાર્ટટાઇમ કોઇ જોબ કરવાનું કહીએ. આ વાત સાંભળી એટલે હમણાં જ ભારતથી આવેલા મામા-મામી કહે, ‘આવડો નાનો છોકરો નોકરી કરવા જાય? તમે મા-બાપ બંને કમાવ છો, એ શું ઓછું છે તે છોકરો વેકેશનમાં મોજમસ્તી કરવાના બદલે નોકરી કરવા જશે?
અમેરિકા વસેલી પોયણીએ એના પતિ ગૌરવને કહ્યું, ‘કાલે જયશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ અમારા ઘરે પધારવાના છે. મેં મારી મમ્મીને કહ્યું છે, ઇન્ટરનેટ પર તું મને એમના દર્શન કરાવજે.’ ગૌરવે કહ્યું, ‘હું પણ દર્શન કરીશ.’ પોયણી જૈન અને ગૌરવ પટેલ છે, પણ ગૌરવ માને છે કે સંત એટલે સંત. તેઓ કોઇ પણ સંપ્રદાયના હોય, પણ પ્રણામના અધિકારી છે. ગૌરવ ઇન્ડિયામાં હતો, ત્યારે ચર્ચ, દેરાસર, મંદિર, મસ્જિદ અને અગિયારીમાં જતો. એ સર્વધર્મને માનતો.